________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
૨૩૫
આ કથામાં ગૂઢાર્થ સમાયેલો છે. આ એક રૂપક છે. કથામાના પાત્રો વગેરે સંસારની સમજ આપે છે. રાજગૃહ નગર તે મનુષ્યભવ. ધનશેઠ તે ગુરુ. ચાર પુત્રવધૂઓ તે ચાર શિષ્યો. ચોખાના પાંચ દાણા તે પાંચ મહાવ્રત, સ્વજનો તે ચતુર્વિધ સંઘ.
પહેલી વહુએ ચોખા ફેંકી દીધા તે મહાવ્રતને ફેંકી દેનાર-તેનો ત્યાગ કરનાર સમજવું. બીજી વહુ જેવા મુનિઓ વ્રત લઈને માત્ર આજીવિકા કરનારા અને તપસ્યા કરનારા સમજવાં. ત્રીજી વહુએ જેમ દાણા સાચવીને રાખ્યા તેમ મુનિએ પાંચ મહાવ્રતનું રક્ષણ કરવું જોઈએ. અતિચારથી તેને રક્ષિત રાખવા જોઈએ. પરંતુ મુનિઓએ તો રોહિણીની જેમ પાંચ મહાવ્રતની ઉત્કટ આરાધના કરવી જોઈએ.
આ અંગે ચાર દષ્ટાંત છે. પ્રથમ સ્ત્રીનું દૃષ્ટાંત કુંડરિક મુનિ છે. બીજીનું દૃષ્ટાંત તુમકઋષિ અથવા આધુનિક વેષધારી મુનિઓ છે. ત્રીજીનું દૃષ્ટાંત મનક મુનિ છે અને ચોથીનું દષ્ટાંત ગૌતમાદિ મુનિઓ છે.
આ કથામાંથી પ્રેરણા લઈ શ્રાવકોએ પણ લીધેલ વ્રતના પરિણામને વધુ ને વધુ વિસ્તારવો જોઈએ. ભાવનાને વધુ ને વધુ ઊંચે લઈ જવી જોઈએ.
૨૦૫ ભગવંતના નિર્વાણ કલ્યાણકનું વર્ણન देशना विविधां दत्वा, निजायुःप्रांतदेशके ।
पुण्यक्षेत्रे जिनाः सर्वे कुर्वत्यनशनादिकम् ॥ “બધા જિનેશ્વર ભગવંત વિવિધ પ્રકારની દેશના આપી પોતાના આયુષ્યના અંતકાળે પુણ્યક્ષેત્રમાં જઈ અનશનાદિ કરે છે.”
આયુષ્ય પૂરું થવાનો સમય એકદમ નજીક આવતાં શ્રી જિનેશ્વર ભગવંત અનશનઆહારનો ત્યાગ કરે છે. ઉપવાસનું તપ કરીને ભગવાન સૂક્ષ્મક્રિયા અનિવૃત્તિ ધ્યાન ધરે છે. શુકુલધ્યાનનો આ ત્રીજો પ્રકાર છે. આ પ્લાન યોગનિરોધનું નિમિત્ત છે.
આ ધ્યાનથી કેવળી ભગવંતને તન અને મનની સ્થિરતા થાય છે. કેવળી ભગવંત શુકલધ્યાનના આ ત્રીજા પ્રકારથી તરતમાં પર્યાપ્તપણે પામેલા. પર્યાપ્ત સંજ્ઞિ જીવનો તે સમયે જેટલો મનોયોગ સ્થિર થયો હોય તેનાથી અસંખ્યાતપણે મનને અવારનવાર સંધીને કેવળી અસંખ્યાત સમયે મનોયોગને સંધે છે તેમજ તરતમાં પર્યાપ્તપણે પામેલા પર્યાપ્તા બેઈન્દ્રિયને જેટલા પ્રમાણનો જઘન્ય વચનયોગ હોય તેના અસંખ્યાતમા ભાગ જેટલો વચનયોગ સમયે સમયે સંધી અસંખ્યાત