________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
૨૪૧
વાસુદેવાદિ ચાર પુરુષો થાય છે. ચોથા અર્ધચક્રીનું શરીર ઓગણત્રીસ ધનુષ્યનું અને આયુષ્ય પાંસઠ હજા૨ વરસનું હોય છે. બળદેવનું આયુષ્ય પંચ્યાશી હજાર વરસનું હોય છે.
આ ચાર પુરુષો કાળ કરી ગયા બાદ છઠ્ઠા તીર્થંકરના જન્મથી એક હજાર કોટિ વરસ વ્યતીત થતાં દિલ્લીનગરમાં સુવર્ણવર્ણી સાતમા તીર્થંકરનો જન્મ થાય છે. તે અવસરે તે જ નગરમાં ચક્રવર્તીનો પણ જન્મ થાય છે. આ બંનેનું શરીર ત્રીશ ધનુષ્યનું અને આયુષ્ય ચોરાશી હજાર વરસનું હોય છે.
સાતમા તીર્થંકર મોક્ષે ગયા બાદ તેમના જન્મથી એક હજાર કરોડ વરસે ન્યૂન પલ્યોપમના ચોથા ભાગ જેટલો સમય પસાર થતાં હસ્તિનાપુરમાં આઠમા તીર્થંકરનો જન્મ થાય છે. તેમના શરીરનું પ્રમાણ પાંત્રીસ ધનુષ્યનું, આયુષ્ય પંચાણુ હજા૨ વરસનું અને કાંતિ સુવર્ણ જેવી હોય છે. તે સમયમાં તે જ નગ૨માં ચક્રવર્તીનો પણ જન્મ થાય છે. તેમનું શરીર અને આયુષ્ય સાતમા તીર્થંકરના જેટલું જ હોય છે.
આઠમા તીર્થંકર મોક્ષે ગયા પછી તેમના જન્મથી અર્ધ પલ્યોપમનો સમય વીતતાં હસ્તિનાપુરમાં નવમાં તીર્થંકરનો જન્મ થાય છે. તેમના સમયમાં તે જ નગ૨માં આઠમા ચક્રવર્તી થાય છે. બંનેનું શરીર ચાલીશ ધનુષ્યનું અને આયુષ્ય એક લાખ વરસનું હોય છે. તે નિવૃત્તિ પામ્યા પછી કેટલાક સમયે હસ્તિનાપુરનગરમાં નવમા ચક્રવર્તી થાય છે. તેમનું શરીર સાડી એકતાલીશ ધનુષ્યનું અને આયુષ્ય ત્રણ લાખ વરસનું હોય છે. આ ચક્રવર્તીના નિધન બાદ કેટલાક સમયે સાવત્થીનગરીમાં દશમા ચક્રવર્તીનો જન્મ થાય છે. તેમનું શરીર સાડી બેંતાલીશ ધનુષ્યનું અને આયુષ્ય પાંચ લાખ વરસનું હોય છે.
દશમા ચક્રવર્તી થઈ ગયા બાદ નવમા તીર્થંકરના જન્મથી પોણા પલ્યોપમ ન્યૂન ત્રણ સાગરોપમે રત્નપુરનગરમાં સુવર્ણ કાંતિવાળા દશમા તીર્થંકર થાય છે. તેમનું શરી૨ પીસ્તાળીશ ધનુષ્યનું અને આયુષ્ય દશ લાખ વરસનું હોય છે. તેમના સમયમાં બલદેવાદિ ચાર પુરુષો થાય છે. આ પાંચમા વાસુદેવનું આયુષ્ય અને શરીર તે સમયના તીર્થંકર જેટલા હોય છે. જ્યારે બલદેવનું આયુષ્ય ત્રીશ લાખ વરસનું હોય છે.
દશમા તીર્થંકરના નિર્વાણ બાદ તેમના જન્મથી ચાર સાગરોપમ જેટલો સમય વીત્યા બાદ અયોધ્યાનગરીમાં અગિયારમા તીર્થંકરનો જન્મ થાય છે. તેમના શરીરની કાંતિ સુવર્ણ જેવી હોય છે. શ૨ી૨નું પ્રમાણ પચાસ ધનુષ્યનું હોય છે અને આયુષ્ય ત્રીસ લાખ વરસનું હોય છે. તેમના સમયમાં બલદેવ આદિ ચાર પુરુષો થાય છે. તેમાં અર્ધચક્રીના શરીર અને આયુષ્ય તે સમયના તીર્થંકર જેટલા હોય છે. બલદેવનું આયુષ્ય પંચાવન લાખ વરસનું હોય છે.
અગિયારમા તીર્થંકરના જન્મથી નવ સાગરોપમનો સમય વીત્યા બાદ કંપિલપુરનગરમાં બારમા તીર્થંકરનો જન્મ થાય છે. તેમના શરીરનું પ્રમાણ સાઠ ધનુષ્યનું અને આયુષ્યનું પ્રમાણ