________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
પ્રવચન એટલે સંઘ સર્વ શ્રુતના આધારભૂત ચાર પ્રકારનો સમજવો. ગુરુ એટલે બારસો ને છત્તું ગુણથી અલંકૃત એવા આચાર્ય મહારાજ જાણવાં. સ્થવિર એટલે વૃદ્ધ. તે ત્રણ પ્રકારના છે. જેમની ઉંમર સાઠ વરસની થઈ હોય તે વયસ્થવિર, દીક્ષા લીધાંને વીસ વરસ ઉપર થઈ ગયા તે પર્યાયસ્થવિર અને જે સમવાયાંગ સૂત્રના અર્થ પર્યંત જાણનાર હોય તે શ્રુત સ્થવિર. બહુશ્રુત એટલે તે સમયમાં વર્તતા એવા ઘણાં શ્રુતને જાણનાર અથવા ઉપ એટલે જેની પાસે રહીને અધ્યયન થાય તે ઉપાધ્યાય અથવા વાચક જાણવાં. અનશન વગેરે વિવિધ પ્રકારના તપ કરનાર સાધુ છે. આ સાત સ્થાનકની વિશેષ ભક્તિ કરવી. તેમનાં ગુણોની પ્રશંસા કરવી. તેમનું બહુમાન કરવું.
૨૦૮
જ્ઞાનનો ઉપયોગ કરવો તે આઠમું સ્થાનક. તત્ત્વ ઉપર શ્રદ્ધા રાખવી તે નવમું સમ્યક્ત્વ દર્શન. દશમું વિનય, અગ્યારમું આવશ્યક ક્રિયામાં વર્તવું તે ચારિત્ર, બારમું શીલવ્રત, તેરમું નિરતિચાર ક્રિયા એટલે પ્રતિક્ષણે વૈરાગ્યભાવથી તમામ ધર્મક્રિયા કરવી. તપ અનેક પ્રકારનો છે. દાન (ત્યાગ) સ્થાન તે ગૌતમ વગેરેને યથાયોગ્ય પ્રમાણે અન્નાદિ આપવું. બાળ, વૃદ્ધ અને બિમારની સેવા કરવી તે વૈયાવૃત્ય. આ સંબંધમાં શ્રી પ્રશ્ન વ્યાકરણમાં કહ્યું છે.
“કઈ રીતે એ વ્રતને આરાધે તો કહે છે. “ઉપધિ, ભાત, પાણી વગેરેના સંગ્રહમાં તથા દાનમાં કુશળ એવો મુનિ અત્યંત બાળ, દુર્બળ, ક્ષપક, પ્રવર્તક, આચાર્ય, ઉપાધ્યાય, સાધર્મી, તપસ્વી, કુળ, ગણ, સંઘ ને ચૈત્ય એ સર્વ મળીને તેર પદની દશ પ્રકારની વૈયાવચ્ચ અવિશ્રાંતપણે બહુ રીતે કરે.”
સત્તરમું સમાધિસ્થાન એટલે દુર્ધ્યાન છોડીને ચિત્તને એકાગ્ર અને સ્થિર રાખવું. આવી સ્વસ્થતા અને એકાગ્રતા ચારિત્ર અને વિનય વગેરેથી થાય છે. અપૂર્વ જ્ઞાનગ્રહણ કરવાનો આદર તે અઢારમું સ્થાન છે. શ્રુતનું બહુમાન કરવું તે ઓગણીસમું સ્થાન છે અને સ્થાનની પ્રભાવના કરવી, તીર્થનો ઉદ્યોત કરવો તે વીસમું સ્થાન છે. આ વીશસ્થાનકની આરાધના અને સાધનાથી જીવ તીર્થંકર નામ ગોત્રકર્મનું ઉપાર્જન કરે છે.
આ વીશ સ્થાનકનો તપ આ પ્રમાણે છે. “વીસ ઉપવાસ કરવાથી આ તપની એક પંક્તિ પૂર્ણ થાય છે. એક સાથે વીસ ઉપવાસ કરવાની શક્તિ ન હોય તો છ માસમાં આંતરે આંતરે ઉપવાસ કરીને એક સ્થાનનું તપ પૂર્ણ કરવું જ જોઈએ. આમ વીસ વખત કરવાથી આ તપ પરિપૂર્ણ થાય છે. આમ આ તપમાં ચારસો ઉપવાસ કરવાના હોય છે.
પ્રાજ્ઞપુરુષો શક્તિ પ્રમાણે વીસ વીસ છટ્ઠ-અક્રમ વગેરેથી માંડીને વીસ વીસ માસક્ષમણ પણ કરે છે. તપમાં તપના દિવસે પાંચ નમુન્થુણં પાઠવાળું ઉત્કૃષ્ટ ચૈત્યવંદન કરવું. એક એક પંક્તિમાં એક એક દિવસ વડે ભક્તિપૂર્વક એક એક સ્થાનક આરાધીને પૂરા વીશે સ્થાનકની આરાધના કરવી.
પ્રથમ દિવસે “નમો અર્હત્મ્યઃ” એ પદનો બે હજાર જાપ કરવો અને અરિહંતની પૂજા સ્તવનાદિથી વિશેષ ભક્તિ કરવી. બીજા દિવસોમાં પ્રથમ કહેલાં સિદ્ધ વગેરે સ્થાનો ક્રિયા જ્ઞાન