________________
૧૬૮
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩ સાર્થવાહ જયંતિકે આ સગર્ભા સ્ત્રીની હત્યા કરી. હત્યા થતાં જ તેનો ગર્ભ પણ બહાર નીકળી આવ્યો. જયંતિકે આ ગર્ભને પણ હણી નાંખ્યો. માળવનરેશે એ જાણતાં જયંતિકને તિરસ્કાર કરીને કાઢી મૂક્યો. જયંતિકને એથી પસ્તાવો થયો. વૈરાગ્ય ભાવના થઈ અને તે તાપસ થઈ તપસ્યા કરવા લાગ્યો. તપસ્યા કરતાં-કરતાં જ તે મૃત્યુ પામ્યો. જયંતિક બીજા ભવમાં જયસિંહ રાજા થયો, પૂર્વભવમાં બન્ને હત્યા કરી હોવાથી તે અપુત્ર રહ્યો
નરવીર ભાગી રહ્યો હતો ત્યાં તેને માર્ગમાં યશોભદ્રસૂરિ મળ્યાં. સૂરિએ કહ્યું: “અરે તું તો ક્ષત્રિય છે. ક્ષત્રિય થઈ તું શા માટે જીવહિંસા કરે છે? ક્ષત્રિય તો જીવરક્ષક હોય તે જીવભક્ષક ન બને. માટે તું તારું આ તીર પાછું સંહરી લે.”
શરમાઈને નરવીરે કહ્યું: “સ્વામી ! ભૂખ્યો માણસ શું પાપ નથી કરતો? કારણ ક્ષીણ પુરુષો પ્રાયઃ નિર્દય જ હોય છે તે અંગે પંચતંત્રમાં ગંગદત્તની કથા પ્રસિદ્ધ છે.” એ પછી સૂરિની દેશનાથી નરવીર વ્યસનમુક્ત બન્યો.
નરવીર ત્યાંથી ફરતો-ફરતો નવલખતૈલંગ નામના દેશમાં ગયો ત્યાં તે એકશીલાનગરીમાં રહ્યો અને આજીવિકા શોધવા લાગ્યો. ઉઢેર નામના શ્રેષ્ટિએ તેને ખાવું-પીવું રહેવું એ શરતે પોતાને ત્યાં નરવીરને કામે રાખી લીધો.
ઉઢેર શ્રેષ્ઠિ જિનેશ્વરનો પરમ ભક્ત હતો. તેણે શ્રી વીરભગવંતનું એક ચૈત્ય પણ બંધાવ્યું હતું. ઉઢેર રોજ ત્યાં પૂજા કરવા જતો. એ અરસામાં પર્વાધિરાજ પર્યુષણ આવ્યાં. ઉઢેરે નરવીરને પણ પૂજા કરવા માટે સાથે લીધો. ઉઢેરે ચૈત્યમાં નરવીરને કહ્યું: “લે, આ પુષ્પોથી તું ભગવાનની પૂજા કર.”
- નરવીર પ્રથમવાર જ વીતરાગ ભગવંતની પ્રતિમા જતો હતો. ભગવાન મહાવીરનું દિવ્ય અને અલૌકિક રૂપ જોઈ નરવીર ઘડી મુગ્ધ થઈ ગયો. તેના હૈયે શાંતિનો આહ્લાદક અનુભવ થયો. તે વિચારવા લાગ્યો : “આ પ્રભુના ચહેરા પર કેટલો પ્રેમ ઉભરાય છે! તેમની આંખોમાંથી કરુણા છલકે છે અને કેવા વિરાગી જણાય છે. પરમેશ્વર તો આવા જ હોય. આજે મને પહેલી જ વાર સાચા પરમાત્માના દર્શન થયા છે ત્યારે હું શા માટે બીજાના આપેલા પુષ્પોથી પૂજા કરું?” અને તેણે પોતાના પૈસાથી ફૂલ ખરીદ્યાં. એ ફૂલોથી ઉત્કટ ભાવથી નરવીરે જિનેશ્વરની પૂજા કરી.
ત્યારબાદ નરવીર ઉઢેર સાથે આચાર્ય શ્રી યશોભદ્રસૂરિજીના વ્યાખ્યાનમાં ગયો. ગુરુની પ્રેરક દેશના સાંભળી અને ઉઢેરની સાથે તેણે પણ ઉપવાસ કર્યો. આયુષ્યકર્મ પૂરું થતાં નરવીર મૃત્યુ પામ્યો.
- કુમારપાળ ! એ નરવીર તે આજે તું છે. ઉઢેર શેઠ તે આજે ઉદયન મંત્રી છે અને યશોભદ્રસૂરિ હતા તે આજે હું છું.
હવે તું અહીંથી આ ભવમાં મૃત્યુ પામીને વ્યંતર જાતિમાં મહદ્ધિકપણું પ્રાપ્ત કરીશ. ત્યાંથી