________________
૯૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩ અંબિકાને કૂવામાં કૂદી પડેલી જોઈ સોમભટ્ટે પણ કૂવામાં પડતું મૂક્યું અને કહ્યું કે “જેનું શરણ મારી પત્નીએ લીધું તે શરણ મારું પણ હજો.” તે મરીને તે જ વિમાનમાં અંબિકાનું વાહન સિંહ થયો.
આત્માના અપૂર્વ ઉલ્લાસથી અને કોઈ પણ પ્રકારની કામના વિના સાધુને દાન આપવાથી અંબિકા શ્રાવિકાની જેમ સદ્ગતિ થાય છે અને તેનાં અન્ય બહુમૂલ્ય લાભો પણ પ્રાપ્ત થાય છે.
૧૬૩ ૧૨મું અતિથિ સંવિભાગ ત (ચાલુ) अतिथिभ्योऽशनावासवासःपात्रादिवस्तुनः ।
तत्प्रदानं तदतिथिसंविभागवतं भवेत् ॥ ભાવાર્થ - અતિથિને અન્ન, નિવાસ, વસ્ત્ર અને પાત્ર વગેરે વસ્તુઓનું દાન કરવું તે અતિથિ સંવિભાગ નામે વ્રત કહેવાય છે.
વિસ્તરાર્થઃ- જે સંસારીને કોઈ તિથિ નથી, પર્વ નથી, ઉત્સવ નથી તે અતિથિ છે. અતિથિની બીજી વ્યાખ્યા એ પણ કરવામાં આવે છે કે જેને હીરા, માણેક, સુવર્ણ જેવા ધન અને ધાન્યનો લોભ નથી તે અતિથિ કહેવાય. આવા અતિથિ ખાસ કરીને ચારિત્રધારી મુનિ કહેવાય છે. અતિથિને ચારિત્રધારી મુનિ સમજવા ઉપર ભાર મૂકાયો છે. આવા મુનિને અન્ન, વસ્ત્ર, નિવાસ અને પાત્રનું દાન કરવું તે અતિથિસંવિભાગ વ્રત કહેવાય છે.
શ્રાદ્ધસમાચારીમાં લખ્યું છે કે “જ્યાં સાધુઓનું આગમન હોય, જ્યાં જિનમંદિર હોય અને જ્યાં ડાહ્યા સાધર્મી બંધુઓ રહેતા હોય ત્યાં શ્રાવકે નિવાસ કરવો જોઈએ.”
શ્રાવકે સવારના ઉઠીને પ્રથમ જિનેશ્વર ભગવંતના દર્શન કરવા જોઈએ. તે બાદ ગુરુવંદના કરવી જોઈએ. આમ દેવ-ગુરુના દર્શન-પૂજા કર્યા બાદ જ તેણે ચા-દૂધ, પાણી વગેરે લેવા જોઈએ. ભોજનનો સમય થાય ત્યારે શ્રાવક ઉપાશ્રયે જવું જોઈએ. ત્યાં બિરાજમાન સાધુ ભગવંતને વંદના કરી તેમને ગોચરી માટે પ્રાર્થના કરવી જોઈએ અને તેમને આદરપૂર્વક પોતાના ઘરે લાવીને ઉલ્લાસથી અન્નદાન દેવું જોઈએ.
શાસ્ત્રકારોએ દાનના આભૂષણો અને દૂષણો બંને બતાવ્યાં છે. દાન દેતાં હર્ષના અશ્રુ આવે, રોમાંચ ખડા થાય, દાતા બહુમાનથી આપે, પ્રેમથી બોલે અને પાત્રની અનુમોદના કરે તે દાનના પાંચ આભૂષણો છે. પોતાના આત્માને તારવાની બુદ્ધિ અને ભાવનાથી દાન દઈ જમવામાં આવે તો તે ભોજન દેવભોજન બને છે.
કેટલાક દાન આપે છે પણ દાન કરતા વિલંબ કરે છે, કટાણું મોં કરે છે, બડબડીને કે ન