________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩ ગમે એવા વેણ બોલીને દાન કરે છે તો કોક પસ્તાવો કરે છે કે અત્યારે આ સાધુ અહીં ક્યાંથી ટપકી પડ્યાં? આવા દૂષિત ભાવથી કરેલું દાન ઉગી નીકળતું નથી. તેવી રીતે કરેલું દાન દૂષિત દાન કહેવાય છે.
દાનમાં પણ જે સુપાત્રને દાન કરે છે. તે દાનથી મોટું ફળ મળે છે. સુપાત્રદાન અંગે કહ્યું
છે કે –
दानं धर्मपुरोविष्णुः तच्च पात्रे प्रतिष्ठितम् ।
मौक्तिकं जायते स्वाति-वारि शुक्तिगतं यथा ॥ “ધર્મમાં દાનધર્મ મહાતેજસ્વી છે. આ દાન જો સુપાત્રને આપ્યું હોય તો સ્વાતિ નક્ષત્રનું છીપમાં પડેલું પાણીનું બિંદુ મોતી થાય છે, તેમ તે પણ સફળ થાય છે.”
સુપાત્રનો વિશેષ મહિમા બતાવતાં કહ્યું છે કે “કોઈને વિત્ત હો (વિત્ત એટલે ધન) કોઈને ચિત્ત (બુદ્ધિ) હોય અને કોઈને ધન અને બુદ્ધિ બંને હોય. પરંતુ વિત્ત ચિત્ત અને પાત્ર એ ત્રણેય તો પુણ્ય વડે જ પ્રાપ્ત થાય છે.
દષ્ટાંત એક રાજા એક દિવસ એક જંગલમાં જઈ ચડ્યો. ત્યાં તેની નજર એક ઝાડ પર જામેલા મધપૂડા ઉપર પડી. મધપૂડામાંથી મધ ટપકી રહ્યું હતું અને માખીઓ બણબણી રહી હતી.
એ જોઈ રાજાએ પોતાના પંડિતોને પૂછ્યું: “આ મધપૂડો રડે છે કેમ?”
એક પંડિતે રાજાને પ્રતિબોધ પમાડવાના હેતુથી કહ્યું: “રાજન ! જયારે પાત્ર મળે છે ત્યારે વિત્ત હોતું નથી અને વિત્ત હોય છે ત્યારે સુપાત્ર મળતું નથી. મને એમ લાગે છે કે મધપૂડો આવી જ કોઈ ચિંતામાં આંસુ સારી રહ્યો છે.”
રાજા પંડિતની ટકોર સમજી ગયો અને તે દિવસથી તે સુપાત્રદાન દેવા લાગ્યો.
આ સુપાત્રદાન અંગે રાજા કર્ણના જીવનનો એક પ્રસંગ જાણવા જેવો છે. રાજા કર્ણ દાનેશ્વરી હતો. રોજ સવારે તે સો ભાર સુવર્ણનું દાન કરીને પછી જ સિંહાસન પરથી નીચે ઉતરતો. એક દિવસ કર્ણને સુપાત્રદાન કરવાની ઈચ્છા થઈ. તે દિવસે સવારે સૌ પ્રથમ બે વ્યક્તિ આવી. તેમાંથી એક ચારણ હતો અને બીજો શ્રાવક હતો.
કર્ષે વિચાર્યું : “આજે મારે સુપાત્રને દાન આપવું છે. કારણ કે તેવા દાનથી સદ્ગતિ મળે છે. કહ્યું છે કે –
अन्नदातुरधस्तीर्थंकरोपि कुरुते करम् ।
तच्च दानं भवेत् पात्रदत्तं बहुफलं यतः ॥ “અન્ન આપનારના હાથ નીચે તીર્થંકર પણ હાથ ધરે છે. તેવું દાન જો પાત્રને આપ્યું હોય