________________
૨૫૦
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩
સાધ્વીઓની સંખ્યા આ પ્રમાણે હશે. દશ હજાર નવસો ને બાર કરોડ છપ્પન લાખ છત્રીસ હજાર એકસો ને નવ્વાણું ઉત્તમ સાધ્વીઓ થશે. સોળ લાખ, ત્રણ હજાર, ત્રણસો ને સત્તર કરોડ અને ચોરાસી લાખ શ્રાવકો થશે. પચ્ચીસ લાખ, બાણું હજાર પાંચસો ને બત્રીસ કરોડ ઉપર બાર શ્રાવિકાઓ થશે.
પાંચમા આરાને અંતે ઉત્પન્ન થનારા ચતુર્વિધ સંઘના નામ કાલસિત્તરી અનુસારે આ પ્રમાણે હશે: સ્વર્ગથી ઍવીને થયેલા દુપ્પસહસૂરિ નામે સાધુ, ફલ્ગશ્રી નામે સાધ્વી, નાગિલ શ્રેષ્ઠી નામે શ્રાવક અને સત્યશ્રી નામે શ્રાવિકા એ ચરમસંઘ જાણવો.
સંબોધસત્તરીમાં કહ્યું છે કે : “એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક અને એક શ્રાવિકા આજ્ઞાયુક્ત હોય તો તેને સંઘ જાણવો અને બાકીના આજ્ઞા રહિતને અસ્થિનો સંઘ જાણવો.” તે સમયે મુનિ દશવૈકાલિક, જિતકલ્પ, આવશ્યક, અનુયોગદ્વાર અને નંદિ એટલા સૂત્રના અભ્યાસી થશે. તેમને ઈન્દ્ર વંદના કરશે. આ સાધુઓ ઉત્કૃષ્ટપણે છઠ્ઠ તપ કરનારા થશે. દુપ્પસહસૂરિ બે હાથના હશે. બાર વરસ સુધી તે ગૃહસ્થાશ્રમમાં રહેશે. ચાર વરસ સુધી વ્રતધારી થઈ, ચાર વરસ આચાર્યપદ ધારણ કરી, અંતે અઠ્ઠમ તપ કરી કાળધર્મ પામી સાગરોપમના આયુષ્યવાળા દેવપણાને પામશે. ત્યાંથી ચ્યવને આ ભરતક્ષેત્રમાં જ મોક્ષને પામશે.
પાંચમા આરાના અંતે પૂર્વાલંકાળે શ્રત, સૂરિ, સંઘ અને ધર્મ વિચ્છેદ પામશે. રાજા વિમલવાહન, મંત્રી સુધર્મા અને ન્યાયધર્મ મધ્યાà નાશ પામશે અને અગ્નિ સાંજે નાશ પામશે. ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણથી તે વીશ હજાર ને નવસો વરસ, ત્રણ માસ, પાંચ દિવસ, પાંચ પહોર, એક ઘડી, બે પળ અને અડતાલીસ અક્ષર જેટલા સમય સુધી જૈનધર્મની પ્રવૃત્તિ રહેશે.
૨૦૯ ભાવિ જિનેશ્વર ભગવંતનું વર્ણન भाविनां पद्मनाभादिजिनानां प्राग्भवास्तथा ।
नामानि स्तूयंतेऽस्माभिः प्राप्य पूर्वोक्तशास्त्रतः ॥ “ભવિષ્યમાં થનાર પદ્મનાભ આદિ તીર્થકરોના પૂર્વભવ અને નામ પૂર્વોક્ત શાસ્ત્રથી જાણીને અહીં સ્તવવામાં આવે છે.”
ભાવિ જિનેશ્વર ભગવંતના પૂર્વભવ વગેરેનું સ્વરૂપ આ પ્રમાણે છે : “ઉત્સર્પિણીનો બીજો આરો શ્રાવણ વદી એકમે શરૂ થશે. ત્યારથી સાત સાત દિવસ સુધી અનુક્રમે પાંચ જાતિના