________________
૧૮૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩ યજ્ઞાચાર્ય એથી ડરી ગયાં. તેમણે તુરત જ યજ્ઞના સ્તંભ નીચે સ્થાપિત કરેલી શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમા બહાર કાઢીને બતાવી. એ પ્રતિમા જોઈ શયંભવ શાંતરસમાં લીન થઈ ગયો. એ પ્રતિમા લઈ તે ફરી પાછો પ્રભવસૂરિ પાસે પહોંચ્યો અને તેનું સ્વરૂપ વગેરે પૂછયું. સૂરિજીની પ્રેરક દેશનાથી શય્યભવે મિથ્યાત્વ છોડી દીધું અને આશાતના ન થાય તેવા સ્થળે જિનપ્રતિમાની સ્થાપના કરી. તે પછી શયંભવે જિનધર્મની દીક્ષા અંગીકાર કરી. દીક્ષા પર્યાયમાં તેમણે દ્વાદશાંગીનું અધ્યયન કર્યું. પૂરતી યોગ્યતા આવી જતાં પ્રભવસૂરિએ શયંભવસૂરિને પોતાની પાટે સ્થાપિત કર્યા.
શય્યભવે દીક્ષા લીધી ત્યારે તેની પત્ની સગર્ભા હતી. ગર્ભકાળ પૂરો થતાં પત્નીએ મનક નામના પુત્રને જન્મ આપ્યો. મનક શેરીમાં રમવા લાગ્યો ત્યારે બાળકો તેને નબાપો કહીને તેનું અપમાન કરતાં અને ચીડવતાં. મનકે માતાને પૂછ્યું: “મારા પિતા કોણ છે અને ક્યાં છે?” માતાએ અશ્રુભીની આંખે બધી માંડીને વાત કરી અને કહ્યું. હાલ તેઓ પાટલીપુત્ર નગરમાં છે.
માતાની આજ્ઞા લઈ મનક પાટલીપુત્ર આવ્યો. નગરમાં ફરતાં તેણે મુનિઓના એક સમૂહને જોયો. તેમાંથી એક મુનિને પૂછ્યું: “તમારામાંથી શäભવ મુનિ કોણ છે?”
શäભવે પુત્રને શ્રુતજ્ઞાનના ઉપયોગથી ઓળખી કાઢ્યો અને ઉપાશ્રયમાં લાવી તેને દીક્ષા આપી. જ્ઞાનના ઉપયોગથી પિતાએ જાણ્યું કે પુત્રનું આયુષ્ય માત્ર છ જ માસનું છે. આથી પુત્રનો ઉદ્ધાર કરવાના શુભાશયથી શäભવસૂરિએ દ્વાદશાંગીમાંથી ઉદ્ધાર કરી દશવૈકાલિક સૂત્રની રચના કરી પુત્રને જણાવ્યું.
આયુષ્ય પૂર્ણ થતાં બાળ મનક મુનિ કાળધર્મ પામ્યાં. તે સમયે સૂરિની આંખમાં દદડતા આંસુ જોઈને એક શિષ્ય પૂછ્યું: “ગુરુદેવ ! આપની આંખમાં મૃત્યુના શોકના આંસુ? આપના જેવા જ્ઞાની, ત્યાગી મોહમાં તણાઈ આમ આંસુ સારે તો પછી સમતાભાવ કેવી રીતે જળવાશે?”
આંસુ લૂછતાં સૂરિએ કહ્યું: “વત્સ! મારા આંસુ મોહના કે મૃત્યુની વેદનાના નથી. આ મારા પુત્રનું આયુષ્ય ટૂંકું હતું. ટુંકા આયુષ્યમાં પણ ચારિત્રધર્મનું પાલન કરી તે સ્વર્ગે ગયો. એનું આયુષ્ય લાંબું હોત તો તે પણ સ્વર્ગથી વધુ મહત્ત્વનું પદ પ્રાપ્ત કરી શકત ને? એ વિચારમાત્રથી ખેદનાં આંસુ મારી આંખમાંથી દદડી રહ્યાં છે.”
આ સાંભળી સૌને વિષાદ અને વિસ્મયની અનુભૂતિ થઈ. એકે વિનયથી કહ્યું : “ગુરુદેવ! આ બાળમુનિ આપના પુત્ર હતાં, એવી જાણ કરી હોત તો અમે વૈયાવચ્ચ કરત.”
સૂરિજીએ ગંભીરતાથી કહ્યું: “વત્સ! એવી જાણ કરી હોત તો તેનું આત્મહિત ન સધાત.”
શગંભવસૂરિની આ કથા વાંચીને જિનપ્રતિમાની પૂજા કરવામાં, સ્તુતિ કરવામાં સજાગ બનવાનું છે. જિનપ્રતિમાને ચિત્તમાં ધારવાથી તેમના જીવનનો ઉદ્ધાર થઈ ગયો તેમ આપણો પણ ઉદ્ધાર થઈ શકે છે, આથી હંમેશા જિનપ્રતિમાને ચિત્તમાં ધારણ કરવી.