Book Title: Updesh Prasad Part 03
Author(s): Vishalsensuri
Publisher: Virat Prakashan Mandir

View full book text
Previous | Next

Page 269
________________ ૨૫૪ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩ છઠે થયું. ચૈત્ર સુદ તેરસની મધરાતે તેમનું જન્મકલ્યાણક થયું. ભગવાન મહાવીર ત્રીસ વરસ સુધી ગૃહવાસમાં રહ્યાં. છઠ્ઠનો તપ કરી માગસર વદ દસમે તેમણે સંયમ લીધો. તે સમયે તેમને મન:પર્યવજ્ઞાન થયું. ત્યારબાદ તેમણે સાડા બાર વરસ ઘોર તપસ્યા કરી. ઘાતિકર્મનો ક્ષય થતાં તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. કાંઈક ન્યૂન ત્રીસ વરસ સુધી કેવળજ્ઞાન પર્યાયે રહ્યાં. પોતાનું આયુષ્ય હવે અલ્પ છે તેવું જાણતાં ભગવાન મહાવીર અપાપાનગરીમાં પધાર્યા અને હસ્તિપાલ રાજાની સભામાં છેલ્લું ચાતુર્માસ કર્યું. તે સમયે તેમણે સોળ પ્રહર સુધી છેલ્લી દેશના આપી. પોતાના અંત સમયે તેમણે પોતાના પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામીને દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધ કરવા માટે મોકલ્યાં. આમ કરવા પાછળ તેમનો હેતુ શ્રી ગૌતમસ્વામીનો પોતા માટે જે રાગ હતો તેમાંથી તેમને મુક્ત કરવાનો હતો. આસો વદી અમાસના દિવસે ભગવાન છઠ્ઠનો તપ કરી પર્યકાસને બેઠા. રાત્રિના છેલ્લા અર્ધા પહોરે સ્વાતિ નક્ષત્રનો યોગ થતાં ઈન્દ્ર ભગવાનને વિનંતી કરી. “હે ભગવંત ! આપ એક ક્ષણ માટે આપનું આયુષ્ય વધારો. તમારા જન્મનક્ષત્ર પર . સંક્રમણ થતાં ભસ્મગ્રહ તરફ એક નજર કરો. આ ગ્રહ હમણાં જ બેસશે અને તેનો કુપ્રભાવ બે હજાર વરસ સુધી રહેશે. તમારી નજર તેના તરફ પડશે તો તમારા પ્રભાવથી તેનો ઉદય નિષ્ફળ જશે. નહિ તો આપના પછી તીર્થની ઉન્નતિ થશે નહિ.” ત્યારે ભગવાને કહ્યું : “હે ઈન્દ્ર ! જીવે જે આયુષ્યકર્મનાં પુદ્ગલો બાંધ્યા હોય તેમાં વધઘટ કરવા જિનેશ્વરો પણ સમર્થ નથી અને ભાવિભાવનો નાશ થઈ શકતો નથી.” એ સમયે ભગવાને પંચાવન અધ્યયન શુભ ફળવિપાકના અને પંચાવન અધ્યયન અશુભ ફળ વિપાકના કહ્યાં. તેમજ ગણધર, સાધુ કે શ્રાવકે પૂછ્યા નહિ તો પણ લોકઅનુકંપાથી છત્રીશ અધ્યયન (ઉત્તરાધ્યયનસૂત્રો કહ્યાં. એ બાદ યોગનિરોધ કરી શૈલેશીકરણ આચરી ભગવાન નિર્વાણ પામ્યાં. તે સમયે અતિસૂક્ષ્મ ઉદ્ધરી ન શકાય તેવા કુંથુવા ઘણા ઉત્પન્ન થવાથી હવે સંયમ પાળવું મુશ્કેલ થશે એમ વિચારી ઘણાં સાધુઓએ અનશન ગ્રહણ કર્યું. ભગવાન નિર્વાણ પામ્યા છે એ ખબર ફેલાતાં જ ત્રણે લોકમાં શોક અને આઘાતની લાગણી પ્રસરી ગઈ. સૌની આંખમાં આંસુ દદળતા હતાં. અંતરમાં ભગવાન ગયા તેની વેદના હતી અને હવે અમને કોણ પ્રતિબોધ કરશે, અમારા સંશયોનું કોણ નિવારણ કરશે તેવી ધર્મચિંતા હતી. રાતનો સમય હતો. પ્રભુના દેહના અંતિમ દર્શન કરવા સૌ હાથમાં દીવો લઈને પાવામાં ઉમટવા લાગ્યાં. દેવતાઓના ઝળહળતા વિમાન પણ ત્યાં ઉતરવા લાગ્યાં. ગગનમાં અને ધરતી પર રાત હોવા છતાં પણ ઝળહળતા દીવા અને રત્નોથી અંધકાર દૂર થઈ ગયો.

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276