________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
૨૫૩
૨૧૦
દીપોત્સવીનું વર્ણન विश्वे दीपालिकापर्व विख्यातं केन हेतुना ।
पृष्टः संप्रतिभूपेनार्यसुहस्ती गुरुर्जगौ ॥ સંપ્રતિ રાજાએ શ્રી આર્યસુહસ્તિસૂરિજીને પૂછ્યું: “દીવાળીનું પર્વ લોકમાં કયા હેતુથી શરૂ થયું છે?”
આર્યસુહસ્તિસૂરિજીએ રાજાને આપેલો જવાબ આ પ્રમાણે છે.
મોટા સંઘ અને શિષ્ય પરિવાર સહિત શ્રી આર્યસુહસ્તિસૂરિજી મહારાજ ઉજ્જયિનીમાં પધાર્યા. ત્યાંનો રાજા સંપ્રતિ તેમને વંદન કરવા ગયો. વંદના કરી ગુરુને પૂછ્યું: “હે પૂજ્ય ! આપ મને ઓળખો છો?”
સૂરિજી : “હે સંપ્રતિ ! તને કોણ ન ઓળખે? તું તો આ દેશનો સ્વામિ છે.”
સંપ્રતિ : “સાહેબ ! હું સામાન્ય હેતુની ઓળખ નથી પૂછતો. રાજા સિવાય કોઈ રીતે આપ મને ઓળખો છો?”
ત્યારે સૂરિજીએ શ્રુતજ્ઞાનના બળથી તેનો પૂર્વભવ જાણ્યો. એ જાણી કહ્યું : “હા, હવે તારી બીજી ઓળખાણ પડી. પૂર્વભવમાં તું અમારો શિષ્ય હતો. એક જ દિવસની દીક્ષાના મહિમાથી તું અહીં આ રાજપાટ પામ્યો છે.”
સંપ્રતિ : “હે પૂજય ! તમારા ઉપકારથી જ મને રાજવૈભવ મળ્યા છે. તે હવે આ રાજપાટ આપ સ્વીકારો અને મને ઋણમુક્ત કરો.” એમ કહી તે સૂરિજીના પગમાં પડી વિનંતી કરવા લાગ્યો.
સૂરિજી : “હે રાજન્ ! સંયમરૂપ સામ્રાજ્ય જેવું આ રાજય નથી તેથી અમારે તેનો ખપ નથી. બીજું તું ધર્મપસાથે આ રાજવૈભવ પામ્યો છે માટે તું હવે ધર્મમાં વધુ ઉજમાળ થા.” આમ સૂરિજીના ઉપદેશથી સંપ્રતિ રાજા ધર્મમાં વધુ સ્થિર થયા.
એક સમયે તેણે આચાર્ય ભગવંતને પૂછ્યું: “હે પૂજ્ય ! જૈન આગમોમાં છ અષ્ટાલિકા પર્વ કહ્યા છે. તો પણ લોકો જે દીવાળી પર્વ ઉજવે છે તે પર્વનો હેતુ શો છે? અને તે ક્યા કારણથી આટલું વિખ્યાત થયું છે?”
આચાર્ય શ્રી આર્યસુહસ્તિસૂરિએ સંમતિને દીવાળી પર્વનો આ પ્રમાણે ઈતિહાસ કહ્યો. “શ્રી વીર પ્રભુ દશમા દેવલોકમાંથી ચવ્યા. તેમનું ચ્યવન કલ્યાણક અષાઢ માસની સુદ