________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
ભાવાર્થ :- દેવતાનો ભવ અને દેવગતિ સંબંધી સુખ મૂકીને ત્યાંથી ચ્યવીને જિનેશ્વરનો જીવ કોઈપણ રાજાની ઉત્તમ રાણીની કુક્ષિમાં ઉત્પન્ન થાય છે.
૨૧૦
વિશેષાર્થ :- જે જીવે તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું હોય તે દેવભવમાંથી ચ્યવીને આ મનુષ્ય ક્ષેત્રમાં, ઉત્તમ કુળમાં, ધનાઢ્ય રાજાને ત્યાં, એ રાજાની શીલવંતી રાણીની કુક્ષિમાં જન્મ ધારણ કરે છે.
એવો એક નિયમ છે કે દેવતાનું આયુષ્ય પૂરું થવાને છ માસ બાકી હોય છે, ત્યારથી એ દેવતાને વિવિધ અશુભ અનુભવ થાય છે, તેની પુષ્પમાળા મ્યાન પડતી જાય છે, કલ્પવૃક્ષ કંપે છે, લક્ષ્મી અને લજ્જા બંને નાશ પામતી જાય છે. વસ્ત્ર મેલાં દેખાય છે, સ્વભાવમાં દીનતા આવે છે, આળસ થાય, પૂર્વ કરતાં કામવૃત્તિ વધે, દષ્ટિમાં ભ્રમ થાય, શરીર કંપે અને અતિ ઉપજે. પરંતુ જે દેવતાનો જીવ ચ્યવીને તીર્થંકર થનાર હોય તેને આવો અશુભ અનુભવ થતો નથી. ઉલ્ટું તીર્થંકરના જીવ દેવતાની કાંતિ અવતા સુધી ઉત્તરોત્તર વધતી જાય છે. કહ્યું છે કે “તીર્થંકર થનારા દેવતાનું તેજ ચ્યવવા સુધી વધતું જાય છે. બીજા દેવતાઓની જેમ તેમને ચ્યવન સુધી દુષિત ચિહ્નો થતાં નથી.” ચ્યવન કલ્યાણકનો મહિમા
તીર્થંકરનો જીવ અવવાનો હોય છે ત્યારે પૃથ્વી ઉપરના તમામ ઉપદ્રવો ઉપશમી જાય છે. નારકીના જીવોને પણ ક્ષણવાર માટે શાંતિ મળે છે. ચ્યવન થતાં જ ઈન્દ્રનું સિંહાસન કંપે છે. આને શુભ સમાચારનો સંકેત જાણી ઈન્દ્ર પોતાના જ્ઞાનનો ઉપયોગ કરી તીર્થંકરના જીવના ચ્યવનને જાણે છે. પછી સિંહાસન પરથી ઉભા થઈ, પાદુકા ઉતારી વિનયથી શ્રી જિનેશ્વરની સન્મુખ સાત આઠ પગલાં ચાલે છે અને તે દિશામાં મુખ રાખી પંચાંગ પ્રણિપાતથી શક્રસ્તવ વડે શ્રી જિનેશ્વર ભગવંતની સ્તુતિ કરે છે.
શ્રી આવશ્યકની વૃત્તિમાં શ્રી ઋષભપ્રભુના ગર્ભાવતારનો ઉલ્લેખ કરતા શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે કહ્યું છે કે “શક્ર ઈન્દ્ર” આસનકંપથી પ્રભુ અવ્યા એમ જાણીને સત્વર ત્યાં આવે અને યાવત્ જિનેશ્વરની માતાને કહે “તમારો પુત્ર પ્રથમ ધર્મચક્રવર્તી થશે. કેટલાક એમ કહે છે કે બત્રીશ ઈન્દ્ર આવીને તે પ્રમાણે કહે.'
ગર્ભાવસ્થામાં જિનેશ્વરની માતાની અનુભૂતિ
તે અવસરે જિનમાતા સ્વર્ગની શય્યા જેવી શય્યા ઉપર સૂતા હોય છે. તે સમયે તે પૂરા નિરોગી અને ચિત્તપ્રસન્ન હોય છે. રાતે ચૌદ મંગળ સ્વપ્ન સ્પષ્ટપણે જુવે છે. જેનો પુત્ર ચક્રવર્તી અને તીર્થંકર થવાનો હોય તે જીવની માતા એક જ રાતમાં બબ્બે વખત ચૌદ સ્વપ્નને જુવે છે. ચક્રવર્તીની માતા પણ ચૌદ સ્વપ્નને જુવે છે પરંતુ જિન માતાની અપેક્ષાએ તે સ્વપ્ન કંઈક ન્યૂન કાંતિવાન હોય છે. શાંતિનાથની માતાએ રાતમાં બબ્બેવાર ચૌદ સ્વપ્ન ખૂબ જ સ્પષ્ટ અને સ્વરૂપવાન જોયા હતાં. શત્રુંજય માહાત્મ્યમાં કહ્યું છે તે પ્રમાણે વાસુદેવની માતા એ ચૌદ સ્વપ્નમાંથી