________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩
૧૯૭
૧૯૩
દેવદ્રવ્ય ભક્ષણનો દોષ દેવદ્રવ્ય નામમાત્રનું પણ લેવાથી દોષ લાગે છે. દેવદ્રવ્યના ભક્ષકને તેથી અનંતો સંસાર કરવો પડે છે અને એ દૂર ન થાય ત્યાં સુધી એવા જીવને અનેક પ્રકારની વેદનાઓ અને દુઃખોમાં રીબાવું પડે છે. આ સંબંધમાં કહ્યું છે કે :
देवस्वभक्षणे दोषः, अहो कोपि महात्मनः ।
सागर श्रेष्ठिनो ज्ञातं, धार्यं देवस्वरक्षकैः ॥ દેવદ્રવ્ય ખાવાથી અહો ! કેટલા બધા દોષ લાગે ! આ અંગે દેવદ્રવ્યના રક્ષકોએ મહાત્મા સાગરશ્રેષ્ઠિનું દષ્ટાંત સતત ધ્યાનમાં રાખવા જેવું છે.
સાગરશ્રેષ્ઠિની કથા સાકેતનગરમાં સાગરશ્રેષ્ઠિ રહે. સમાજમાં તેની પ્રતિષ્ઠા પ્રમાણિક, નિષ્ઠાવાન અને ચારિત્રવાન તરીકેની હતી. આથી સંઘના શ્રાવકોએ સાગરશ્રેષ્ઠિને ચૈત્યનો વહીવટ સોંપ્યો અને કહ્યું: “ચૈત્ય (દેવ) દ્રવ્યમાંથી તમારે ચૈત્યનું કામ કરનારા મજુર, કારીગરો વગેરેને મહેનતાણું ચૂકવવું.”
સાગરશ્રેષ્ઠિ પ્રમાણિક હતો પરંતુ સાથોસાથ તેનામાં થોડોક લોભ પણ હતો. આ લોભવૃત્તિથી તેણે મજૂરો વગેરેને રોકડ રકમ ન ચૂકવતા લોટ, ગોળ, વસ્ત્ર વગેરે વસ્તુઓ ચૂકવવા માંડી. આ બધી ચીજો તે દેવદ્રવ્યથી જ ખરીદતો, પરંતુ એ ખરીદીમાં જે ગાળો પાડતો તે પોતે રાખતો. આમ સાગરે એક હજાર કાંકણી (કાંકણી એટલે એક રૂપિયાનો એંશીમો ભાગ) (સાડા બાર રૂપિયા) ભેગી કરી.
દેવદ્રવ્યના આવા ઉપયોગથી સાગર શ્રેષ્ઠિએ ઘોર દુષ્કર્મ બાંધ્યું. આમ કરતા તેને જરાપણ પસ્તાવો ન થયો. આ કર્મનું પ્રાયશ્ચિત્ત કર્યા વિના જ તે મૃત્યુને પામ્યો. આ ઘોર દુષ્કર્મના પરિણામે મળેલ માનવભવ તો તે હારી જ ગયો અને મરીને તે કોઈ એક સમુદ્રમાં મનુષ્ય આકૃતિવાળો મત્સ્ય થયો.
સમુદ્રમાં રહેલા જળચર જંતુઓનો ઉપદ્રવ નિવારવા માટે જાતવંત રોના ઈચ્છુકોએ આ મત્સ્યને જાળમાં ઝડપી લીધો. જાળમાં તે તરફડ્યો. પાણી વિના જમીન પર તે જીવન અને મૃત્યુની અસહ્ય વેદના અનુભવવા લાગ્યો. આ માણસોએ તેને વજની ઘંટીમાં નાંખીને દળ્યો અને તેના અંગમાંથી જરૂરી એવી અંડગોળી કાઢી લીધી. અહીંથી મરીને તે ત્રીજી નરકે ઉત્પન્ન થયો. ત્યાંથી નીકળી તેનો જીવ પાંચસો ધનુષ્યના પ્રમાણવાળા મહામસ્યરૂપે જનમ્યો. માછીઓએ તેને
ઉ.ભા.-૩-૧૪