________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
mundo
૨ ૨૭ સમવસરણમાં પ્રભુના રૂપ : પૂર્વ દિશાએ પ્રભુ મૂળરૂપે બિરાજે છે અને બીજી ત્રણ દિશાઓમાં દેવતાઓ પ્રભુના મહિમાથી ભગવંતના જેવા જ ત્રણ બીજા રૂપ કરે છે. આ રૂપ કૃત્રિમ છે કે અકૃત્રિમ તે કળી શકાતું નથી. આ રૂપો આબેહૂબ મૂળ રૂપ જેવાં જ હોય છે. આમ થવામાં શ્રી જિનેશ્વર ભગવંતનો અચિંત્ય મહિમા જ છે. નહિ તો તમામ દેવતાઓ ભેગા થાય તો પણ ભગવાનનો એક અંગુઠો પણ અસલ સ્વરૂપમાં બનાવી શકે નહિ. શ્રી ભક્તામર સ્તોત્રમાં આ અંગે કહ્યું છે કે –
“હે ત્રિભુવનમાં અદ્વિતીય તિલક રૂપ પ્રભુ ! શાંત રાગ રૂચિવાળા જે પરમાણુઓથી તમે નિર્માણ થયેલા છો તે પરમાણુ પૃથ્વીમાં તેટલાં જ છે. આથી તમારા જેવું તો રૂપ આ પૃથ્વીમાં બીજા કોઈનું ય નથી.”
શ્રી આવશ્યક નિર્યુક્તિમાં પણ પ્રભુનાં સ્વરૂપનું વર્ણન કર્યું છે. “અરિહંતનું સ્વરૂપ વાણીથી અકથ્ય છે. તેથી અનંતગુણહીન એવું ગણધરનું રૂપ હોય છે. તેમનાથી આહારક શરીર અનંત ગુણહીન હોય છે. તેનાથી અનંત ગુણહીન અનુત્તર વિમાનના દેવતાઓનું શરીર હોય છે. તેથી અનુક્રમે ઉતરતાં ઉતરતાં વ્યંતર દેવતા સુધીનું શરીર અનંત અનંત ગુણહીન હોય છે. તેમનાથી અનંત અનંત ગુણહીન અનુક્રમે ચક્રવર્તીનું, વાસુદેવનું, બલદેવનું અને મંડલિક રાજાનું હોય છે. આથી બાકી રહેલા રાજાઓ અને સર્વ લોકોના શરીરમાં પરસ્પર છ સ્થાન પડે છે. અનંત ભાગહીન, અસંખ્યાત ભાગહીન, સંખ્યાત ભાગહીન, સંખ્યાત ગુણહીન, અસંખ્યાત ગુણહીન અને અનંત ગુણહીન.”
સમવસરણમાં પર્ષદાના સ્થાન : દેશના સાંભળવાની સ્પૃહાવાળી અને મન, વચન, કાયાના પ્રશસ્ત યોગથી પ્રકાશિત એવી બાર પર્ષદા સમવસરણમાં પોતપોતાના સ્થાનકે બેસે છે. જયેષ્ઠ અને બીજા ગણધરો પ્રભુની સમીપે પણ અગ્નિ ખૂણામાં સૌની આગળ બેસે છે. કેવળી. શ્રમણો ભગવંતને ત્રણ પ્રદક્ષિણા કરી, તીર્થને વાંદી, પોતાનું ગૌરવ સાચવીને પદસ્થ ગણધરોની પાછળ બેસે છે. કેવળીઓ પ્રભુને વંદન કરતા નથી. આ માટે કહ્યું છે કે –
कृतकृत्यतया तादृक् कल्पत्वाच्च जिनेश्वरान् ।
न नमस्यंति तीर्थं तु नमत्यर्हन्नमस्कृतम् ॥ તેઓ કેવળીપણું પામી કૃતકૃત્યતાને પામેલા હોવાથી તેમજ પોતાનો તેવો આચાર છે તેથી તીર્થકરને વાંદતા નથી પણ અહત નમેલા એવા તીર્થને વાંદે છે.” આ અંગે ધનપાળે શ્રી ઋષભસ્તોત્રમાં પણ કહ્યું છે કે – “હે પ્રભુ ! તમારી સેવાથી મોહ નાશ પામે એમાં કોઈ જ શક નથી, પરંતુ કેવળી અવસ્થામાં તમને વંદના નથી થઈ શકતી તેથી મને રંજ થાય છે.”
કેવળીની પાછળ લબ્ધિવાળા અને લબ્ધિ વિનાના સર્વ સાધુઓ અરિહંત, તીર્થ અને ગણધર આદિને નમીને અનુક્રમે વિનયથી બેસે છે. તેમની પાછળ વૈમાનિક દેવતાની દેવીઓ અરિહંત આદિને પ્રણમીને બેસે છે અને તેમની પાછળ સાધ્વીઓ બેસે છે. આ ત્રણ પર્ષદા પૂર્વ