________________
૧૯૮
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩ ક્રૂર રીતે મારી નાંખ્યો. મરીને ચોથી નરકે ગયો. એમ તે એક બે ભવ કરીને સાતમી નરકે બબ્બેવાર ઉત્પન્ન થયો.
દેવદ્રવ્યની એક હજાર કાંકણી ખાધી હોવાથી તે આંતરે આંતરે અથવા આંતરા વિના હજાર વખત કૂતરો થયો. ત્યાર પછી તેણે એક હજાર ભાવ ડુક્કરના, એક હજાર ભવ બકરાના, એક હજાર ભાવ ગાડરના, એક હજાર ભવ હરણના, એક હજાર ભાવ સસલાના, એક હજાર ભવ સાબરના, એક હજાર ભવ શિયાળના, એકહજાર ભવ બિલાડીના, એક હજાર ભાવ ઉંદરના, એક હજાર ભવ ગરોળીના, એક હજાર ભવ ઘોના કર્યા અને એક હજાર વખત તે સાપનું જીવન જીવ્યો. પાંચ સ્થાવર તથા વિકસેન્દ્રિયમાં હજારો ભવ કરી એકંદરે લાખો ભવ સંસારમાં ભમ્યો અને આ બધા જ ભવમાં મોટા ભાગે તેનું મૃત્યુ શસ્ત્રોના ઘાતથી જ થયું.
આ દરેક ભવમાં સાગરનું ઘોર કર્મ ક્ષીણ થતું રહ્યું અને તિર્યંચગતિમાંથી છૂટકારો પામીને તે મનુષ્ય ભવ પામ્યો. વસંતપુરમાં કોટિધ્વજ એવા વસ્તુદત્ત શેઠને ત્યાં તે પુત્ર રૂપે ઉત્પન્ન થયો. હજી તેનો જન્મ થવાને તો સમય હતો પરંતુ તેના કુપ્રતાપથી બધી જ સંપત્તિ લૂંટાઈ ગઈ. જે દિવસે તેનો જન્મ થયો તે દિવસે જ તેના પિતા મૃત્યુ પામ્યાં. એક બાજુ પુત્રજન્મ, બીજી બાજુ પિતાનું અવસાન. પાંચ વરસનો થયો ત્યારે તેની માતા મરણ પામી. આ બધી દુઃખદ અને કમભાગી ઘટનાઓના કારણે લોકોએ તેનું નિષ્પષ્ય એવું નામ પાડ્યું.
માતા-પિતાની સારસંભાળ વિના અને ભીષણ ગરીબાઈમાં, એક ભિખારીની જેમ તે મોટો થવા લાગ્યો. તેની આ હાલતની તેના મામાને દયા આવી. નિષ્ફયને તે પોતાના ઘરે લઈ ગયાં. જે દિવસે તેણે મામાના ઘરે પગ મૂક્યો તે જ રાતે મામાના ઘરે ધાડ પડી. આમ તેના જ્યાં પગલા પડતા ત્યાં કંઈ ને કંઈ નુકશાન જ થતું. આથી સૌ તેને અપશુકનિયાળ ગણતાં અને હડધૂત કરતાં. આ અપમાન અને તિરસ્કારથી નિષ્પષ્ય એક દિવસ ગામ છોડીને દેશાંતર ચાલી નીકળ્યો.
રખડતા-રખડતા તે તામ્રલિપ્તી નગરીમાં પહોંચ્યો. ત્યાં કોઈ વિનયધર શેઠે તેને નોકરીમાં રાખ્યો. જે દિવસે નોકરીએ ચડ્યો તે જ દિવસે શેઠના ઘરને આગ લાગી. આથી તેના પગલાને અપશુકનિયાળ ગણી શેઠે નોકરીમાંથી કાઢી મૂક્યો.
ત્યાંથી તે રખડતો-રખડતો કોઈ એક શેઠના વહાણમાં બેઠો. તે પોતાના પૂર્વકર્મને ખૂબ જ કડક રીતે નિંદતો હતો. “મેં એવા તે કયા પાપ કર્યા હશે તે આજ મારી આવી દશા છે? હું
જ્યાં પગ મૂકું છું ત્યાં કંઈ ને કંઈ નુકશાન જ થાય છે. હવે આ વહાણને કોઈ આંચ ન આવે તો સારું” અને સહેજ ભાગ્ય સુધરતું હોવાથી વહાણ સહીસલામત બીજા દીપે પહોંચ્યું. તેથી થયું ઃ “હાશ ! હવે કંઈક ભાગ્ય સુધર્યું.”
પરંતુ જ્યાં ફરી પાછો તે જ વહાણમાં બેસી તે આગળ દેશાંતર જવા લાગ્યો ત્યારે તે વહાણ મધદરિયે તૂટી પડ્યું. વહાણના કોઈ પાટિયાના સહારે તરતો તરતો ઘણાં દિવસે તે કોઈ