________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩
૧૮૩ પાંચ ઉપવાસનું ફળ થાય છે, માર્ગના મધ્યમાં આવવાથી પક્ષ ઉપવાસનું ફળ થાય છે, જિનાલયને દેખવાથી માસ ઉપવાસનું ફળ થાય છે, જિનભવનને પ્રાપ્ત થયેલો મનુષ્ય છ માસી તપનું ફળ મેળવે છે, તેના દ્વાર પાસે પહોંચતા સંવત્સર તપનું ફળ મળે છે, પ્રદક્ષિણા કરવાથી સો વરસના ઉપવાસનું ફળ મળે છે, જિનબિંબને પૂજવાથી હજાર વરસના તપનું ફળ મળે છે અને જિનેશ્વરની સ્તુતિ કરવાથી અનંત ફળ મળે છે.” અને એ પણ કહ્યું છે કે “જિનબિંબનું પ્રમાર્જન કરવાથી સોગણું, વિલેપન કરવાથી સહસ્રગણું, પુષ્પમાળા ચડાવવાથી લાખગણું અને ગીતવાજિંત્રથી અનંતગણું પુણ્ય પ્રાપ્ત થાય છે.”
જિનબિંબનું દર્શન ઘણા જીવોને અનેક રીતે લાભદાયી છે. આ વિષે શ્રી દશવૈકાલિકની નિર્યુક્તિમાં કહ્યું છે કે “જિનપ્રતિમાના દર્શનથી પ્રતિબોધ પામેલા, મનકના પિતા અને દશવૈકાલિકના કથક એવા શયંભવ ગણધરને હું વાંદું છું.”
શäભવસૂરિની કથા શ્રી જંબૂસ્વામીની પાટે શ્રી પ્રભવસૂરિ બિરાજમાન થયાં. શ્રી પ્રભવસૂરિએ પોતાની પાટ પર બેસાડવા માટે કોઈ યોગ્ય શિષ્યનો વિચાર કર્યો. આવો કોઈ યોગ્ય શિષ્ય તેમને પોતાના શિષ્ય પરિવારમાં કે ગચ્છમાં જોવા મળ્યો નહિ. આથી તેમણે શ્રુત-દષ્ટિનો ઉપયોગ કર્યો. આ ઉપયોગથી રાજગૃહી નગરીમાં રહેતો શäભવ નામનો બ્રાહ્મણ તેમને પોતાના ઉત્તરાધિકારી તરીકે યોગ્ય જણાયો. આથી શ્રી પ્રભવસૂરિ રાજગૃહી ગયાં.
શઠંભવ બ્રાહ્મણ રાજગૃહીમાં યજ્ઞકર્મ કરાવતો હતો. તેને પ્રતિબોધ પમાડવા શ્રી પ્રભવસૂરિએ બે શિષ્યોને યજ્ઞસ્થળે મોકલ્યાં. ગુરુની આજ્ઞા પ્રમાણે યજ્ઞસ્થળે પહોંચી આ બે શિષ્યો એક શ્લોક બોલ્યાં : “અહો કષ્ટમહો કષ્ટ તત્ત્વ ન જ્ઞાયતે પર” અરે ! આ તે કેવી કષ્ટની વાત છે કે મહાકષ્ટ કરે છે પણ તે પરમતત્ત્વને જાણતો નથી. આટલું બોલીને શિષ્યો તુરત જ ત્યાંથી ચાલ્યા ગયાં.
શથંભવ એ શ્લોક સાંભળી વિચારમાં પડી ગયો. શું હું મહાકષ્ટ કરું છું. છતાંય પરમતત્ત્વને નથી જાણતો? આ પરમતત્ત્વ શું હશે? આ સાધુઓને એવું અસત્ય બોલવાનું કોઈ પ્રયોજન ન હોઈ શકે, તો પછી હવે મારે યજ્ઞાચાર્યને જ તત્ત્વ વિષે પૂછવું જોઈએ.
યજ્ઞાચાર્યને પૂછતાં તેમણે કહ્યું: “હે વત્સ! તું સંદેહ ન કર. યજ્ઞ જ તત્ત્વ છે.” પરંતુ શથંભવને તેથી બરાબર સમાધાન ન થયું. પેલા બે સાધુઓની શોધ કરતો તે પ્રભવસૂરિ પાસે આવ્યો. પૂર્વ ઘટના કહી પૂછ્યું: “પરમતત્ત્વ શું છે?” સૂરિજીએ કહ્યું: “હે ભદ્ર ! આ પરમતત્ત્વ તને તારા યજ્ઞાચાર્ય જ કહેશે પણ આ માટે તારે તેમને ખોટી રીતે ડરાવવા પડશે.”
શથંભવ યજ્ઞાચાર્ય પાસે આવ્યો. લાલ આંખ કરી, ખડ્રગ કાઢીને, ઊંચા અવાજે કહ્યું : “મને તત્ત્વ શું છે તે કહો, નહિ તો આ ખગથી હું તમારું માથું છેદી નાંખીશ.”