________________
૧૮૮
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩ આ સાંભળી જિનદાસે કહ્યું :
અસિધર ધણધર કુંતધર, સત્તિધરાવિ બહુઅ;
સત્તસલ જે રણસૂરનર, જણણિ તે વિરલ પસુઅ.” “હે શત્રુશલ્ય! ખગધારી, ધનુષ્યધારી, ભાલાધારી અને શક્તિશાળી તો ઘણા છે. પણ જે રણમાં શૂરા રહે તેવા પુરુષને તો કોઈ વિરલ માતા જ જન્મ આપે છે અને તે શત્રુશલ્ય ! બીજું તમને એ પણ કહ્યું કે અશ્વ, શસ્ત્ર, વાણી, વીણા નર અને નારી તે પુરુષવિશેષને પ્રાપ્ત કરીને જ યોગ્ય કે અયોગ્ય થાય છે.”
જિનદાસનો આ જવાબ સાંભળી ભીમદેવે તેને કોટવાળ બનાવ્યો. એ સમાચાર સાંભળતા ચોર માત્રે ચોરી ત્યજી દીધી.
ત્યાર પછીની વાત છે. સૌરાષ્ટ્રના કોઈ એક જૈન ચારણે જિનદાસનું પૂજામાં કેવું મન છે તેની કસોટી કરવા પોતે એક ઊંટડીની ચોરી કરી. ગ્રામરક્ષકોએ ઊંટડીની શોધ કરી તો ઊંટડી પેલા જૈન ચારણને ત્યાં મળી આવી. આથી રક્ષકો તે ચારણને કોટવાળ જિનદાસ પાસે લઈ આવ્યાં.
જિનદાસ તે સમયે સવારની જિનપૂજા કરવા બેઠો હતો. રક્ષકોએ ઘટના કહી અને શું કરવું તેની આજ્ઞા માંગી. જિનદાસે વચનથી કંઈ આજ્ઞા ન કરી પરંતુ પુષ્પનું ડીંટ તોડીને રક્ષકોને તેની સંજ્ઞા કરી. એ જોઈ ચોર જૈન ચારણ બોલ્યો :
“જિણહાને જિણવરહ, ન મિલે તારો તાર;
જિણ કરે જિનવર પૂજએ, તિ કેમ મારણહાર?” “જિનદાસને જિનેશ્વર એકરૂપ થયા નથી. તેનું ચિત્ત સમગ્રતયા જિનપૂજામાં લાગ્યું નથી. નહિ તો જે હાથથી જિનેશ્વરની પૂજા થાય તે જ હાથથી બીજાનો વધ કરવાની તે સંજ્ઞા કેમ કરે ?” આમ કહીને ચોર ચારણે તુરત જ બીજો દુહો કહ્યો :
“ચારણ ચોરી કિમ કરે, જે ખોલડે ન સમાય;
તું તો ચોરી તે કરે, જે ત્રિભુવનમાં ન માય.” “હે શેઠ! વિચાર તો કર કે જેના ખોરડામાં ઊંટડી માય નહિ તેવી ઊંટડીની ચોરી ચારણ શા માટે કરે? પરંતુ તે તો શેઠ, ત્રણ ભુવનમાં પણ ન માય તેવી ચોરી કરી છે.”
આ સાંભળીને જિનદાસ શરમાઈ ગયો. તેને પસ્તાવો થવા માંડ્યો : “અરેરે ! મેં તો જિનેશ્વર ભગવંતની આજ્ઞા તોડી. પૂજામાં-પરમાત્મામાં મન રાખવાને બદલે સંસારમાં મન ભમતું રાખ્યું. ખરેખર મને ધિક્કાર છે. આજ સુધી મેં માત્ર દ્રવ્યપૂજા જ કરી પરંતુ ચારણ કહે છે તેમ