________________
૨૫૬
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
પૂજા કરવી અને “શ્રી વીરસ્વામી સર્વજ્ઞાય નમઃ” એ મંત્રનો જાપ કરવો. અમાવાસ્યાની રાત્રે છેલ્લે અર્થે પહોરે “શ્રી વીર પારંગતાય નમઃ” એ મંત્રનો જાપ કરવો અને પડવાની સવારે “શ્રી ગૌતમસ્વામી કેવળજ્ઞાનાય નમઃ” એ મંત્રનો જાપ કરવો. શ્રી ગૌતમપ્રભુનું ત્યારે સ્મરણ કરવું. અખંડ અક્ષતનો સાથિયો કરવો. દીવો કરવો.
શ્રી આર્યસુહસ્તિસૂરિ પાસેથી દીવાળી પર્વનો આવો દિવ્ય ઈતિહાસ સાંભળી સંપ્રતિ રાજા આ પર્વની વિશેષ આરાધના કરવા લાગ્યો.
જે પર્વમાં શ્રી વર્ધમાનસ્વામી મોક્ષે ગયા, શ્રી ગૌતમસ્વામી કેવળજ્ઞાનની લક્ષ્મીને વર્યા અને જે દિવસે રાજાઓએ દીપમાળ રચી તેવા દીવાળીપર્વ સમાન બીજું કોઈ પર્વ આ પૃથ્વી ઉપર
નથી.”
૨૧૧ નૂતન વરસે સાલ-મુબારક કહેવાનો ઈતિહાસ
अन्योऽन्यं जनजोत्कारा भवंति प्रतिपत्प्रगे ।
तत्स्वरूपं तदा पृष्टं पुनर्जगाद साधुपः ॥ સંપ્રતિ રાજાએ આચાર્ય ભગવંત શ્રી આર્યસુહસ્તિસૂરિજીને વિનમ્રભાવે પૂછ્યું : “ભગવંત! પડવાના દિવસે લોકો એકબીજાને જુહાર કરે છે. આ જુહાર શું છે? તેનું સ્વરૂપ શું છે? તે જણાવવા કૃપા કરશો.”
આચાર્યશ્રી મધુરવાણીમાં બોલ્યા : “હે સંપ્રતિ રાજા ! આ પ્રથા શરૂ થવા પાછળ બે ઘટનાઓ છે. પ્રથમ તો એ કે અમાવાસ્યાની રાત્રિના છેક છેલ્લા ભાગે શ્રી ગૌતમ ગણધર ભગવંતને કેવળજ્ઞાન થયું. કેવળજ્ઞાન થયાના સમાચાર મળતાં જ અન્ય ગણધર ભગવંતોએ તેમને વંદના કરી. દેવતાઓએ ઉત્સવ ઉજવી તેમને વંદના કરી. રાજાઓ, શ્રેષ્ઠિઓ સૌએ તેમને વંદના કરી. આમ તે દિવસથી શરૂ થયેલો વંદન વ્યવહાર આજે સામાજિક રૂપે પ્રચલિતપણે ચાલુ છે.
બીજી ઐતિહાસિક ઘટના શ્રી મુનિસુવ્રતસ્વામીના સમયની છે. અવંતીનગરીમાં ધર્મ નામે રાજા હતો. તેના પ્રધાનનું નામ હતું નમુચિ. એક દિવસ ભગવાનના શિષ્ય આચાર્ય શ્રી સુવ્રતસૂરિજી શિષ્ય પરિવાર સહિત અવંતીમાં પધાર્યા.
આ ખુશખબર મળતાં જ ધર્મરાજા નમુચિ પ્રધાન સાથે આચાર્યશ્રીને વંદન કરવા અને તેમની દેશના સાંભળવા ગયો. આ નમુચિ પ્રધાન જૈનધર્મનો વિરોધી હતો. નમુચિએ તે સમયે વિવાદ કર્યો. તેણે કહ્યું. “આ સકળ વિશ્વ સ્વપ્ન જેવું છે. જીવ નાશ પામવાથી બધું જ નાશ પામે