________________
૨૪૯
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩. વાડામાં પૂરશે. આમાં પ્રતિપાદ નામના આચાર્ય પણ ગાયના વાડામાં પુરાશે. તેથી સર્વ સંઘના સ્મરણથી શાસનદેવી આવીને કલ્કીને સમજાવશે પણ તે નહિ સમજે. આથી ઈન્દ્રનું સિંહાસન કંપશે. ત્યારે ઈન્દ્ર બ્રાહ્મણનું રૂપ ધરીને કલ્કી પાસે આવશે. તેને સમજાવશે. પણ કલ્કી ના મક્કર જશે. આથી ઈન્દ્ર તેને મારી નાંખશે અને તેના પુત્ર દત્તને કેટલીક શીખામણ આપી રાજગાદી પર બેસાડશે. પિતાને મળેલ પાપનું ફળ જોઈને દત્ત પૃથ્વી પર ઠેર ઠેર જિનચૈત્યો બંધાવશે. શત્રુંજયનો ઉદ્ધાર કરશે. ત્યારપછી જૈનધર્મનો મહિમા ઘણો જ વધશે.
આવા સમયમાં પણ કેટલાંક ધર્મરાગી થશે. કહ્યું છે કે “શૃંગીમભ્ય ખારા સમુદ્રમાં પણ મીઠાં જળને પીવે છે તેમ આવા કાળમાં પણ પ્રાજ્ઞ પુરુષો ધર્મતત્ત્વમાં તત્પર હોય છે.”
આ દુષમા આરામાં યુગપ્રધાન સૂરિવરો થશે. ચતુર્વિધ સંઘ ધર્મમાં વર્તશે અને રાજાઓ ધર્મકાર્યમાં તત્પર થશે. યુગપ્રધાન વગેરેની સંખ્યા શ્રી દેવેન્દ્રસૂરિકૃત કાલસિત્તરી પ્રકરણમાં આ પ્રમાણે ગણાવી છે.
“દુષમા કાળમાં અગિયાર લાખ અને સોળ હજાર રાજાઓ જિનેશ્વરના ભક્ત થશે અને અગિયાર કરોડ જૈનશાસનના પ્રભાવક થશે. સુધર્માસ્વામીથી છેલ્લા દુષ્ણસહસૂરિ સુધી ત્રેવીશ ઉદયમાં બે હજાર ને ચાર યુગપ્રધાન થશે અને અગિયાર લાખ ને સોળ હજાર આચાર્ય થશે.
બે હજાર ને ચાર યુગપ્રધાનમાં સુધર્માસ્વામી અને સ્વામી તે ભવે સિદ્ધિપદને પામશે અને બાકીના સર્વ એકાવતારી થશે. પ્રભાવકના આઠ ગુણને ધારણ કરનારા મુનિ મહારાજો જયાં વિહાર કરશે ત્યાં ચારે દિશામાં અઢી અઢી યોજન પર્યંત દુકાળ, મરકી વગેરે ઉપદ્રવ નાશ પામશે.
અગિયાર લાખ ને સોળ હજાર આચાર્યો પ્રવચની ધર્મકથી ઈત્યાદિ જ્ઞાન ક્રિયા ગુણવાળા અને યુગપ્રધાન જેવા થશે. દિવાળી કલ્પમાં ત્રણ પ્રકારના સૂરિ-આચાર્ય થશે એમ કહ્યું છે. તેમાં પંચાવન કોટિ, પંચાવન લાખ, પંચાવન હજાર અને પાંચસો આચાર્ય ઉત્કૃષ્ટ ક્રિયાવાળા સમજવાં. તેત્રીશ લાખ, ચાર હજાર ચારસો ને એકાણું આચાર્ય મધ્યમ ક્રિયાવાળા જાણવા અને પંચાવન કોટિ, પંચાવન લાખ, પંચાવન હજાર પાંચસો ને પંચાવન સૂરિ પ્રમાદી અને અનાચારી હોવાથી જઘન્ય જાણવાં.
પાંચમા આરામાં પંચાવન કરોડ, પંચાવન લાખ ને પંચાવન હજાર ઉત્તમ ઉપાધ્યાય, ચોપન કરોડ મધ્યમ અને ચુંમાલિસ કરોડ, ચુંમાલિસ લાખ અને ચુંમાલિસ હજાર જઘન્ય ઉપાધ્યાયો થશે.
આ આરામાં સીત્તેર લાખ કરોડ અને નવ હજાર કરોડ ઉત્તમ સાધુઓ, સો કરોડ મધ્યમ અને એકત્રીસ કરોડ, એકવીસ લાખ અને સાઠ હજાર જઘન્ય સાધુઓ થશે.