________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
રક્ષિકાએ ન દાણા ફેંકી દીધા, ન તે ખાઈ ગઈ. તેને થયું ઃ સસરા આમ દાણા ન આપે તે આપવા પાછળ જરૂર તેમનો કોઈ હેતુ હોવો જોઈએ. આથી રક્ષિકાએ સોનાની દાબડીમાં તે પાંચ દાણાને સાચવીને મૂકી દીધાં.
૨૩૪
રોહિણી પાંચ દાણાને જોઈ ગંભીર વિચાર કરવા લાગી. સસરાની બુદ્ધિ અને શાણપણ માટે તેને અનહદ માન હતું. તે સમજી ગઈ કે સસરાએ કોઈ મહાપ્રયોજન માટે આ દાણા આપ્યા હોવા જોઈએ. ખૂબ વિચારને અંતે જ તેમણે માત્ર ગણીને પાંચ દાણા આપ્યાં છે. આથી તેણે એ દાણાનો સુંદ૨માં સુંદર ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો.
રોહિણીએ એ દાણા પોતાના પિયર ભાઈઓને મોકલી આપ્યાં. સાથે સંદેશો મોકલ્યો ઃ “આ દાણા મૂલ્યવાન છે. તેને ખેતરમાં વાવજો.” સંદેશો ને ચોખા મળતાં ભાઈઓએ તે ચોખા વાવ્યાં. તેની યોગ્ય માવજત કરી. વર્ષા આવી. ધરતીમાં ધરબાયેલા પાંચ દાણા હજારો દાણારૂપે ઉગી નીકળ્યાં. એ જ દાણામાંથી બીજા વરસે બીજા દાણા વાવ્યાં. પાંચ વરસમાં તો ગોદામોના ગોદામ ભરાય તેટલા ચોખા થઈ ગયાં.
“પાંચ વરસે ધનશેઠે ચારેય પુત્રવધૂઓને બોલાવી આપેલ દાણા પાછા માંગ્યાં. પહેલી પુત્રવધૂએ તુરત જ દાણા લાવી આપ્યાં. એ જોઈ કહ્યું : “વત્સે ! આ તો બીજા દાણા છે. મેં તને આપ્યા હતા તે દાણા ક્યાં છે ?”
એ તો મેં ફેંકી દીધાં. પ્રથમ પુત્રવધૂનો આવો જવાબ સાંભળી ધનશેઠે મનમાં નક્કી કર્યું કે આ પુત્રવધૂને વસ્તુની કિંમત નથી. તેણે દાણા ફેંકી દીધાં. આથી તેને ઘરકામ સોંપવું જોઈએ. તેની પાસે વાસીદુ-કચરો વગેરે કામ કરાવવું જોઈએ.
બીજી પુત્રવધૂએ કહ્યું : “તાત. હું તો એ દાણા ખાઈ ગઈ.” ધનશેઠે વિચાર્યું : “આને રસોડું સોંપવું જોઈએ.”
ત્રીજીએ મૂળ દાણા પાછા આપ્યાં. તે જોઈ ધનશેઠને લાગ્યું કે આ સ્ત્રી ઘરરખ્ખુ છે. તેને ઘરના રક્ષણનું કામ સોંપવું જોઈએ. તેના હાથમાં ઘરની સંપત્તિ અને સમૃદ્ધિ સલામત રહેશે.” રોહિણી પાસે દાણા માંગ્યા તો તેણે કહ્યું : “પિતાજી ! એ દાણા આપવા માટે તો મારે ગાડાં મંગાવવા પડશે.”
“પાંચ દાણા લાવવા માટે ગાડાં જોઈશે ? તું કંઈ ગાંડી તો નથી થઈ ગઈ ને ?”
“હું ગાંડી થઈ ગઈ છું કે નહિ તે મને ખબર નથી. પણ પિતાજી ! આ દાણા લાવવા માટે તો ગાડાંની જરૂર પડશે જ.” એમ કહી તેણે માંડીને બધી વાત કરી.
ધનશેઠ રોહિણી પર ખુશ થઈ ગયાં. તેની બુદ્ધિ માટે તેમને માન થયું અને શેઠે તેને ઘરની તમામ જવાબદારી સોંપી દીધી.