________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
૧૬૯
વીને તારો જીવ ભરતક્ષેત્રમાં ભદિલપુર નગરમાં શતાનંદ રાજાની રાણી ધારણીની કુખે શતબલ નામે પુત્રરૂપે જન્મશે. આ શતબલના ભાવમાં તું શ્રી પદ્મનાભ નામના તીર્થંકરનો અગિયારમો ગણધર થઈશ અને સિદ્ધગતિને પામીશ.”
પોતાનો પૂર્વભવ અને તે પછીના પોતાના ભવ જાણી કુમારપાળ ખૂબ જ પ્રસન્ન થયો. આચાર્યશ્રીની આજ્ઞા લઈ તેણે પોતાના એક દૂતને એકશીલાનગરીમાં મોકલ્યો. દૂત ઉઢેર શેઠના પુત્રને મળ્યો. બધી હકીકત પૂછી. એ બધી માહિતી લઈ દૂત કુમારપાળ પાસે આવ્યો. એ બધું જાણીને રાજા કુમારપાળે વિશેષ પ્રસન્ન થઈને શ્રી સંઘની હાજરીમાં આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજીને કલિકાલસર્વજ્ઞનું બિરુદ આપી તેમનું ભવ્ય અને ભાવસભર બહુમાન કર્યું.
કુમારપાળના પૂર્વભવથી શ્રાવકોએ પ્રેરણા લેવાની છે કે અંતરના ઉમળકાથી અને વિશુદ્ધ ભાવનાથી પ્રભુની પુષ્પપૂજા કરવી જોઈએ. પુષ્પપૂજા પોતાના આત્માના ઉદ્ધારની ભાવનાથી કરવાની છે.
૧૮૯ વિધિપૂર્વક જિનચૈત્ય કરાવવું “આ મેં કર્યું છે, આ મેં બંધાવ્યું છે, આ માટે મેં જ બધો પૈસો ખર્ચો છે” વગેરે અભિમાન કર્યા વિના નિરભિમાન ભાવથી જિનચૈત્ય કરાવવું જોઈએ. તે સંબંધમાં હવે કહેવામાં આવે છે.
ભાવાર્થ - “પુણ્યશાળીએ શુભ દિવસે અને સારા ક્ષેત્રમાં અભિમાન વગેરે દોષ સેવ્યા વિના વિધિપૂર્વક જિનચૈત્ય કરાવવું.”
જિનચૈત્ય કરાવવાની વિધિ આ પ્રમાણે છે. જિનચૈત્ય બંધાવવા માટે પોતાની ઈંટ તથા ચૂનો પકાવવો નહિ તેમજ બીજા પાસે પણ પકાવવો નહિ. તૈયાર માલ જ લેવો. લાકડાં સૂકા લેવાં. તે માટે ઝાડ કાપવા નહિ. મૂળ શ્લોકમાં “માન” વગેરે શબ્દ છે તેથી કીર્તિ દંભ વગેરે દોષો ગ્રહણ કરવા નહિ અને તે દોષોથી દૂર રહીને પુણ્યશાળીએ જિનચૈત્ય કરાવવું. આ માટે સંપ્રતિ રાજા વગેરેના દષ્ટાંતો જાણીતા છે.
સંપ્રતિ રાજાની કથા સંપ્રતિ રાજાએ ત્રણ ખંડમાં પોતાની સત્તા સ્થાપી. સોળ હજાર રાજાઓ પર તેણે પોતાનું પ્રભુત્વ સ્થાપ્યું. આ બધા રાજાઓ સાથે વિજયના પગલા ભરતો સંપ્રતિ અવંતિ આવ્યો. હરખાતો