________________
૨૨૬
- ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૩ આઠમીને કહ્યું: “તે સ્ત્રી પાલી નથી.” અર્થાત્ તે ચાલીને નથી આવી તેથી તે થાકી નથી
ગઈ.
નવમીને કહ્યું : “દાન દેવાની આજે પાલી (વારો) નથી.” દસમીને કહ્યું: “પાળ બાંધેલી (પાલી) નથી તેથી જળપ્રવાહમાંથી પાણી વહ્યું જાય છે.” અગિયારમીને કહ્યું: “મારા માથામાં પાલી (જુ) નથી તેથી ચોટલો બાંધેલો છે.” બારમીને કહ્યું : “કાન વાળ્યો નથી તેથી કુંડલ કેવી રીતે પહેરાય?” તેરમીને કહ્યું: “આ જંગલમાં ચોર લોકોની પાલી (વસ્તી) નથી તેથી કોઈ ભય નથી.” ચૌદમીને કહ્યું: “મારે ખોળો (પાલી) નથી તેથી ફળ શેમાં લઉં?”
પંદરમીને જવાબ આપ્યો કે : “અહીં કોઈ આડશ (પાલી) બાંધેલી નથી તેથી બધી બકરીઓ શી રીતે ગણી શકાય?
પુષ્પવતીના આ એક જ જવાબથી બધી જ સ્ત્રીઓને પોતાનો જવાબ મળી ગયો. સામાન્ય માણસમાં પણ આ પ્રમાણે એક જ શબ્દ કે વાક્યમાં ભિન્ન પ્રશ્નોના જવાબ આપવાની બુદ્ધિ હોય તો કેવળજ્ઞાની ભગવંતમાં તો તેવું સામર્થ્ય કેટલું બધું હોય છે.
અહંતનું એક વચન સમકાળે અનેક લોકોની સંશયશ્રેણિને એકી સાથે હરી લે છે તે ઉપર બુઢણ આહિરની સ્ત્રીઓનું દષ્ટાંત સાંભળીને વિચારવું કે તેમાં કોઈ જ આશ્ચર્ય નથી.”
૨૦૨ પ્રભુની દેશના સમયનું વર્ણન जिनवाक्यात्प्रबुद्धा ये दीक्षां गृह्णति ते मुदा ।
तेषु गणिपदार्हास्तान् यच्छति त्रिपदी जिनाः ॥ “જિનેશ્વર ભગવંતની વાણીથી પ્રતિબોધ પામનાર હર્ષથી દીક્ષા લે છે. તેમાંથી જે ગણિપદને યોગ્ય હોય તેમને શ્રી ભગવંત ત્રિપદી આપે છે.”
ગણિપદને યોગ્ય મુનિઓ ત્રિપદીનું અધ્યયન કરી મુહૂર્ત માત્રમાં બુદ્ધિબીજ પ્રાપ્ત કરીને દ્વાદશાંગી રચે છે. પછી જિનેશ્વર ભગવંત તેમને ગણધરપદ આપે છે. ગણધર ભગવંતો સૂત્રની રચના કરે છે. અરિહંત ભગવંત તો પ્રાયઃ અર્થ જ કહે છે. ભવ્યજનોના ઉપકાર માટે ગણધરો સૂત્ર રચે છે.