Book Title: Updesh Prasad Part 03
Author(s): Vishalsensuri
Publisher: Virat Prakashan Mandir

View full book text
Previous | Next

Page 266
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩ ૨૫૧ મેઘ વરસશે. પ્રથમ પુષ્કરાવર્ત નામે મેઘ પૃથ્વીના સર્વ તાપ દૂર ક૨શે. બીજો ક્ષીરોદ મેઘ સર્વ ઔષધિના બીજ ઉપજાવશે. ત્રીજો ધૃતોદ મેઘસર્વ ધાન્યાદિમાં રસ ઉત્પન્ન કરશે. ચોથો શુદ્ધોદક મેઘ સર્વ ઔષધિને પરિપક્વ કરશે અને પાંચમો રસોદક મેઘ પૃથ્વી ઉપર ઈક્ષુ વગેરેમાં રસ ઉપજાવશે. આ પાંચે મેઘ પાંત્રીસ દિવસ સુધી વરસશે. તેથી ધરતી પોતાની મેળે જ હરિયાળી બનશે. તેથી બીલમાં જઈ વસેલા સર્વ જીવો બહાર નીકળશે. અનુક્રમે બીજા આરાના અંત ભાગે મધ્ય દેશની પૃથ્વીમાં સાત કુલકર થશે.” તેમાં પ્રથમ કુલકર વિમળવાહન જાતિસ્મરણથી રાજ્ય વગેરેની સ્થાપના કરશે. તે પછી ત્રીજા આરાના નેવ્યાસી પખવાડીઆ ગયા પછી શતદ્વાર નગરમાં સાતમા કુલકર સુચિ નામે રાજાની ભદ્રા રાણીની કુક્ષિએ અવતરશે. આ જીવ એટલે શ્રેણિક રાજાનો જીવ નરકમાંથી નીકળી શ્રી વીર પ્રભુના ચ્યવવાના દિવસે અને તે જ સમયે અવત૨શે અને વીર પ્રભુના જન્મ દિવસે જ તેમનો જન્મ થશે. તે પ્રથમ તીર્થંકર શ્રી પદ્મનાભ થશે. શ્રી વીરપ્રભુ અને પદ્મનાભ પ્રભુના સમયનું અંતર શ્રી પ્રવચન સારોદ્વારમાં આ પ્રમાણે બતાવ્યું છે : “ચોરાસી હજાર વર્ષ, સાત વરસ અને પાંચ માસનો શ્રી વીરપ્રભુ અને શ્રી પદ્મનાભ પ્રભુના સમયનું અંતર જાણવું.” તેમનું નિર્વાણ કલ્યાણક દિવાળીના દિવસે થશે. બીજા તીર્થંકર સુરદેવ નામે થશે. તેમના શરીરનો વર્ણ, આયુષ્ય, લાંછન, દેહની ઊંચાઈ અને પંચકલ્યાણકના દિવસો શ્રી પાર્શ્વનાથ પ્રભુના પ્રમાણે થશે. શ્રી વીરસ્વામીના કાકા સુપાર્શ્વનો જીવ બીજા તીર્થંકર થશે. સુપાર્શ્વ નામે ત્રીજા તીર્થંકર શ૨ી૨ કાંતિ વગેરેમાં બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથના જેવા થશે. ત્રીજા તીર્થંકર સુપાર્શ્વનો જીવ એટલે શ્રેણિક રાજાના પૌત્ર ઉદાયનનો જીવ. પૌષધગૃહમાં વિનયરત્ન નામના અભવ્ય સાધુએ ઉદાયનનો વધ કર્યો હતો. એકવીસમા શ્રી નમિનાથ પ્રભુના જેવા ચોથા સ્વયંપ્રભ નામે તીર્થંકર થશે. પોટિલ મુનિનો આ આત્મા હશે. દંઢાયુ શ્રાવકનો જીવ પાંચમા સર્વાનુભૂતિ નામે તીર્થંકર થશે. તે વીશમા મુનિસુવ્રતસ્વામિ જેવા હશે. કાર્તિક શેઠનો જીવ દેવસુત નામે છટ્ઠા તીર્થંકર થશે. આ તીર્થંકર મલ્લિનાથ ભગવંત જેવા થશે પરંતુ તે સ્રીવેદે યુક્ત નહિ થાય. શંખ નામના શ્રાવકનો જીવ સાતમા ઉદય નામે તીર્થંકર થશે. ભગવતીમાં વર્ણવેલ તે આ શંખ શ્રાવક નહિ, પણ બીજા કોઈ શંખ નામે શ્રાવક છે. આ સાતમા તીર્થંકર અઢારમા અરનાથ ભગવંતના જેવા હશે. તે ચક્રવર્તી થશે એવું નક્કી નહિ. આનંદ નામનો શ્રાવક આઠમા પેઢાલ નામે તીર્થંકર થશે. સાતમા અંગમાં કહેલ છે તે આ આનંદ શ્રાવક નહિ. તે તો મહાવિદેહમાં સિદ્ધિને પામનાર છે. પેઢાલ પ્રભુ શ્રી કુંથુનાથ ભગવંત જેવા થશે.

Loading...

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276