________________
૨૧૬
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩ પ્રભુને ગ્રહણ કરે. એક રૂપે છત્ર ધરે. બે રૂપે બે બાજુ ચામર વીંઝે અને પાંચમે રૂપે હાથમાં વજ લઈ સેવકની જેમ પ્રભુની આગળ ચાલે અને એ ઇન્દ્રની પાછળ તેમનું વિમાન ખાલી ચાલ્યું આવે. પ્રભુને આમ પાંચ રૂપે મેરૂપર્વત પર લઈ જાય. ત્યાં પાંડુકવનમાં પાંડુકંબલા શીલા ઉપરના શાશ્વત સિંહાસન ઉપર પૂર્વ દિશા તરફ મોં રાખીને બેસે અને પોતાના ખોળામાં ભગવાનને બેસાડે.
આ પ્રમાણે ઈશાન ઈન્દ્ર પણ લઘુપરાક્રમ નામે પોતાના સેનાપતિ દેવ પાસે મહાઘોષા નામની ઘંટા વગડાવે. ત્યારબાદ પુષ્પક નામના દેવતાની પાસે પુષ્પક નામનું વિમાન તૈયાર કરાવી તેમાં બેસીને શક્ર ઈન્દ્રની જેમ આવે, તે દક્ષિણ બાજુના માર્ગે આકાશમાંથી ઉતરી નંદીશ્વરદ્વીપ ઉપરના ઉત્તરપૂર્વ વચ્ચેના રતિકર પર્વત ઉપર આવે. ત્યાં તે વિમાનનો સંક્ષેપ કરી મેરુપર્વત ઉપર આવીને શક્રેન્દ્રની જેમ પ્રભુની સ્તુતિ કરે આ જ પ્રમાણે બીજા ઈન્દ્રો પણ મેરુપર્વત ઉ૫૨ આવે. આમ આ જન્મોત્સવ પ્રસંગે ૬૪ ઈન્દ્રો આવે છે.
૬૪ ઈન્દ્રો આ પ્રમાણે છે. વૈમાનિકના દશ ઈન્દ્રો, ભવનપતિના વીશ ઈન્દ્રો, વ્યંતરોના બત્રીશ ઈન્દ્રો અને સૂર્ય તથા ચંદ્ર જ્યોતિષ્કના અસંખ્યાતા ઈન્દ્રો આ જન્મોત્સવમાં ભાગ લે છે, પરંતુ જાતિની અપેક્ષાએ સૂર્ય ને ચંદ્ર એ બે જ ગણેલા છે. સમવાયાંગ સૂત્રમાં તો વ્યંતરના ૩૨ ઈન્દ્રો સિવાયના ૩૨ ઈન્દ્રો આવે છે એમ કહ્યું છે. તેમાં નવમા-દસમા કલ્પનો એક ઈન્દ્ર અને અગિયારમા-બારમા કલ્પનો એક ઈન્દ્ર હોવાથી વૈમાનિકના દશ ઈન્દ્રો જાણવાં.
વૈમાનિક ઈન્દ્રોનો પરિવાર આ પ્રમાણે છે. પહેલા કલ્પે ચોરાસી હજાર, સામાનિક દેવતા, બીજે એંસી હજાર, ત્રીજે બોંતેર હજા૨, ચોથે સીત્તેર હજાર, પાંચમે સાઠ હજાર, છદ્બે પચાસ હજાર, સાતમે ચાળીસ હજાર, આઠમે ત્રીસ હજાર, નવમા ઈન્દ્રના વીસ હજાર અને દશમા ઈન્દ્રના દશ હજાર સામાનિક દેવતા હોય છે અને તેથી ચાર ચાર ગણા અંગરક્ષક દેવ હોય છે વગેરે તેમનો પરિવાર હોય છે.
પહેલા બીજા સિવાય બાકીના દેવલોકની ઘંટાઓના નામ આ પ્રમાણે છે. ત્રીજે, પાંચમે, સાતમે અને દશમે કલ્પે સુધોષા નામની ઘંટા છે અને તેનો વગાડનાર હિરણૈગમેષી દેવ છે અને ચોથે, છકે, આઠમે અને બારમે ઘંટા તથા સેનાનીના નામ વગેરે અગાઉ કહેલા ઈશાન ઈન્દ્રની પ્રમાણે છે. મહાઘોષા ઘંટા લઘુપરાક્રમ વગાડે છે. વૈમાનિક દશ ઈન્દ્રોનાં વિમાનનાં નામ અનુક્રમે પાલક, પુષ્પક, સૌમનસ, શ્રીવાસ, નંદ્યાવર્ત, કામગમ, પ્રીતિગમ, મનોરમ, વિમળ અને સર્વતોભદ્ર છે અને વિમાનના નામ પ્રમાણે તે વિમાનના અધ્યક્ષ દેવતા છે.
ભવનપતિમાં ચમરેન્દ્રને ઓઘસ્વરા નામે ઘંટા, દ્રુમ નામે સેનાની અને પાલક વિમાનથી અર્ધ પ્રમાણવાળું વિમાન હોય છે. આ વિમાનનો ધ્વજ પણ મહેન્દ્રધ્વજથી અર્ધપ્રમાણવાળો હોય છે.
બલીન્દ્રને મહૌઘસ્વરા ઘંટા, મહાદ્ગમ સેનાની હોય છે. બાકીના દક્ષિણ નિકાયના નવ