________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩
અમે તો હજીય પ્રાર્થના કરીએ છીએ કે કાલે પૌષધ કરવાનું માંડી વાળી તમે અભંગ સુખ અમને આપો અને એમ ન કરી શકો તેમ હો તો જે જિનેશ્વરો ભગવંત સમક્ષ તમે અમને વચન આપ્યું હતું એ જિનાલયને તોડાવી નાંખો. જેથી જે જોઈને અમને તમારા વચનભંગની કોઈ કડવી યાદ ન આવે.”
જિનાલય તોડી નાંખવાનું? આ સાંભળતા જ રાજા સૂર્યપશાના હૈયે વજઘાત થયો. મૂર્છાથી તે ભોંય પર પડી ગયો. ઉપચારથી ભાનમાં આવતાં તે બોલ્યો – “તમે સાચે જ બંને અધમ સ્ત્રીઓ છો. મેં તમને કંચન ધારી હતી, તમે કથીર નિકળ્યાં. ખરે જેવા મારા ભાગ્ય. પણ હવે તમે ધર્મનો લોપ ન થાય તેવું કંઈપણ માંગો જેથી તે આપીને હું વચનદાનનો અનૃણી થાઉં.”
“તો તમે તમારા પુત્રનું મસ્તક છેદીને અમને આપો.” અપ્સરાઓ બોલી.
ભદ્ર ! શા માટે બીજા કોઈની જીવહિંસા માંગો છો? જોઈએ તો તમે મારું જ મસ્તક લઈ લો.” એમ કહીને સૂર્યયશા તુરત જ ખગ્ર કાઢી પોતાનું મસ્તક છેદવા ગયો.
પણ ત્યાં જ પગ ખંભિત થઈ ગયું. રાજાએ બીજું પગ લીધું. તે પણ ખંભિત થઈ ગયું. આમ બેથી વધુ વાર તેણે પોતાનું મસ્તક છેદવા પ્રયત્ન કર્યો પણ તેમાં તે સફળ ન થયો.
છેવટે સૂર્યપશાની નિયમમાં દઢ અને અવિચળ શ્રદ્ધા જોઈ રંભા-ઉર્વશીએ પુષ્પવૃષ્ટિ કરી અને મૂળ સ્વરૂપે પ્રકટ થઈ બોલી – “રાજન્ ! તારા દઢ નિયમને ધન્ય છે ! તારા મહિમાથી અમારું મિથ્યાત્વ નાશ પામ્યું.”
ત્યાર પછી સૂર્યયશા આરિસાભવનમાં જ પોતાના પિતાની જેમ કેવળજ્ઞાન પામી મોક્ષ ગયાં.
સૂર્યપશાના જીવનમાંથી પ્રેરણા લઈને ભવ્ય જીવોએ પર્વના દિવસે પૌષધ કરવાનો અતૂટ નિયમ જાળવવો. તેવા નિયમપાલનથી આલોકમાં અને પરલોકમાં સુખ મળે છે.
૧૫૩
પ્રતિક્રમણના પચચો પૌષધમાં પ્રતિક્રમણ કરવું જોઈએ. આ અંગે કહેવામાં આવે છે કે –
पर्यायाः सन्ति ये चाष्टौ, निर्धार्य सूरिभिः कृताः । प्रतिक्रमणशब्दस्य, कार्यं तत्पौषधे मुदा ॥
ઉ.ભા.-૩