________________
૧૬૫
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩
દેવપૂજામાં બની શકે ત્યાં સુધી બીજાના કપડાં પહેરવા નહિ. તેમાંય બાળક, વૃદ્ધ અને સ્ત્રીના કપડાં તો ન જ પહેરવાં.
આમ શ્રી જિનેશ્વર ભગવંતની પૂજા કરતી વખતે મન, વચન અને કાયા શુદ્ધ અને પવિત્ર રાખવાં, વસ્ત્ર, પૃથ્વી, પૂજાના ઉપકરણ અને આસન પણ શુદ્ધ અને પવિત્ર રાખવાં.
કહ્યું છે કે વિધિ વડે સ્નાનાદિ કાર્ય કરનાર પ્રાણી અનલ્પ એવું અક્ષય ફળ પામે છે. જૈનધર્મમાં ભાવ વિના માત્ર બાહ્ય ક્રિયાથી નિર્જરા થતી નથી.
૧૮૫
પુષ્પાદિ લાવવાનો વિધિ પુષ્પ વગેરે લાવવાની વિધિ હવે અત્રે કહેવામાં આવે છે.
“શ્રી તીર્થકરની ભક્તિના ભારથી શોભિત એવા શ્રાવકે અંતરમાં ધ્યાનપૂર્વક જિનપૂજાના અવસરે પુષ્પાદિક સર્વસામગ્રી મેળવવી.”
શાસ્ત્રમાં કહ્યું છે કે જે પુષ્પ, પત્ર કે ફળ હાથમાંથી પડી ગયેલું, પૃથ્વી પર પડેલું, પગે ચંપાયેલું, માથા ઉપર ધરેલું, ખરાબ કપડામાં લીધેલું, નાભિની નીચે રાખેલું, દુષ્ટ લોકોએ અડકેલું, ઘણા જળથી હણાયેલું અને કીડાએ દૂષિત કરેલું હોય તેવા પુષ્પ શ્રાવકોએ જિનપૂજા માટે વાપરવાં નહિ. આ ઉપરાંત એક પુષ્પના બે ભાગ કરવા નહિ. પુષ્પની કળી પણ છેદવી નહિ. કારણ કે કળી છેદવાથી કે ભાંગવાથી હત્યાનું પાપ લાગે છે.
કાચા સૂત્રના તંતુઓથી ધીમી ગાંઠથી હાર બનાવવો. પંચપરમેષ્ઠીના ગુણનું સ્મરણ કરતાં એકસો ને આઠ પુષ્પનો હાર ગૂંથવો અથવા તૈયાર કરાવવો, અથવા જિનેશ્વર ભગવંતના ૧૦૦૮ લક્ષણની સંખ્યા સંભારીને એક હજાર ને આઠ પુષ્પનો હાર કરવો અથવા વર્તમાન ચોવીશીના ચોવીશ તીર્થકર, ત્રણ ચોવીશીના બોંતેર તીર્થકર, વિહરમાન વીશ તીર્થકર, ઉત્કૃષ્ટ કાળે વિચરતા એકસો ને સીત્તેર તીર્થકર, પાંચ ભરત ને પાંચ ઐરાવત એ દશ ક્ષેત્રની દશ ચોવીશીના બસો ચાલીસ જિનેશ્વર અથવા ત્રણ કાળની ત્રણ ત્રણ ચોવીશી ગ્રહણ કરવા માટે ત્રણ ગણા કરતા સાતસો ને વીસ સંખ્યા થાય. તે બધાને યાદ કરતા કરતાં પુષ્પોનો હાર ગૂંથવો. આમ અનેકવિધ પ્રમાણે જિનેશ્વર ભગવંતનું સ્મરણ કરતા કરતા હાર ગૂંથવો. હાર ન ગૂંથી શકાય અને છૂટા ફૂલ
ઉ.ભા.-૩-૧ર