________________
૨૦૨ :
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩ રહી. ત્યાં તે ચોરી કરી માંસભક્ષણ કરવા લાગી. આથી રાજાએ તેને કેદ કરી. પ્રસૂતિ સુધી તેને જીવતી રાખી. પ્રસવ થતાં જ તે ત્યાંથી પુત્રને મૂકીને નાસી છૂટી.
મુનિનો એ જીવ બાળક મોટો થતાં પાંચસો કસાઈઓનો અધિપતિ થયો. ત્યાંથી મૃત્યુ પામીને છેલ્લા નરકને છેલ્લે પાથડે ઉપન્યો. નરકગતિમાંથી છૂટતા એકોરૂક નામના દ્વીપમાં સર્પ થયો ત્યાંથી મરીને પાડો થયો. તે પછી તે વાસુદેવ થયો. મરીને ફરીને નરકે ગયો. નરકથી છૂટી ગજકર્ણ મનુષ્ય થયો. મરીને ફરી પાછો ઠેઠ સાતમી નરકે ગયો. ત્યાંથી પાડો થયો. ત્યાંથી કોઈ વિધવા બ્રાહ્મણીની કુક્ષિમાં ઉત્પન્ન થયો. ગર્ભપાત માટે અનેક ઔષધો ખાવાથી તેને કોઢ થયો. કોઢિયાના ભવમાં સાતસો વરસ, બે માસ અને ચાર દિવસ જીવ્યો. ત્યાંથી મરીને વ્યંતર થયો. પછી કસાઈનો અધિપતિ થયો. મરીને ત્રીજી વખત સાતમી નરકે ગયો. ત્યાંથી છૂટીને બળદ થયો. આમ અનંતકાળ ભમી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યપણું પામ્યો. તે ભવમાં લોકની અનુવૃત્તિએ જિનેશ્વરને પ્રણામ કરતાં પ્રતિબોધ પામ્યો. પછી દીક્ષા લઈ પાર્શ્વનાથ પ્રભુના સમયમાં સિદ્ધિપદને પામ્યો.
આ સાંભળી શ્રી ગૌતમે પૂછ્યું: “હે ભગવંત ! તે મુનિએ એવું કયું મહાપાપ કર્યું હતું? તેણે મૈથુન તો સેવ્યું ન હતું. તો પછી તેમના આટલા બધા ભવ કેમ થયાં ?”
ભગવંતે કહ્યું: “હે ગૌતમ! તે મુનિએ ઉત્સર્ગ તથા અપવાદ વડે સિદ્ધાંતની મર્યાદા છે એમ કહીને પોતાનો ખોટો બચાવ કરવાથી મહાપાપ ઉપાર્જન કર્યું હતું. કારણ કે સ્વાવાદ માર્ગમાં પણ સચિત્ત જળનો ભોગ, અગ્નિનો સમારંભ અને મૈથુન એટલા તો ઉત્સર્ગ વડે નિષિદ્ધ જ કરેલા છે. તેથી તેમાં ઉત્સર્ગ અને અપવાદ બંનેની સ્થાપના કરવી યોગ્ય ન હતી.” તે મુનિએ સાધ્વીનો સ્પર્શ થતાં પોતાના પગ સંકોચ્યા ન હતા તેથી તેમને આટલા બધા ભવમાં ભમવું પડ્યું હતું.
અહીં જે ઉત્સર્ગ અને અપવાદની વાત કરી છે તેના છ ભાંગા થાય છે તે આ પ્રમાણે :
કષ્ટ વગેરે આવી પડતાં જો હૃદયમાં ધૈર્ય ન રહે તો અપવાદમાર્ગ સેવે. બાકી કેટલાંક તો તેને પ્રસંગે પણ ઉત્સર્ગ માર્ગ સેવે છે.” અર્થાતુ કષ્ટ દુઃખનો કસોટીનો પ્રસંગ આવી પડે તે વખતે કોઈ કાર્તિક શ્રેષ્ઠિની જેમ નિષિદ્ધ એવા અપવાદ માર્ગને સેવે છે અને કોઈ કામદેવ શ્રાવકની જેમ ઉત્સર્ગ માર્ગને સેવે છે. તે બંનેના સંયોગે છ ભાંગા થાય છે. ૧. ઉત્સર્ગ, ૨. અપવાદ, ૩. ઉત્સર્ગ સ્થાને અપવાદ, ૪. અપવાદ સ્થાને ઉત્સર્ગ, ૫. ઉત્સર્ગ-ઉત્સર્ગ અને ૬. અપવાદ-અપવાદ. ૧. ઉત્સર્ગ :
न किंचि वि अणुण्णायं, पडिसिद्धं वा जिणवरिंदेहि ।
मुत्तुणं मेहुणभावं, न तं विणा रागदोसेहिं ॥ “ભગવાને મૈથુન સિવાય બીજી કોઈપણ બાબતની (એકાંત) આજ્ઞા નથી આપી તેમજ એકાંતે નિષેધ કર્યો નથી. માત્ર મૈથુનસેવનનો જ નિષેધ કરેલો છે. કારણ કે તે રાગદ્વેષ વિના થતું જ નથી.”