________________
૧૭૩
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
એકલવ્યની કથા દ્રોણાચાર્ય પાંડવોને ધનુર્વિદ્યા શીખવતા હતાં. પોતાના ચાર ભાઈઓ કરતાં અને આ વિદ્યા ઘણી ઝડપથી સિદ્ધ કરી લીધી. ધનુર્વિદ્યા સિદ્ધ થયા બાદ ગુરુને પગે લાગી અર્જુને વિનંતી કરી : “હે ગુરુદેવ ! મારી આપને વિનમ્ર વિનંતી છે કે આપે મને જેવી ધનુર્વિદ્યા શીખવી છે તેવી ધનુર્વિદ્યા આપે બીજાને શીખવવી નહિ.” અર્જુનના પ્રેમ અને ગુરુભક્તિથી પ્રસન્ન થઈ દ્રોણાચાર્યે આ વિનંતી માન્ય રાખી.
એક વખત એક ભીલ દ્રોણાચાર્ય પાસે ધનુર્વિદ્યા શીખવા ગયો, ત્યારે ગુરુ મૌન રહ્યાં. આથી ભિલે કોઈ એક જંગલમાં પવિત્ર સ્થાને દ્રોણાચાર્યની માટીની પ્રતિમા બનાવી. ગુરુની આ પ્રતિમાને તે રોજ સવારે ભક્તિભાવથી પગે લાગતો અને વિનયથી પ્રાર્થના કરતો : “હે ગુરુદેવ ! પ્રસન્ન થઈ મને ધનુર્વિદ્યા આપો.”
આમ પ્રાર્થના કરી તે પોતાની મેળે જ બાણ છોડી પાંદડા વગેરેને નિશાન બનાવીને વિધતો. પાંદડામાં હાથી, ઘોડા વગેરેના રૂપ પણ બાણ વડે તે કોતરવા લાગ્યો.
એક વખત અર્જુન ત્યાં આવી ચઢ્યો. તેણે કોતરેલા પત્રો જોયા અને તે વિચારમાં પડી ગયો. તેને થયું કે આ કોઈ મારા કરતાય વધુ નિશાનબાજ છે. ગુરુએ જરૂર મને દગો દઈ તેને આ વિદ્યા આપી છે. આમ શંકા કરતો તે દ્રોણાચાર્ય પાસે ગયો અને કહ્યું : “ગુરુદેવ ! તમે વચનભંગ કર્યો છે.” દ્રોણાચાર્યે કહ્યું: “મારું વચન પાષાણની રેખાની જેમ અચળ છે. મેં બીજા કોઈને પણ ધનુર્વિદ્યા તારા જેવી શીખવી નથી.”
એ પછી ગુરુ-શિષ્ય બંને પેલા જંગલમાં ગયાં. ત્યાં પેલો ભીલ બાણ છોડીને પત્ર વીંધતો હતો. તેને દ્રોણાચાર્યે પૂછ્યું: “તારા ગુરુ કોણ છે?” ભીલે કહ્યું: “મારા ગુરુ તો આપ જ છો. તમારા આશીર્વાદથી જ હું આ વિદ્યા પામ્યો છું.” એમ કહી તેણે ગુરુની પ્રતિમા બતાવી અને પોતે ધનુર્વિદ્યા કેવી રીતે સિદ્ધ કરી તેનો વૃત્તાંત કહ્યો.
એ જાણી અર્જુનને ખેદ થયો. તે જોઈ દ્રોણાચાર્યે ભીલને કહ્યું: “મારા પ્રસાદથી તને વિદ્યાની સિદ્ધિ થઈ છે, આથી હું માગું તે તું આપીશ?” ભીલે કહ્યું: “ગુરુ આજ્ઞા કરે. આ દેહપ્રાણ આપના છે. આપને રુચે તે માગો.” અને દ્રોણાચાર્યે તેની પાસેથી તેનો અંગુઠો માંગી લીધો. ભીલે આનંદથી અંગુઠો કાપી આપ્યો. ત્યારથી એ ભીલ એકલવ્ય તરીકે પ્રસિદ્ધ થયો. આમ પ્રતિમાની સ્થાપનાથી અને શ્રદ્ધાથી ભક્તિ કરવાથી કાર્યની સિદ્ધિ થાય છે.
લોકોત્તર શાસ્ત્રમાં પણ પ્રતિમાથી કાર્યસિદ્ધિ થવાનું કહ્યું છે. જ્ઞાતાસૂત્રમાં કથા છે કે મલ્લિનાથ ભગવંતે કરાવેલ (સુવર્ણમય) સોનેરી સ્ત્રીની પ્રતિમાથી પૂર્વભવના છ પુરુષ મિત્રો વૈરાગ્ય પામ્યાં હતાં. અભયકુમારે કરાવેલ કયવના શેઠની પ્રતિમા જોઈને તેના પુત્રો મોહ પામ્યા હતાં અને અવાર-નવાર એ પ્રતિમાના ખોળામાં જઈને બેઠા હતાં. આ પ્રમાણે સિદ્ધ થાય છે કે