________________
૨૬૦
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩ બ્રહ્માંડ ઘૂંજી ઉઠે તેવા અવાજે તેમણે કહ્યું : “તો થા તૈયાર. હું ત્રણ ડગલાં ભરું છું. એ ત્રણ ડગલાની ધરતી આ સાધુઓને આપવા માટે બંદોબસ્ત કર.”
નમુચિએ એવી જ ધૃષ્ટતાથી જવાબ આપ્યો: “હું તો તૈયાર જ છું. તમે ઉભા થાવ અને ત્રણ ડગલાં ભરી લો. એટલી ધરતી હું અબઘડી જ આપી દઈશ.”
વિષ્ણુકુમાર મુનિ ઉભા થયાં. વૈક્રિયલબ્ધિથી તેમણે પોતાની કાયાનો પર્વત જેટલો વિસ્તાર કર્યો. એક ડગલું ભર્યું. એ ડગ પૂર્વ દિશાની જંબુદ્વીપની ધરતી પર મૂકાયો.
આ જોઈને તો નમુચિના હાજા ગગડી ગયાં. ત્યાં મુનિએ બીજું ડગલું ભર્યું. એ ડગ જબૂદીપની પશ્ચિમ દિશાની ધરતી પર મૂક્યો. બે ડગલામાં તો નમુચિની આખી ધરતી સમાઈ ગઈ. હવે મુનિએ ગગનભેદી અવાજે કહ્યું: “બોલ દુષ્ટ ! હવે મારો ત્રીજો પગ ક્યાં મૂકું?” તું છ ખંડનો ધણી છે ને, તો આપ મને ત્રીજો પગ મૂકવાની ધરતી.”
નમુચિ તો આ પરાક્રમથી થરથર ધ્રૂજી રહ્યો. તે એટલો બધો હેબતાઈ ગયો કે તેના મોંમાંથી હરફ સુદ્ધાં ન નીકળ્યો. આથી મુનિએ નમુચિના માથા પર પગ મૂક્યો. મુનિનો પગ પડતાં જ નમુચિના અંગેઅંગના લોચા બહાર નીકળી ગયાં. પગના દબાણથી તે સીધો જીવતો જ પાતાળમાં દટાઈ મૂઓ.
મુનિશ્રીના આ પદાક્રાંતથી પર્વતો ધણધણી ઊઠ્યાં. દિશાઓ મૂજી ઊઠી. સ્વર્ગલોકમાં પણ સન્નાટો છવાઈ ગયો. ઈન્દ્રોના સિંહાસન પ્રૂજી ઊઠ્યાં. ઈન્દ્ર અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો. જોયું તો વિષ્ણુમુનિ ક્રોધથી લાયઝાળ હતાં. તેમનો ક્રોધ શાંત કરવા ઈન્ટ સંગીતજ્ઞ ગંધર્વો મોકલ્યાં. ગંધર્વોએ રાજયસભામાં આવી દિવ્ય સંગીતના સૂર છેડ્યાં, નૃત્ય કર્યું. ત્યારે વિષ્ણમુનિનો ક્રોધ શાંત થયો અને મૂળ સ્વરૂપમાં આવી ગયાં.
મહાપદ્મ ચક્રવર્તી મુનિશ્રીને પગે પડ્યાં. તેમની અંતઃકરણપૂર્વક ક્ષમા માગી. મુનિશ્રીએ તેને થોડોક ઠપકો આપીને ધર્મદેશના આપી. પછી પોતે ક્રોધ કરવા માટે આલોચના કરી પ્રાયશ્ચિત્ત કર્યું અને પ્રતિક્રમણ કર્યું.
નમુચિના મૃત્યુથી પ્રજાજનો જાણે નવો જન્મ પામ્યાં હોય તેમ આનંદિત થયાં. સૌએ આ પ્રસંગે ઉત્સવ કર્યો. ઘરે ઘરે પકવાન થયાં. આનંદમંગળ થયાં. આ પ્રસંગ પડવાના દિવસે બન્યો. હે સંપ્રતિ ! આમ તે દિવસે લોકોએ આનંદનો ઉત્સવ ઉજવ્યો. આ કારણથી પડવાના દિવસે બેસતા વરસે લોકો આનંદમાં રહે છે.”
શ્રી વિજયલક્ષ્મીસૂરિ વિરચિત ઉપદેશપ્રાસાદ ગ્રંથ
ત્રીજો ભાગ સંપૂર્ણ