________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩
૧૮૭ જિનપૂજાનો આ વિધિ દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે છે : ચૈત્યવંદન ભાષ્ય અથવા પ્રવચન સારોદ્ધારની વૃત્તિમાં કહેલ “દહતિગ અહિગમપણl” ઈત્યાદિ ગાથામાં બતાવેલ ચોવીશ મૂળ દ્વાર અને તેના બે હજાર ને ચુમોતેર ઉત્તર ભેદ દ્રવ્ય અને ભાવપૂજાની વિધિમાં યોજવા યોગ્ય છે. પૂજકે તેના ઉત્તરભેદ મોઢે કરી રાખ્યા હોય તો તે ભેદે પૂજા કરવાથી પૂજકને મહાન ફળ પ્રાપ્ત થાય છે.
વિધિપૂર્વક કરેલ દેવપૂજનાદિ અનુષ્ઠાન ખૂબ જ પ્રશંસનીય છે. અતિચાર સહિત અનુષ્ઠાન કરવાથી દુ:ખની પ્રાપ્તિ થાય છે. ચૈત્યવંદનાદિક અવિધિએ કર્યું હોય તો તેનું આગમમાં પ્રાયશ્ચિત્ત પણ બતાવ્યું છે. મહાનિશિથ સૂત્રના સાતમા અધ્યયનમાં કહ્યું છે કે “અવિધિથી ચૈત્યવંદના કરે તેને તેનું પ્રાયશ્ચિત્ત બતાવવું. કેમકે અવિધિથી ચૈત્યવંદન કરનારો બીજામાં અશ્રદ્ધા ઉત્પન્ન કરે છે.” આથી દેવ-જિનપૂજા કરતા સમયે ખૂબ જ સાવધાન રહેવું. તે સમયે મૌન રાખવું. તેમ શક્ય ન હોય તો પાપહતુરૂપ કંઈપણ બોલવાનું તો અવશ્ય ટાળવું. કારણ કે જે વખતે નિસિહી કહી તે જ વખતે ગૃહાદિકના વ્યાપારનો નિષેધ-ત્યાગ થઈ જાય છે. આ ઉપરાંત જિનપૂજા સમયે પાપહેતુ રૂપ કોઈ સંજ્ઞા પણ ન કરવી. આ વિષે ધોળકા નિવાસી જિનદાસ શ્રેષ્ઠિનો એક પ્રસંગ પ્રેરણાદાયી છે તે આ પ્રમાણે :
જિનદાસ શેઠની કથા જિનદાસ ખૂબ જ ગરીબ હતો. ઘીના કુડલા અને કપાસનો બોજ ઉપાડવાની તે મજુરી કરતો. એક વખત તેણે ઉત્કટ ભાવથી ભક્તામર સ્તોત્રનું સ્મરણ કર્યું. તેની એકતાનતાથી પ્રસન્ન થઈ શાસનદેવીએ જિનદાસને વશીકરણ રત્ન આપ્યું.
એક સમયની વાત છે. જિનદાસ ક્યાંક જઈ રહ્યો હતો ત્યાં તેને લોકજીભે ચડેલા રીઢા ત્રણ ચોર મળ્યાં. જિનદાસે ત્રણ ચોરને જોઈને વધારાના બાણ તોડી નાખ્યાં અને ત્રણ બાણથી ત્રણ ચોરને પેલા રત્નના પ્રભાવથી વીંધી નાખ્યાં.
- જિનદાસના આ પરાક્રમની ગાથા પાટણના રાજા ભીમદેવ પાસે પહોંચી. ભીમદેવે જિનદાસને સન્માનપૂર્વક રાજદરબારમાં બોલાવ્યો અને દેશની રક્ષા કરવા તેને ખગ આપીને સુભટોનો અધિકારી બનાવ્યો.
એક વાણિયાને આવું જવાબદાર ઉચ્ચપદ મળેલું જોઈ ઈર્ષ્યાથી બળેલો શત્રુશલ્ય નામે સેનાપતિ બોલી ઊઠ્યો -
ખાંભા તાસ સમધ્ધિએ, જસુ ખાંડે અભ્યાસ;
જિણહાંક સમધ્ધિએ, તલ ચેલી કપાસ.” “હે રાજન્ ! ખગ તેવાને આપીએ કે જેને તે વાપરવાનો અભ્યાસ હોય. જિણહાને (જિનદાસને) તો તોલા, વસ્ત્ર ને કપાસ જ અપાય.”