________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩
૨૦૩ સમવસરણમાં જિનેશ્વર ભગવંતની દેશના बहवोऽविरता जीवास्तेभ्योऽल्पास्तु सुदृष्टयः ।
स्वल्पतरास्ततः श्राद्धाः साधवोऽल्पतमास्तथा ॥ ભાવાર્થ - જગતમાં ઘણાં જીવો તો અવિરત છે. તેનાથી ઘણાં અલ્પ જીવ સમ્યકત્વધારી હોય છે. તેમનાથી અતિ અલ્પ દેશવિરતિ (શ્રાવક) હોય છે અને તેમનાથી પણ ઘણાં જ અલ્પ સર્વવિરતિ (સાધુ) હોય છે.
અવિરત એટલે બાર પ્રકારની વિરતિથી રહિત હોય તેવા જીવ. આ સકળ વિશ્વમાં આવા જીવોની સંખ્યા વધુ હોય છે. કારણ કે સમસ્ત જગતમાં મિથ્યાત્વી જીવોનું જ પ્રમાણ વધુ હોય છે. મન અને પાંચ ઈન્દ્રિયોનો અનિયમ એ છ અને છ કાયના જીવોનો વધ તે છે. એમ બાર પ્રકારની અવિરતિ છે. આવા નિયમ વિનાના અને છ કાયના જીવોની હિંસા કરનારા જીવો જગતમાં ઘણાં હોય તે સહજતાથી સમજી શકાય તેમ છે. આવા જીવો કરતા સમ્યધારી જીવો અલ્પ હોય છે. તેનાથી ય અલ્પ જીવો દેશવિરતિ શ્રાવકો હોય છે. આવા શ્રાવકો અવિરતિના નિયમથી રહિત પરંતુ બારમા ત્રસકાય જીવને હણવાનો તેણે નિયમ લીધો હોય છે. આથી તેઓ એક વિરતિના કારણે દેશવિરતિ કહેવાય છે અને જગતમાં સૌથી ઓછી સંખ્યા સર્વવિરતિ સાધુઓની હોય છે.
આ સંસારમાં જીવોની ચાર પંક્તિઓ છે. પ્રથમ પંક્તિમાં સર્વ એકેન્દ્રિય પ્રમુખ જીવો છે. આ બધા જીવો અવિરતિ પંક્તિના છે. એકેન્દ્રિય જીવો પાંચ આશ્રવથી અટક્યા નથી. આથી તેનાથી તેઓને કર્મબંધ થાય છે. આથી તેમને વિરતિ કહેવાય નહિ. દા.ત. એક માણસ સૂતો છે અથવા તે બેભાન છે. આ અવસ્થામાં તે કોઈની હિંસા નથી કરતો. આથી જ તેને વ્રતી ન કહેવાય. કારણ કે તેનામાં વિરતિના પરિણામનો અભાવ છે. તે જ પ્રમાણે મૂંગો અસત્ય બોલતો નથી, અપંગ ચોરી નથી કરતો, નપુંસક મૈથુન સેવતો નથી. આથી આ બધાને વ્રતી ન કહેવાય. મૂંગાને સત્યવાદી તરીકે સ્વીકારાય નહિ અને નપુંસકને બ્રહ્મચારી ગણાય નહિ. આ પ્રમાણે એકેન્દ્રિય જીવને પણ સમ્યકત્વાદિના અભાવથી અવિરત જાણવાં. કહ્યું છે કે “એકેન્દ્રિયને બીજું સાસ્વાદન ગુણઠાણું પણ ન હોય.” એ જ રીતે વિકસેન્દ્રિય અને સંમૂ૭િમ પંચેન્દ્રિય આદિ જીવોને પણ અવિરતિ ગણવાં. કારણ ત્યાં સાસ્વાદન ગુણઠાણું હોય છે. પરંતુ તેની સ્થિતિ માત્ર છ આવલિકા સુધીની જ હોય છે.
હિંસાઃ વૃક્ષ પ્રમુખ પોતપોતાના આહાર તરીકે પાણી, પવન વગેરે સચિત્ત વસ્તુને લે છે, તેનો તેઓ ઉપયોગ કરે છે આથી તેઓ પાણી અને પવનની સ્પષ્ટ વિરાધના કરે છે. કહ્યું છે કે
ઉ.ભા.-૩-૧૬