________________
૨૧
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩ “હે સ્વામી ! સેંકડો સ્ત્રીઓ સેંકડો પુત્રને જન્મ આપે છે પણ તમારા જેવા પુત્રને બીજી કોઈ માતા જન્મ આપતી નથી. જેમ સર્વ દિશાઓ નક્ષત્રોને તો ધારણ કરે છે પરંતુ સ્કુરાયમાન કિરણોવાળા સૂર્યને તો માત્ર પૂર્વ દિશા જ ધારણ કરે છે.”
માતાના ગર્ભાશયમાં પ્રભુના જીવને પણ શું દુઃખ થતું હશે? આ અંગે કહ્યું છે કે “ગર્ભમાં આવેલા જિનેન્દ્ર ત્યાં કંઈપણ દુઃખ પામતા નથી અને પ્રસવ સમયે પણ તેમને કે માતાને જરાપણ દુઃખ થતું નથી.”
ગર્ભમાં રહેલા જીવને કેવું દુઃખ પડે છે? તેનું વર્ણન શાસ્ત્રોમાં જોવા મળે છે. તેમાં કહ્યું છે કે “હે ગૌતમ! સોયને અગ્નિમાં તપાવીને તેને રોમેરોમમાં ખોસવામાં આવે અને તેનાથી જેવું અને જેટલું દુઃખ થાય તેનાથી આઠગણું દુઃખ જીવને ગર્ભમાં થાય છે અને ગર્ભમાંથી નીકળતી સમયે તેનાથી લાખગણું અથવા કોટીગણું દુઃખ થાય છે.” પરંતુ આમાંથી સહેજ માત્ર દુઃખ તીર્થકરના જીવને ગર્ભમાં થતું નથી.
તીર્થકર પોતાનો ચ્યવન સમય જાણી શકતા નથી. કારણ કે તે કાળ અતિ સૂક્ષ્મ હોય છે. આથી તીર્થંકર પરમાત્મા અવીશ એમ જાણે. અવનક્ષણ ન જાણે પણ અવ્યા પછી અવ્યો એમ જાણે.
જિનજન્મના ઉત્સવનું વર્ણન જગતના તમામ જીવો આનંદ અને સુખમાં હોય, નિમિત્ત અને શુકન બધું જ શુભ હોય, ત્યારે અર્ધરાત્રે પૃથ્વી જેમ નિધાનને પ્રસવે તેમ જિનમાતા જિનના જીવને જન્મ આપે છે. તે સમયે ચૌદે ય દિશાઓ પ્રસન્ન હોય છે. જ્યાં સતત નિબિડ અંધકાર જ અંધકાર હોય છે તે નરકમાં તે ક્ષણ પૂરતો પ્રકાશ થાય છે. ઠાણાંગ સૂત્રમાં કહ્યું છે કે “અરિહંતના જન્મ વખતે, દીક્ષા લે તે વખતે, જ્ઞાનપ્રાપ્તિના સમયે તેમજ મોક્ષે જાય ત્યારે એ ચારેય પ્રસંગે સર્વ લોકમાં ઉદ્યોત થાય.”
આસનકંપ થવાથી છપ્પન દિકુમારીઓ પણ અવધિજ્ઞાનના ઉપયોગથી ભગવાનનો જન્મ જાણીને ત્યાં આવે છે. આ છપ્પન દિકકુમારીઓનું કાર્ય આ પ્રમાણે બતાવવામાં આવ્યું છે. ભોગંકરા વગેરે અપોલોકવાસી આઠ દિફકમારીઓ બોલાવીને કહે કે “અહીં રહેનારી ત્રણે કાળની દિકુમારીઓનો એવો આચાર છે કે તેમણે જિનેશ્વર ભગવંતનો જન્મોત્સવ કરવો. માટે ચાલો આપણે પણ ત્યાં જઈએ અને સૌ પ્રથમ જિનેશ્વરના દર્શન કરીને જીવન કૃતાર્થ કરીએ.
ત્યાર પછી દરેક કુમારિકા પોતપોતાના સેવક દેવતા પાસે યોજન પ્રમાણ વિમાન તૈયાર કરાવે. તે વિમાનમાં ચાર હજાર સામાનિક દેવતા, ચાર મહત્તરા, સોળ હજાર આત્મરક્ષક દેવો અને સાત પ્રકારના કટકનો પરિવાર લઈને પોતપોતાના વિમાનમાં બેસી અરિહંતના જન્મગૃહ સમીપે આવીને વિમાનમાંથી ઉતરાણ કરે. પછી જિનેશ્વરને તથા જિનમાતાને ત્રણ પ્રદક્ષિણા કરી ભગવંત તથા ભગવંતની માતાની સ્તુતિ કરે. “હે વિશ્વદીપિકા ! તમે ત્રણેય ભુવનને તારવાને