________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
શુક્લધ્યાનના બીજા ભેદનું નામ એકત્વવિતર્કઅપ્રવિચાર છે. જીવના ગુણપર્યાયમાં આત્મા એક જ છે તેવું ચિંતન કરવું. મારો આત્મા-જીવ સિદ્ધસ્વરૂપમય છે એવું ધ્યાન ધરવું તે એકત્વવિતર્ક અપ્રવિચાર. આ અંગે પૂજ્ય પુરુષો કહે છે કે “એક દ્રવ્યને અવલંબી રહેલા અનેક પર્યાયોમાંથી એક પર્યાયનો જ આગમ અનુસારે વિચાર કરવો અને મન વગેરે યોગમાં પણ એકથી બીજાનો વિચાર જેમાં નથી તે એકત્વવિતર્કઅપ્રવિચાર નામે શુક્લધ્યાનનો બીજ ભેદ છે. આ ધ્યાન યોગની ચપળતા રહિત એક પર્યાયમાં ચિરકાળ પર્યંત ટકે છે. તેથી પવન વિનાના મકાનમાં દીપકની જેમ તેની સ્થિરતા થાય છે. આ બીજો ભેદ બારમા ગુણઠાણે સંભવે છે. આ ધ્યાનથી ઘનઘાતી ચાર કર્મનો ક્ષય કરી જીવ નિર્મળ એવા કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે. સયોગી કેવળી ગુણઠાણે ધ્યાનાંતરિકા થાય છે. તે જ્ઞાન વડે અનંત ધર્મવાળા સર્વ પદાર્થ જાણી શકાય છે. કહ્યું છે કે - ‘આ ત્રણ જગતમાં એવી કોઈ વસ્તુ નથી કે જે શ્રી જિનેશ્વર ભગવંત જાણતા નથી અને જોતા નથી. આથી જ અરિહંત ત્રણ જગતને પૂજ્ય થાય છે.”
૨૨૨
તીર્થંકરપદ પણ કેવળજ્ઞાન ઉત્પન્ન થયા છતાંય ભોગ્ય થાય છે. કહ્યું છે કે – “જિનેશ્વર ભગવંતે ત્રીજા ભવે જે તીર્થંકર નામકર્મ બાંધેલું છે તે તેમને વિપાકપણે ત્યારે જ ઉદયમાં આવે છે.”
પ્રભુને કેવળજ્ઞાન થાય છે ત્યારે ચોસઠ ઈન્દ્રો આવી પ્રભુનો જ્ઞાનકલ્યાણક મહોત્સવ ઉજવે છે. આ માટે વાયુકુમાર દેવો એક યોજન પ્રમાણ ભૂમંડળને શોધે છે. મેઘકુમારદેવતાઓ તે ભૂમિને સુગંધી જળથી સીંચે છે. છ ઋતુના અધિષ્ઠાયક દેવતા પુષ્પ વડે તે ભૂમિને પૂજે છે. વ્યંતર દેવતા ધરતીથી સવા કોશ ઊંચું સુવર્ણ રત્નમય પીઠ રચે છે. એ પછી ભવનપતિ દેવો પૃથ્વીથી દશ હજાર પગથિયા જેટલો ઊંચો સુવર્ણના કાંગરાવાળો રૂપાનો કિલ્લો કરે છે. એક એક પગથિયું એક હાથ પહોળું અને એક હાથ ઊંચું હોય છે, તેથી પહેલો ગઢ પૃથ્વીથી સવા કોશ ઊંચો થાય છે. તે રૂપાના કિલ્લાની ભીંત પાંચસો ધનુષ્ય પ્રમાણ જાડી અને તેત્રીશ ધનુષ્ય ને બત્રીસ આંગળ પહોળી હોય છે. આ કિલ્લામાં ચાર પુતળીઓ અને આઠ માંગલિકવાળા ચાર દ્વાર હોય છે. કિલ્લાના ચારે ખુણે જમીન પર ચાર વાપિકા રચે છે. પહેલા ગઢના પૂર્વ દ્વાર ઉપર તુંબર નામે દેવ દ્વારપાળ હોય છે, દક્ષિણદ્વારે ષટ્વાંગ નામે દેવ દ્વારપાળ હોય છે, પશ્ચિમ દ્વારે કપાળી નામે દેવ દ્વારપાળ હોય છે અને ઉત્તરદ્વારે જટામુગુટધારી નામે દેવ દ્વારપાળ હોય છે. પહેલા ગઢની મધ્યમાં ચારે દ્વાર પાસે સરખી ભૂમિ હોય છે. આ ગઢની અંદર દેવતાઓના તથા મનુષ્યોના વાહનો રહે છે.
બીજો સુવર્ણનો ગઢ રત્નમય કાંગરાથી રચે છે. આ ગઢ પાંચસો પગથિયા જેટલો ઊંચો હોય છે. આ ગઢના પૂર્વદ્વારે હાથમાં અભયમુદ્રા ધરનારી શ્વેત વર્ણની જયા નામે બે દેવીઓ રહે છે. દક્ષિણ દ્વારે રત્ન જેવા વર્ણવાળી વિજયા નામે બે દેવી હાથમાં અંકુશ લઈને ઉભી રહે છે. પશ્ચિમ દ્વારે પીળા વર્ણવાળી અને હાથમાં પારા ધરનારી અજિતા નામે બે દેવી રહે છે અને ઉત્તર