________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
૨૫૭
છે. જીવ કંઈ પરલોકમાં જતો નથી. જીવ પંચભૂતનું જ નામ છે. જીવ નાશ પામતાં આ પંચભૂત પણ નાશ પામે છે, આથી પરલોક જેવી કોઈ જગા જ નથી.”
નમુચિની આ દલીલનો આચાર્યશ્રીએ જોરદાર જવાબ આપ્યો. તેમના શિષ્ય સાત નથી નમુચિને વિશ્વ અને જીવનું સ્વરૂપ સિદ્ધ કરી બતાવ્યું. એ પણ અસરકારક રીતે સમજાવ્યું કે જીવ નાશ પામતો નથી. તે કર્માનુસારે સંસારમાં વિવિધ સ્વરૂપે પરિભ્રમણ કરે છે. આમ આચાર્યશ્રીના શિષ્યના હાથે પોતાનો પરાભવ થયો તેથી નમુચિ ધુંઆકુંઆ થઈ ગયો. પરંતુ ત્યારે તેણે પોતાનો રોષ અને ગુસ્સો મનમાં જ રહેવા દીધાં
રાત પડી અવની પર અંધારું ઉતર્યું. નમુચિ તલવાર લઈ મુનિની હત્યા કરવાના બદ ઈરાદાથી હાથમાં તલવાર લઈને આચાર્યશ્રીની વસતીમાં ગયો. વસતીમાં પગ મૂકતાં જ હાજરાહજૂર શાસનરક્ષક દેવીએ તેને ખંભિત કરી દીધો. જ્યાં હતો ત્યાં જ એ સ્થિર થયો. ન હલાય કે ન ચલાય. ન બોલાય કે ન આંખ ફરકાવાય. સવાર પડતાં ભક્તો-શ્રાવકો બધા ગુરુવંદન કરવા આવ્યાં. નમુચિની આ દશા જોઈ અને તેનું કારણ જોઈ સૌ તેને ધિક્કારવા લાગ્યાં. આ ખબર મળતાં ધર્મરાજા પણ આવ્યો. રાજાએ નમુચિ વતી મુનિ ભગવંતની અને શાસનદેવીની ક્ષમા માંગી. નમુચિ પાસે પણ બંનેની માફી મંગાવી. ક્ષમાપનાના પ્રભાવથી શાસનદેવીએ તેને મુક્ત કર્યો.
આ ઘટનાથી નમુચિની પ્રતિભા અને પ્રભાવ ઝાંખા પડી ગયાં. માથું ઊંચું રાખીને રાજ્યમાં ફરવું તેના માટે મુશ્કેલ બની ગયું. આથી એક રાતે તે ગુપચુપ અવંતી છોડી ગયો અને રખડતો રખડતો તે હસ્તિનાપુર ગયો.
આ નગરનું રાજય પક્વોત્તર રાજા સંભાળતો હતો. તેની પટ્ટરાણીનું નામ વાળાદેવી હતું. તેને બે પુત્ર હતાં. વિષ્ણુકુમાર અને મહાપદ્મ. પદ્મોત્તરે મોટા પુત્ર વિષ્ણુકુમારને રાજ્યની ધુરા સોંપી અને નાના મહાપદ્મને યુવરાજપદે સ્થાપિત કર્યો.
નમુચિ પ્રધાને આ યુવરાજને પોતાની કેટલીક કાર્યકુશળતા બતાવી. તે જોઈ તેનાથી પ્રભાવિત થઈ યુવરાજ મહાપદ્મ તેને પ્રધાન બનાવ્યો. એક યુદ્ધના પ્રસંગે નમુચિએ ભયાનક અને અજેય ગણાતા સિહરથ નામના મહાયોદ્ધાને જીતી લીધો. મહાપદ્મ આ વિજયથી ખુશ થઈ નમુચિને વરદાન માગવા કહ્યું. નમુચિએ કહ્યું: “અત્યારે મારે કશું નથી માગવું. સમય આવે અને જરૂર પડે માગી લઈશ.” મહાપદ્મ કહ્યું : “ભલે તમે જ્યારે જે માગશો તે આપીશ.”
એ વાતને દિવસો વહી ગયાં. એક સમયે રાજમાતા જ્વાળાદેવીને રથયાત્રા કરવાની ભાવના થઈ. આથી તેમણે સોના-ચાંદી અને રૂપાનો ખૂબ જ સુંદર અને બારીક કારીગરીવાળો એક રથ બનાવડાવ્યો. આ જિનરથ જોઈ તેની શોધે ઈર્ષ્યાથી બ્રહ્મરથ કરાવ્યો. એક દિવસ આ બંને રથ એક રસ્તે સામસામા આવી ગયાં. હવે કોણ પોતાનો રથ પાછો વાળે ? બંને પક્ષે જીદ