________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૩
૨૧૫ નરકાવાસો, જંબૂદ્વીપ, પાલક નામનું યાન-વિમાન અને સર્વાર્થસિદ્ધ મહાવિમાન આ ચારે ય લાખ યોજન પ્રમાણવાળા છે.” આ પાલક વિમાનમાં પશ્ચિમ સિવાય ત્રણ દિશાએ ત્રણ ત્રણ પગથીયાવાળું એકેક દ્વાર હોય છે. મધ્યમાં અનેક રત્નમય સ્તંભોથી પૂર્ણ પ્રેક્ષકગૃહ મંડપ હોય છે, તેની વચ્ચોવચ્ચ રત્નપીઠિકા ઉપર ઈન્દ્રનું સિંહાસન હોય છે. તેનાથી વાયવ્ય ખૂણે, ઉત્તરમાં અને ઈશાન ખૂણે ૮૪ હજાર સામાનિક દેવતાઓના ૮૪ હજાર સિંહાસનો હોય છે, પૂર્વ દિશામાં ઈન્દ્રની આઠ ઈન્દ્રાણીના સિંહાસનો હોય છે. અગ્નિ ખૂણામાં બાર હજાર અત્યંતર પર્ષદાનાં દેવોનાં ૧૨ હજાર સિંહાસનો હોય છે. દક્ષિણમાં મધ્ય પર્ષદાના ૧૬ હજાર દેવોના ૧૬ હજાર સિંહાસનો હોય છે અને પશ્ચિમમાં સાત કટકના સ્વામી સાત સિંહાસનો હોય છે. બીજા વલયમાં ઈન્દ્રના આત્મરક્ષક દેવતાના ચોરાસી-ચોરાસી હજાર સિંહાસન ચારે દિશામાં હોય છે. સર્વ સંખ્યાએ ત્રણ લાખ ને છત્રીસ હજાર આત્મરક્ષક દેવતાઓના તેટલા જ સિંહાસનો હોય છે.
વિમાનની આવી સજાવટ પૂરી થતાં, અરિહંતની પૂજાને યોગ્ય એવું પરિધાન કરી આનંદથી ઉભરાતા હૈયે ઈન્દ્ર વિમાનને પ્રદક્ષિણા દઈને પૂર્વ દિશાના ત્રણ સોપાનવાળા માર્ગે પ્રવેશ કરીને પૂર્વાભિમુખે બેસે છે. સામાનિક દેવતાઓ ઉત્તર દિશાના સોપાનમાર્ગે પ્રવેશ કરીને પોતાના આસને બેસે અને બીજા દક્ષિણ દિશાના સોપાન માર્ગે પ્રવેશ કરીને પોતપોતાના યોગ્ય સ્થાને બેસે.
વિમાન ચાલતાં તેની આગળ આઠ માંગલિક તથા એક સહસ્ર યોજન ઊંચો અને નાની નાની હજાર ધ્વજાવાળો મહેન્દ્રધ્વજ વગેરે ચાલે. દુંદુભિના ધ્વનિ સાથે આ વિમાન આકાશમાંથી ઉત્તર બાજુનાં માર્ગ ઉતરે. કહ્યું છે કે “જિનજન્મોત્સવાદિ પ્રસંગે ઈન્દ્ર તેની પ્રશંસા કરનારા ઘણા જીવોને સમકિતનો લાભ થવા માટે તે માર્ગે થઈને નીકળે છે.” આ અસંખ્ય દ્વીપ સમુદ્રની મળે સત્વરે ઉડતું ઉડતું નંદીશ્વરદ્વીપના રતિકર પર્વત ઉપર આવે ત્યાં તે વિમાનને સંક્ષેપીને સૌધર્મેન્દ્ર પ્રભુના નગરમાં આવે અને ત્યાંથી પ્રભુના જન્મગૃહમાં આવે. ત્યાં સાથે લાવેલા નાના વિમાનથી પ્રભુના ઘરની ત્રણ પ્રદક્ષિણા ફરે, પછી ઈશાન દિશામાં પૃથ્વીથી ચાર આંગળ અદ્ધર વિમાનને મૂકીને ઈન્દ્ર પ્રભુના ઘરમાં પ્રવેશ કરે. ત્યારબાદ જિન અને જિનમાતાને ત્રણ પ્રદક્ષિણા કરી નમસ્કાર કરી કહે કે “હે જગભૂજય ! તમને નમસ્કાર હો. હે માતા ! તમે ધન્ય છો. તમે પૂર્વે પુણ્ય કરેલાં છે. તે માતા ! તમે મને આજ્ઞા આપો જેથી અમે તમારા પુત્રનો જન્મોત્સવ ઉજવીએ અને તમે આ માટે જરા પણ ભય રાખશો નહિ.” એ બાદ જિનમાતાને અવસ્થાપિની નિદ્રા આપી ભગવાનની પ્રતિકૃતિ માતાના પડખામાં મૂકે. આમ કરવાનો હેતુ એવો છે કે ઈન્દ્ર પોતે જન્મોત્સવમાં લીન હોય તેવા પ્રસંગે કુતૂહલથી કોઈ દુષ્ટ જિનમાતાની નિદ્રા હરી લે તો પુત્રને ન જોતાં માતા હેબતાઈ જાય અને દુઃખી થાય. પરંતુ પડખામાં પુત્રની પ્રતિકૃતિ જુવે એટલે તેવું કંઈ અશુભ ન થાય.”
આ પછી ઈન્દ્ર પાંચ રૂપ ધારણ કરે. એક રૂપે સ્વચ્છ, પવિત્ર અને ધૂપિત કરેલા હાથમાં