________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
“શુભંકર ! આમ હૈં જિનદ્રવ્યનું ભક્ષણ કર્યું છે આથી તેં મોટું પાપ કર્યું છે.” શુભંકર : “હા મને પણ ગઈ કાલે જ ઘણા દ્રવ્યની હાની થઈ છે.” ગુરુ : “શુભંકર ! તારું તો બાહ્ય ધન ગયું છે પણ આ મુનિનું તો અંતરંગ ધન હણાઈ ગયું છે. હવે તારે આ પાપની આલોચના માટે તારી પાસે જેટલું દ્રવ્ય છે તેનાથી તારે એક ચૈત્ય કરાવવું.”
૧૯૪
શુભંકરે આલોચના માટે જિનચૈત્ય બંધાવ્યું. ગુરુએ શિષ્યને રેચક પાચક વગેરે ઔષધો આપી અશુદ્ધ આહારથી તેનું પેટ શુદ્ધ કર્યું. જે પાત્રામાં આહાર વ્હોર્યો હતો તે પાત્રાને છાણ અને રક્ષાનો લેપ કરી ત્રણ દિવસ તડકે મૂક્યાં. એ મુનિએ પણ પોતાના દુર્ધ્યાન માટે પ્રાયશ્ચિત્ત કર્યું. આમ શુભંકરની કથા પરથી શ્રાવકે શીખવાનું છે કે અધિક દ્રવ્ય આપીને પણ કદી દેવદ્રવ્ય લેવું નહિ તેમજ પરસ્પર કોઈને પણ દેવદ્રવ્ય આપવું નહિ.
દેવદ્રવ્યના બીજા દોષસંબંધી પણ કહ્યું છે કે -
दीपं विधाय देवानां पुरतो गृहमेधिना । તે વીપેન નો ોહે, ત્ત્તવ્ય: જ્ઞતધ્વનઃ ॥
“શ્રાવકે દેવની આગળ દીપક કરીને તે દીપક વડે ઘરમાં અગ્નિ પણ સળગાવવો નહિ.” દેવદીપક સંબંધી કથા
ઈન્દ્રપુર નામનું નગર. તેમાં દેવસેન નામે ધનાઢ્ય રહે. તેના ઘરે ભૂલચૂક વિના રોજ એક ઊંટડી આવતી. ભરવાડ એ ઊંટડીને મારીને લઈ જતો છતાંય તે પાછી દેવસેનને ઘરે જતી રહેતી.
દેવસેને ગીતાર્થ ગુરુને તેનું કારણ પૂછ્યું. ગુરુએ કહ્યું : “દેવસેન ! આ આજે ઊંટડી છે. પણ ગયા ભવે તે તારી જનેતા હતી. તે રોજ જિનેશ્વરની આગળ દીપક કરતી. એ દીવાથી તે ઘરકામ કરતી. ધૂપના અંગારાથી તે પોતાનો ચૂલો પેટાવતી. એ પાપથી તે આજ ઊંટડી થઈ છે. તને અને ધરને જોઈ તેના જીવને ટાઢક થાય છે, આથી રોજ તે તારે ત્યાં આવે છે.
હવે તું તેને પૂર્વ નામે બોલાવ. તેને દીવાની વાત કર. એ જાણી તેને જાતિસ્મરણ જ્ઞાન થશે અને તે પ્રતિબોધ પામશે.
દેવસેન પાસેથી પૂર્વભવ સાંભળતાં જ ઊંટડીને જાતિસ્મરણ જ્ઞાન થયું. પછી ગુરુની સાખે સચિત્ત વગેરેનો નિયમ લીધો. પૂર્વ પાપનો તીવ્રતાથી પસ્તાવો કર્યો અને મરીને દેવલોકમાં ગઈ.