________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૩ ભાવ કદી ભાવ્યો જ નહિ.” એમ પસ્તાવો કરતા શેઠે ચારણને કહ્યું : “હે ચારણ ! તમે તો મારા આજ ગુરુ બન્યા છો. તમે મને અંધકારમાંથી પરમ તેજે લઈ ગયા છો. તમે તો મારો ઉદ્ધાર કર્યો છે. સાચે જ તમે મારા ઉપકારી છો.”
આ ઘટના પછી જિનદાસ હંમેશા દ્રવ્યપૂજા સાથે ભાવપૂજા પણ કરતો. શ્રાવકોએ પણ જિનદાસની જેમ ભાવપૂજા કરવી જોઈએ અને પૂજાના સમયે સંસારના નાના-મોટા તમામ પાપહતુરૂપ વૃત્તિનો અને પ્રવૃત્તિનો ત્યાગ કરવો જોઈએ.
૧૯૧
વિધિપૂર્વક જિનપૂજા કરવી અવિધિથી પૂજા કરવા કરતાં પૂજા જ ન કરવી તેવું માનનારાઓ વિષે આ વ્યાખ્યાનમાં કહેવામાં આવે છે :
અવિધિથી પૂજા કરવા કરતાં પૂજા જ ન કરવી એમ કહેવું તે ઉત્સુત્ર વચન કહે છે. કારણ કે “નહિ કરવાથી ભારેકર્મી અને કરવાથી જીવ લઘુકર્મી થાય છે.” સૂત્રમાં પણ કહ્યું છે કે :
अविहकया वरमकयं उस्सुयवयणं भणंति समयन्नु ।
पायच्छित्तं अकए गुरु अवितहं कए लहुअं ॥
અવિધિથી કરવા કરતાં ન કરવું સારું એવું જે વચન તે ઉત્સુત્ર વચન છે. એમ સમયજ્ઞ પુરુષો કહે છે. કારણ કે ક્રિયા કર્યા વિના ગુરુ પ્રાયશ્ચિત્ત આવે છે અને અવિધિએ ક્રિયા કરવાથી લઘુપ્રાયશ્ચિત્ત આવે છે.” આથી હંમેશા ધર્મક્રિયા કરવી જોઈએ. આ ધર્મક્રિયા સર્વશક્તિથી વિધિપૂર્વક કરવાની કાળજી રાખવી જોઈએ. કહ્યું છે કે –
धन्नाणं विहिजोगो, विहिपक्खाराहगा सया धन्ना ।
विहिबहुमाणा धन्ना, विहिपक्खादुसगा धन्ना ॥ વિધિનો યોગ ધન્ય પુરુષોને થાય છે કે વિધિપક્ષનું આરાધન કરનારા સર્વદા ધન્ય છે. વિધિનું બહુમાન કરનારા પણ ધન્ય છે. અને વિધિને માનનારાને દોષ નહિ આપનારા પણ ધન્ય છે.”
ખેતી, વેપાર, આહાર, પૌષધ અને દેવતાદિકનું સેવન વિધિથી કર્યું હોય તો તે અવશ્ય ફળ આપે છે. આ વિષે આ દૃષ્ટાંત વિચારવા જેવું છે.