________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩ દ્વારે નીલ વર્ણવાળી અને હાથમાં મગર નામે શસ્ત્ર ધરનારી અપરાજિતા નામે બે દેવી રહે છે. પચાસ ધનુષ્ય પ્રમાણે તે ગઢમાં ગયા પછી પણ સમાન ભૂમિ હોય છે. તે ગઢમાં સિંહ, વાઘ, મૃગ વગેરે તિર્યંચો રહે છે. અહીં ઈશાન દિશામાં દેવછંદો રચવામાં આવે છે. વ્યાખ્યાનના ઉત્તરકાળે દેવતાઓએ સેવેલા પ્રભુ તે ઉપર આવીને બેસે છે.
તેની ઉપર પાંચ હજાર સોપાન ચઢીએ ત્યારે પૂર્વની જેટલી ભીંતની જાડાઈના તથા ઊંચાઈના પ્રમાણવાળો અને ચાર દ્વારવાળો મણિમય કાંગરાથી સુશોભિત રત્નનો ત્રીજો ગઢ દેવતાઓ રચે છે. તેના પૂર્વદ્યારે સોમ નામે પીત વર્ણવાળો વૈમાનિક દેવ હાથમાં ધનુષ્ય લઈ દ્વારપાળ થઈને રહે છે. દક્ષિણમાં હાથમાં દંડ ધરનાર ગૌરવર્ણ યમ નામે વ્યંતર દેવતા ઊભો રહે છે. પશ્ચિમમાં રક્તવર્ણ પાશધારી વરૂણ નામે જ્યોતિષી દેવ રહે છે અને ઉત્તરમાં શ્યામવર્ણી કુબેર નામે ભવનપતિ દેવ હાથમાં ગદા લઈને દ્વારપાળ બની ઊભો રહે છે.
આ રત્નમય ગઢની વચમાં સરખી ભૂમિનું પીઠ હોય છે. તે એક કોશ અને છસો ધનુષ્ય પ્રમાણ વિસ્તારવાળું હોય છે. એટલું જ વિસ્તારનું માપ પહેલા, બીજા, ત્રીજા કિલ્લાના મધ્ય ભાગનું પણ બંને પાસાનું મળીને જાણવું. આ માપ આ પ્રમાણે હોય છે. રૂપાના ગઢમાં પ્રવેશ્યા પછી ૫૦ ધનુષ્ય પ્રતર છે અને તેની આગળ બારસો ને પચાસ ધનુષ્યમાં પાંચ હજાર સોપાન એક હાથ પ્રમાણના છે. એવી રીતે બંને મળીને તેરસો ધનુષ્ય એક તરફ રૂપાના તથા સુવર્ણના ગઢનું અંતર હોય છે. તે પ્રમાણે બંને પાર્શ્વનો વિસ્તાર એકત્ર કરતાં એક કોશ અને છસો ધનુષ્યનું માપ થાય છે. આમ ત્રણ ગઢના મધ્ય ભાગના વિસ્તારનું માપ કુલ્લે ત્રણ કોશ અને અઢારસો ધનુષ્ય થાય છે. તેમાં ત્રણ ગઢની બે બાજુ મળીને છ ભીંતો થાય છે. તે દરેક ભીંતનો વિસ્તાર તેત્રીશ ધનુષ્ય અને બત્રીશ આંગળ હોય છે. તેથી તેત્રીસ ધનુષ્યને છ ગુણા કરતા એકસો અઠ્ઠાણું ધનુષ્ય થાય છે અને બત્રીસ આંગળને છ ગુણા કરતાં એક્સો બાણું આંગળ થાય છે. તેને પૂર્વના અઢારસોમાં ભેળવતાં એક કોશ થાય છે. તે કોશમાં ત્રણ કોશ મેળવતાં એક યોજન થાય. આમ એક યોજનાનું ગોળાકાર સમવસરણ હોય છે.
આ સમવસરણમાં ચારે દિશાએ પ્રથમ દસ હજાર સોપાન હોય છે. તે યોજનની બહાર સમજવા. પ્રભુના મધ્યબિંદુના બહારના સોપાન પર્વતની ભૂમિ બંને તરફ સવા ત્રણ ત્રણ કોશ હોય છે. આ સમવસરણ ધરતીથી અદ્ધર કરવામાં આવે છે. તેમાં ઊંચે ઊંચે સોપાનની રચના કરેલી હોય છે. આ પ્રમાણે ગોળાકાર સમવસરણ ગોઠવાય છે. ચોરસ સમવસરણનું સ્વરૂપ લોકપ્રકાશ ગ્રંથમાંથી જાણી લેવું.
ત્રીજા ગઢમાં જે પ્રથમ સરખું ભૂતળ કહ્યું તેની મધ્યમાં મણિરત્નમય પીઠ પ્રભુના દેહ પ્રમાણે ઊંચું, ચાર દ્વારવાળું અને ચારે દિશામાં સોપાનવાળું હોય છે. લંબાઈ અને પહોળાઈમાં બસો ધનુષ્ય પ્રમાણ છે અને પૃથ્વીથી અઢી કોશ ઊંચું હોય છે. આ અંગે કહ્યું છે કે “એકેક હાથ ઊંચા વીશ હજાર પગથિયા ચડ્યા પછી પ્રભુનું સિંહાસન આવે છે, તેથી જમીનથી તે અઢી કોશ