________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
૨૨૧
ઉપલી બાંહ્ય ઈશાનેન્દ્ર વહન કરે છે. દક્ષિણ તરફથી નીચલી બાંહ્ય ચમરેન્દ્ર વહન કરે છે અને ઉત્તર તરફની નીચલી બાંહ્ય બલિઈન્દ્ર વહન કરે છે. બાકીના દેવતાઓ પંચવર્ણની પુષ્પવૃષ્ટિ કરતા કરતા ચાલે છે.
આવા મહોત્સવથી પ્રભુ દીક્ષા લેવા નીકળે છે ત્યારે મનુષ્યો તેમની વિવિધ પ્રકારે સ્તુતિ કરે છે. આ પ્રમાણે સૌ પ્રભુની સાથે વનમાં આવે છે ત્યાં અશોકવૃક્ષ તળે પાલખી ઉતારે છે. પ્રભુ તેમાંથી બહાર નીકળી આભૂષણો ઉતારે છે. તે સમયે કુળની વડીલ સ્ત્રી હંસ લક્ષણવાળા વસ્ત્રમાં તે આભૂષણો લઈ લે છે, આભૂષણો ઉતાર્યા બાદ એક મુષ્ટિથી દાઢી-મૂછના અને ચાર મુષ્ટિથી મસ્તકના કેશનો લોચ કરે છે. પાંચ ઈન્દ્રિય તથા ચાર કષાય એમ નવ પ્રકારનો ભાવલોચ કરે છે અને કેશના ત્યાગરૂપ દશમો દ્રવ્યલોચ કરે છે.
શક્રેન્દ્ર તે કેશ લઈને પ્રભુને જાણ કરીને ક્ષીરસાગરમાં પધરાવી દે છે. પછી લક્ષમૂલ્યનું દેવદૃષ્ય વસ્ત્ર ઈન્દ્ર પ્રભુના સ્કંધ ઉપર નાંખે છે. ત્યારબાદ પ્રભુ “નમો સિદ્ધાણં' બોલી સામાયિકનો પાઠ ભણે છે. આ પાઠમાં “ભંતે” એ પદ જિનેશ્વર ભગવંત બોલતા નથી.
ચારિત્ર લીધા બાદ તુરત જ પ્રભુને ચોથું જ્ઞાન ઉપજે છે. સંયમ લીધા પછી તે જ દિવસે તે વિહાર કરે છે. એ પછી પ્રભુ પ્રથમ પારણું જેને ત્યાં કરે તેને ત્યાં દેવતા પાંચ દિવ્ય-સુગંધી જળ, પુષ્પ, સુવર્ણ, વસ્ત્ર અને દુંદુભિ વિસ્તારે છે. તે સમયે દેવતાઓ માનવભવના ગુણ ગાય છે અને સાડા બાર લાખ સોનૈયાની વૃષ્ટિ કરે છે.
૨૦૧
પ્રભુને કેવળજ્ઞાનની ઉત્પત્તિ
आद्येऽथ शुक्लध्यानस्य ध्याते भेदद्वयेऽर्हताम् । घातिकर्मक्षयादाविर्भवेत्केवलमुज्ज्वलम् ॥
“શુક્લધ્યાનના પહેલા બે ભેદનું ધ્યાન ધરતાં પ્રભુને ઘાતિકર્મનો ક્ષય થતાં ઉજ્જ્વળ કેવળજ્ઞાન પ્રકટ થાય છે.”
આઠ પ્રકારના કર્મમળને શોધે તે શુક્લ. શોકનો નાશ કરે તે શુક્લ. શુક્લ એવું જે ધ્યાન તે શુક્લધ્યાન. આ ધ્યાનના પહેલા બે પ્રકાર ધ્યાતા જિનેશ્વર ભગવંતને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. પ્રથમ ભેદ પૃથવિતર્કસપ્રવિચાર નામે છે. એક દ્રવ્યની અંદર ઉત્પાદ, વ્યય અને ધ્રુવ એ પર્યાયના વિસ્તારથી જુદા જુદા ભેદથી વિચાર કરવો તે પૃથવિતર્ક- સપ્રવિચાર. આમ આત્મસત્તાનું ધ્યાન કરવું તે શુક્લધ્યાનનો પ્રથમ ભેદ છે. આ ભેદ ૮મા ગુણઠાણાથી ૧૧મા ગુણઠાણા સુધી પ્રાપ્ત થાય છે.