________________
૧૭૮
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩ બ્રાહ્મણોએ આશીર્વાદ આપ્યાં: “તમારા પિતા સ્વર્ગમાં ક્રીડા કરો.” એ સાંભળી યશોધર બકરાને જાતિસ્મરણ થયું. તે અરસામાં નયનાવલીને ખૂબ જ ભયાનક અને ઉગ્ર રોગ થયો. તે જાણી યશોધર બકરો રાજી થયો. બકરો તે વખતે ખૂબ જ તાજો માજો અને પુષ્ટ હતો. રાજાના ભોજન માટે તેનો વધ કરાયો અને તેનું માંસ રાંધીને ગુણધરને પીરસવામાં આવ્યું.
ચંદ્રવતીનો જીવ કલિંગ દેશમાં પાડો થયો. તે સાર્થવાહના સાથે ભેગો ઉજ્જયની આવ્યો. ત્યાં રાજાનો અશ્વ નદીમાં પાણી પી રહ્યો હતો ત્યારે ચંદ્રવતી પાડાએ તેને મારી નાંખ્યો. આથી રાજાએ તેને આગમાં જીવતો ભુંજી નાખ્યો. ત્યાર પછી છઠ્ઠા ભવે યશોધર અને ચંદ્રવતી-માતા પુત્ર કુકડા થયાં. કોઈએ એ બંનેને ગુણધર રાજાને ભેટ ધર્યા. રાજા બંને કુકડાને લડાવતો અને બંનેને લડતા જોઈ તેને ખૂબ આનંદ થતો.
એક વખત રાજા વનમાં ક્રીડા કરવા ગયો. કોટવાળ આ બે કુકડાને પણ ત્યાં લઈ ગયો. વનમાં એક મુનિને જોઈ બંને કુકડાને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વાભ્યાસથી બંનેએ મુનિને વંદના કરી અને કહ્યું : “હે સ્વામી! અજ્ઞાનથી કરેલા કર્મની અને ખૂબ જ આકરી સજા પામ્યા છીએ. હવે અમને આ જ્ઞાન થયું છે તો સંસારની ભ્રમણાથી મુક્ત થવા માટે અમને વ્રત આપો. તમને જોઈને અમને સંસાર પરથી ઉગ થયો છે. મુનિએ તેમને અનશન આપ્યું. એ જ સમયે રાણી સાથે ક્રિીડા કરતાં રાજાએ શબ્દવેધી બાણથી બંને કુકડાને મારી નાખ્યાં.
ત્યાંથી મરણ પામી બંનેના જીવ ગુણધર રાજાની સ્ત્રી જયાવળીના ઉદરમાં ઉત્પન્ન થયાં. - યશોધર અભયરૂચિ નામે પુત્ર થયો અને ચંદ્રવતી અભયમતિ નામે પુત્રી.
બંને મોટી ઉંમરના થતાં ગુણધર રાજા તેમને લઈને વનમાં મૃગયા રમવા ગયો. સસલા વગેરે જીવોને મારવા માટે રાજાના શિકારી કૂતરા છોડવામાં આવ્યાં. તે સમયે ત્યાં વનમાં કોઈ તપસ્વી મુનિ ધ્યાન ધરી રહ્યા હતાં. તેમના તપના પ્રભાવથી કૂતરાઓની શક્તિ હણાઈ ગઈ. રાજાએ અનેક પ્રયત્ન કર્યા છતાં કૂતરા એમ જ પાછા ફર્યા. એ જોઈ રાજા વિચારવા લાગ્યો કે - “ખરેખર હું આ કૂતરાઓથી પણ નીચ છું. તે જીવવધ કરવા નથી ઈચ્છતા છતાંય હું તેમને પરાણે તેમ કરવા પ્રેરું છું.”
ત્યાં કોઈ અઈદત્ત નામનો શ્રાવક મુનિને વાંદવા જઈ રહ્યો હતો. તેને જોઈ રાજાએ પૂછ્યું : “હે ભદ્ર ! તું આમ ક્યાં જાય છે?” મુનિ પાસે ધર્મ સાંભળવા જઉં છું.” તેણે જવાબ આપ્યો. રાજાએ કહ્યું – “ચાલ હું પણ તારી સાથે આવું છું” અને બંને મુનિ પાસે પહોંચ્યાં.
અદત્ત પાંચ અભિગમ સાચવી, ત્રણવાર જમણા પાસાથી પ્રદક્ષિણા કરી વાંદીને મુનિ પાસે બેઠો. રાજા પણ તેને અનુસર્યો. મુનિની વૈરાગ્યપ્રેરક દેશના સાંભળ્યા બાદ રાજાએ પોતાના માતાપિતાની ગતિ વિષે પૂછ્યું. મુનિએ કહ્યું “રાજનું! તું શું પ્રશ્ન કરે છે તે તને ખબર છે? એ જાણીને તું માથું ઊંચું નહિ કરી શકે અને તે પોતે જ તારા દાદી અને પિતાના મૃત્યુના દિવસે જ તે બંનેનું તે આનંદથી ભક્ષણ કર્યું છે.