________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩ આવા પ્રસંગે મુનિ લાભ જુએ. અભયદાનનો વિચાર કરે. છતાંય ભગવાનની આજ્ઞાનો લોપ કરી તે મુનિ પોતાની ગોચરીમાંથી કશું જ ન આપે. પરંતુ ભોજન આપવા માટે તે કોઈ શ્રાવકને જરૂર પ્રેરણા કરે. તે જ પ્રમાણે અહીં સમજવાનું છે.
કોઈ એવી પણ શંકા કરે કે “પથ્થરની પ્રતિમાની પૂજા કરવાથી શો લાભ થવાનો છે? કારણ પૂજા કરવાથી એ પથ્થરની પ્રતિમા કંઈ તૃપ્ત કે સંતુષ્ટ થતી નથી. આથી જે તૃપ્ત કે સંતુષ્ટ ન થાય તેવા દેવ પાસેથી કોઈ ફળ પણ મળતું નથી.”
આનું સમાધાન એ છે કે ચિંતામણી રત્ન વગેરેથી પણ ફળ પ્રાપ્ત થાય છે એ કેમ ભૂલી જવાય? વીતરાગસ્તોત્રમાં આ અંગે કહ્યું છે કે
अप्रसन्नात्कथं प्राप्यं, फलमेतदसंगतम् ।
चिंतामण्यादयः किं न, फलंत्यपिवि चेतनाः ॥ પ્રસન્ન ન થાય તેવાની પાસેથી ફળ શી રીતે મળે? એમ માનવું અસંગત છે. કારણ કે અચેતન એવા ચિંતામણી વગેરે પણ શું ફળ નથી આપતા?”
શ્રી જિનપ્રતિમાને સાક્ષાતુ વીતરાગ ભગવંત સમજીને તેની પૂજા કરવી જોઈએ. આ વિષે શ્રી ભગવતી અંગમાં ચારણ શ્રમણના અધિકારમાં કહ્યું છે કે “હે ભગવંત! વિદ્યાચારણ મુનિનો તિરછો ગતિવિષય કેટલો કહ્યો છે?”
ભગવંત કહે છે: “અહીંથી એક પગલે માનુષોત્તર પર્વત પર જઈને સમવસરણ કરે અને ત્યાં રહેલા ચૈત્યને વાંદે, બીજે પગલે ત્યાંથી નંદીશ્વર દ્વીપે સમોસરે અને ત્યાં રહેલા ચૈત્યને વાંદે ત્યાંથી પાછાં વળતાં એક પગલે અહીં આવે અને અહીંના ચૈત્યને વાંદે.”
“હે ભગવંત ! વિદ્યાચારણ મુનિનો ઉર્ધ્વલોકમાં ગતિવિષય કેટલો ?”
ભગવંતઃ “હે ગૌતમ! એક પગલે અહીંથી નંદનવનમાં સમોસરે, ત્યાંના ચૈત્યને વાંદે, બીજે પગલે પાંડકવનમાં પહોંચે, ત્યાંના ચૈત્યને વાંદે, પાછા એક પગલે અહીં આવે અને અહીંના ચૈત્યને વાંદે.” આમાં તે તપાદિકને વિષે શાશ્વત ચૈત્ય સમજવાં. અહીં બહુવચનમાં ચૈત્યનો ઉપયોગ કર્યો છે આથી ચૈત્યનો અર્થ જિનબિંબો સમજવાં. આમ ચૈત્ય શબ્દનો અર્થ જ્ઞાન થતો નથી. માટે જ કોષકારે ચૈત્ય એટલે જિનાલય અથવા જિનબિંબ એમ અર્થ કર્યો છે.
આ ચૈત્ય-જિનબિંબની ભાવપૂર્વક વંદના કરવી જોઈએ. તેની પૂજા કરવી જોઈએ. જિનબિંબને જીવંત શ્રી વિતરાગ પરમાત્મા જાણીને તેની સ્તુતિ અને પ્રાર્થના કરવી જોઈએ. શ્રી પદ્મચરિત્રમાં જિનબિંબની વંદનાનું ફળ બતાવતાં કહ્યું છે કે “ચૈત્યનું દર્શન કરવા જવાનું મન કરવાથી ચોથ ભક્તનું ફળ થાય છે. ત્યાં જવા માટે ઉઠવાથી છઠ્ઠનું ફળ થાય છે, જવાનો આરંભ કરવાથી અક્રમનું ફળ થાય છે, થોડું જવાથી ચાર ઉપવાસનું ફળ થાય છે, જરા વધારે ચાલવાથી