________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
૨૩૩
સમ્યક્ત્વવાળા જીવો ચારે ય ગતિમાં જોવા મળે છે. દેશવિરતિ જીવો તિર્યંચ અને મનુષ્યમાં જોવા મળે છે. પરંતુ સર્વવિરતિ જીવો તો માત્ર મનુષ્ય ગતિમાં જ હોય છે.
આમ ભગવંતની વાણી સાંભળીને ભવ્ય જીવોએ વિરતિ પ્રાપ્ત કરવા સદાય પ્રવૃત્તિશીલ રહેવું જોઈએ. વિરતિથી નિયમ કરવાથી જીવોને લોકોત્તર અને અક્ષય એવી સિદ્ધગતિ મળે છે.
••
૨૦૪
શાલિકણ સંબંધ
शालिक संबंधोऽत्र, धार्यो व्रताभिलाषिभिः । भवेज्जीवविशेषण, चतुर्द्धा व्रतविस्तरः ॥
ભાવાર્થ :- વ્રતના અભિલાષીઓએ શાલીકણ (ચોખાના દાણા)નો પ્રસંગ નજર સમક્ષ રાખવો. કારણ જીવના વિશેષ વડે વ્રતનો વિસ્તાર ચાર પ્રકારે પરિણમે છે.
શાલી-કણ સંબંધી કથા
મગધની રાજધાની રાજગૃહીમાં ધન અને ધારણીનો સુખી સંસાર હતો. તેમને ધનપાલ, ધનદેવ, ધનગોપ અને ધનરક્ષિત નામે ચાર પુત્રો હતાં. આ ચારેય પુત્રોને ધામધૂમથી પરણાવ્યા હતાં. તે દરેકની પત્ની એકબીજાથી ચડિયાતી અને ગુણિયલ હતી. ઉજ્ડિકા ધનપાલની, ભક્ષિકા ધનદેવની, રક્ષિકા ધનગોપની અને રોહિણી ધનરક્ષિતની પત્ની હતી.
ધનશેઠ અને ધારણી બંને વિચાર કરતા હતા કે આ ચાર વહુઓમાંથી કઈ વહુને ઘરની બધી જવાબદારી સોંપવી ? અને ધનશેઠે તે ચારેયની પરીક્ષા લેવાનું નક્કી કર્યું.
એક સવારે ધનશેઠે ચારેય પુત્રવધૂઓને બોલાવી અને તે દરેકને અખંડ ચોખાના પાંચ પાંચ દાણા આપ્યા અને કહ્યું : “આ દાણા આજે હું તમને આપું છું. મારે જોઈશે ત્યારે હું તે પાછા માંગીશ.”
પુત્રવધૂઓ દાણા લઈ પોતપોતાના ખંડમાં જતી રહી. ઉજ્ઞિકાએ વિચાર્યું : “સસરાની સાઠે બુદ્ધિ નાઠી લાગે છે. બધાની હાજરીમાં આપ્યું તો ચોખાના ગણીને પાંચ દાણા જ? શું કરું તેનું ?” એમ વિચારી તેણે એ દાણા ફેંકી દીધાં. એ સમયે તે બબડી કે “ફી માંગશે ત્યારે એવા જ બીજા દાણા આપીશ.'
ભક્ષિકાએ દાણા ફેંકી દેવાના બદલે તે દાણા જ ખાઈ ગઈ અને બબડી : “માંગશે ત્યારે બીજા દાણા લાવી આપીશ.”