________________
૧૭૫
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
કાળક્રમે દેવદત્ત મરીને છેલ્લા સ્વયંભૂરમણ સમુદ્રમાં મત્સ્ય થયો. સમુદ્રમાં ભમતા ભમતા તેણે એક દિવસ જિનપ્રતિમાની આકૃતિવાળો એક મત્સ્ય જોયો. અનુભવી વડીલોનું કહેવું છે કે નળિયા અને વલયના આકાર સિવાય નર વગેરે અનેક આકારના મલ્યો થાય છે.”
જિનબિંબના આકારવાળા મલ્યને જોઈને પેલા મત્સ્યને જાતિસ્મરણ થયું. પોતાનો પૂર્વભવ જોઈ તેને અત્યંત પસ્તાવો થયો. પિતાનું કહ્યું ન માની અને જિનપ્રતિમાની પૂજા-વંદના ન કરી પોતે કેવી ગતિ પ્રાપ્ત કરી અને તે જાણી તેને ખૂબ જ ધિક્કારવા લાગ્યો. મને ધિક્કાર છે કે શ્રી જિનેશ્વર ભગવંતની પૂજાભક્તિ કરવાની તક અને અવસર મળ્યા ત્યારે મેં તે એળે ગુમાવ્યાં. હવે હું તિર્યંચ છું. શું કરી શકું?
આમ પોતાની જાતને ધિક્કારીને એ મસ્તે સૂક્ષ્મ મલ્ય અને સચિત્ત જળની હિંસા નહિ કરવાનો નિયમ લીધો. પછી તે ધીમે ધીમે જળની બહાર નીકળીને ચોવીસ પહોરનું અનશન પાળીને મૃત્યુ પામ્યો. ત્યાંથી તે સ્વર્ગમાં દેવત્વ પામ્યો.
દેવલોકમાં શાશ્વતી જિનપ્રતિમાની પૂજા કરતાં અવધિજ્ઞાનથી પોતાનો પૂર્વભવ જોયો. એ જોઈને જિનબિંબના દર્શનનો મહાન ઉપકાર લોકોને બતાવવાના ઉદ્દેશથી બાર પર્ષદામાં આવીને તેણે કહ્યું: “હે વીતરાગ ! તમારી પ્રતિમા પણ સાક્ષાત્ પ્રભુના જેવી ઉપકારક છે. એ સત્ય મેં મારા જીવનમાં બરાબર અનુભવ્યું છે.”
એના ગયા બાદ લોકોએ ભગવાનને તેનું વૃત્તાંત પૂછ્યું. પ્રભુ મુખેથી તેનું વૃત્તાંત સાંભળી પર્ષદા જિનપ્રતિમાની વંદના કરવામાં તત્પર થઈ.
આમ ભવ્ય જીવોએ જિનેશ્વરની પ્રતિમાને સાક્ષાત્ જિનેશ્વર ભગવંત જાણી અને સમજીને તેની અંતરના વિશુદ્ધ ભાવથી પૂજા અને ભક્તિ કરવી જોઈએ.
૧૮૮ પૂજામાં જીવહિંસાનો ત્યાગ કરવો ઘણા મિથ્યાત્વી લોકો નવરાત્રિના દિવસોમાં, અષ્ટમીના દિવસે ચંડી, દુર્ગા, બહુચરા, ભવાની વગેરે દેવીઓની પૂજા માટે જીવહિંસા કરે છે. તેઓ માને છે કે દેવીને પશુનો બલિ ચડાવવાથી દેવી પ્રસન્ન થાય છે. આ માન્યતા ખોટી છે. આથી દેવીપૂજા માટે જીવહિંસાનો નિષેધ બતાવવા માટે એક કથા કહેવામાં આવે છે.