________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૩
૩૩૧ મૂળ વડે વીંટળાઈ વળે છે. તેથી તેમને પરિગ્રહનું પાપ લાગે છે. બીજું વૃક્ષોને બાહ્યથી એકેન્દ્રિયપણું હોય છે. પણ ભાવથી પંચેન્દ્રિયપણાનો સદ્ભાવ હોય છે. તેમને આહાર, ભય, પરિગ્રહ, મૈથુન, ક્રોધ, માન, માયા, લોભ, લોક અને ઓઘ એ દસ સંજ્ઞાથી પણ કર્મનો બંધ થાય છે.
વૃક્ષને આ સંજ્ઞાઓ આ પ્રમાણે હોય છે. વૃક્ષોને જળાદિ આહાર તે આહારસંજ્ઞા, લજ્જાળુ વેલ વગેરે ભયથી સંકોચાય છે તે ભયસંજ્ઞા, પોતાના તંતુઓથી વેલાઓ વૃક્ષને વીંટળાય છે તે પરિગ્રહ સંજ્ઞા, સ્ત્રીના આલિંગનથી કુરબક વૃક્ષ ફળે છે તે મૈથુન સંજ્ઞા, કોકનદ કમળ કોઈ સાથે અથડાય ત્યારે હુંકારો કરે છે તે ક્રોધ સંજ્ઞા, રૂદંતિ વેલ ઝર્યા કરે છે તે માનસંજ્ઞા, લતા પત્ર પુષ્પફળાદિકને ઢાંકે છે તે માયાસંજ્ઞા, બીલ્લી તથા પલાશના વૃક્ષ દ્રવ્ય ઉપર મૂળિયા નાંખે છે એ લોભસંજ્ઞા, રાત્રે કમળ સંકોચ પામે તે લોકસંજ્ઞા અને વેલડીઓ માર્ગને તજીને વૃક્ષ ઉપર ચડે છે તે ઓળસંજ્ઞા. વનસ્પતિકાય જીવોની જેમ પૃથ્વીકાયના જીવોને પણ આમ અવિરતિદોષ લાગે છે.
હડતાળ, સોમલ, ખાર વગેરેથી વિકસેન્દ્રિય, તિર્યંચ તથા માણસનું મોત નીપજે છે. આથી એ હિંસા અને કૂવામાં રહેલો પારો અશ્વ ઉપર સવાર થઈને આવેલ સ્ત્રીનું મોં જોઈને તે ઉછળે છે અને તેની પાછળ દોડે છે. આમ તે કામવાસનાનું સૂચન કરે છે. અહીં બાકીનું અગાઉ બતાવ્યા પ્રમાણે સમજવાનું છે.
જળ પણ ક્ષાર પ્રમુખના વિશેષપણાથી તેમજ માધુર્યથી પણ પૃથ્વીકાય વગેરેના જીવોને હણે છે. નદીઓના પૂરથી ઘણાં માણસો અને પશુઓના અકાળ મોત થાય છે.
અગ્નિ તાપ તથા શોષણથી જળના જીવોને હણે છે. તે ચારે તરફ ધારવાળા શસ્ત્રરૂપ છે.. તેનામાં બાળી નાંખવાની શક્તિ છે. આથી આગની લપેટમાં જે કોઈ આવે તેને તે હણી નાંખે છે.
એ જ પ્રમાણે વાયુ પણ ઉણ થઈ શીત પ્રમુખ વાયુના જીવોને હણે છે. દીપક વગેરેમાં રહેલા અગ્નિકાયના જીવોને હણે છે. આ ઉપરાંત વંટોળ, વાવાઝોડા વગેરેથી પણ મરણ થાય છે. આ પ્રમાણે એકેન્દ્રિય જીવને પાંચ આશ્રવાદિનું અવિરતપણું રહેલું છે.
પૂરા, શંખ વગેરે બેઈન્દ્રિય જીવો જીવનો જ આહાર કરે છે. જુ, કીડી, માંકડ અને ખજૂરા વગેરે તેઈન્દ્રિય જીવો પણ જીવનો આહાર કરે છે. કાનખજૂરો કાનમાં પ્રવેશી પારાવાર વેદના આપે છે. ચૌરિન્દ્રિય વીંછી, ભમરી વગેરે જીવો પણ ઈયળ વગેરે જીવોને હણે છે. મચ્છર વગેરે હાથીના કાનમાં પેસી જાય તો હાથીને અને સિંહના નાકમાં પેસી જાય તો સિંહને હણી નાંખે છે.
પંચેન્દ્રિય જીવોમાં મત્સ્ય વગેરે જળચર પ્રાણી મલ્યનો જ આહાર કરે છે. વાઘ, સિંહ, સાપ વગેરે સ્થળચર પ્રાણી પણ માંસાહાર કરે છે. બાજ, ગીધ વગેરે ખેચર પ્રાણીઓ પણ મોટા ભાગે હિંસક હોય છે. આ બધા જીવોમાં કામવાસના તો રહેલી જ હોય છે. તેમની અહિંસાદિ જનિત ગતિ પણ થાય છે. કહ્યું છે કે - “સ્થાવર તથા વિકસેન્દ્રિય સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા તિર્યંચ અને મનુષ્યમાં અવતરે છે.”