________________
૧૫૫
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩)
બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ સ્વામીના સમયની વાત છે. તે સમયમાં પાંડવોએ ભયાનક હિંસક યુદ્ધ કર્યું. તેથી તેમણે મહાપાપ બાંધ્યું. પુત્રોને પાપમુક્ત કરવા માતા કુંતીએ કહ્યું :
પુત્રો! ગોત્રદ્રોહ કરીને તમે મહાપાપ કર્યું છે. આથી શ્રી શત્રુંજય તીર્થની યાત્રા કરીને તમે એ પાપનો નાશ કરો.”
માતાની આજ્ઞા માની પાંડવોએ આ તીર્થની યાત્રા કરી. ત્યાં તેમણે અમૂલ્ય લાકડાંનો ભવ્ય પ્રાસાદ કરાવ્યો અને તેમાં લેપ્યમય જિનબિંબ સ્થાપીને શ્રી શત્રુંજય તીર્થનો બારમો ઉદ્ધાર કર્યો.
ત્યારબાદ શ્રી વિરપ્રભુના નિર્વાણથી ચારસો ને સીત્તેર વર્ષે વિક્રમાદિત્ય રાજા થયો. આ તીર્થનો સંઘ કાઢી તે સંઘપતિ બન્યો. તે પછી સંવત ૧૦૮ મા જાવડ શેઠે તેરમો ઉદ્ધાર કર્યો.
પાંડવો અને જાવડ શેઠના સમય દરમિયાન બે કરોડ, પંચાણુ લાખ અને પંચોતેર હજાર સંઘપતિ થયાં. તે પછી સંવત ૧૨૧૩ મા શ્રીમાળી બાહડદેવે ચૌદમો ઉદ્ધાર કર્યો. સંવત ૧૩૭૧ મા શ્રી રત્નાકરસૂરિના ભક્ત અને બાદશાહના પ્રધાન ઓસવાળ શ્રેષ્ઠિ સમરાશાએ આ તીર્થનો પંદરમો ઉદ્ધાર કરાવ્યો. આ સંઘપતિ સમરાશાએ નવ લાખ કેદીઓને સોનૈયા આપીને કેદમુક્ત કરાવ્યા હતાં. સંવત ૧૫૮૭ મા બાદશાહ બહાદુરશાહના માનીતા શેઠ કરમાશાહે શ્રી શત્રુંજય તીર્થનો સોળમો ઉદ્ધાર કર્યો અને છેલ્લો સત્તરમો ઉદ્ધાર શ્રી દુખસહસૂરિના શ્રાવક વિમળવાહન રાજાના હસ્તે થશે.
એક સમયની વાત છે. નાગપુરમાં પુનડ નામનો શ્રાવક ગુરુની દેશના સાંભળી રહ્યો હતો. ગુરુ ભવ્ય જીવોને કહી રહ્યા હતાં : “ધર્મના સ્થાનમાં ધર્મકાર્યમાં ખર્ચેલી-વાપરેલી લક્ષ્મી શાશ્વત થાય છે. તેમાંય તીર્થયાત્રાનું પુણ્ય ઘણું મોટું છે. કહ્યું છે કે –
આરંભની નિવૃત્તિ, દ્રવ્યની સફળતા, ઊંચા પ્રકારે સંઘનું વાત્સલ્ય, સમકિતની નિર્મળતા, સ્નેહીજનનું હિત, પ્રાચીન ચૈત્યોનાં દર્શન, તીર્થની ઉન્નતિનો પ્રભાવ, જિનવચનની માન્યતા, તીર્થંકર ગોત્રનો બંધ, સિદ્ધિનું સામીપ્ય અને દેવ તથા મનુષ્યભવનો લાભ આ બધાં જ તીર્થયાત્રાના ફળ છે.”
ગુરુની વાણી સાંભળી તેમજ તીર્થયાત્રાનો મહિમા જાણી પુનડ શેઠે સંવત ૧૨૭૫ મા નાગપુર-નાગોરથી શ્રી શત્રુંજય તીર્થનો સંઘ કાઢ્યો. આ સંઘમાં અઢારસો મોટા ગાડાં, એક હજાર સેજપાલ, ચારસો વહેલ, પાંચસો વાજિંત્ર અને ઘણાં દેવાલય હતાં. ઠેકઠેકાણે આ સંઘે ધર્મોત્સવ કર્યો. શ્રી સંઘ ધોળકા આવ્યો ત્યારે વસ્તુપાળ મંત્રી પોતે શ્રી સંઘનું સ્વાગત કરવા આવ્યાં અને જે દિશા તરફ શ્રી સંઘની ધૂળ પવનથી ઉડતી હતી તે દિશા તરફ ચાલવા લાગ્યો. એ જોઈ સંઘજનોએ કહ્યું: “મંત્રીરાજ ! આ તરફ ધૂળ ઉડે છે માટે આપ આ તરફ પધારો ને ચાલો.”
વસ્તુપાળે કહ્યું : “આ તો શ્રી પવિત્ર ધૂળ ગણાય. કહ્યું છે કે શ્રી તીર્થયાત્રાએ જતા સંઘના પગની ઉડેલી રજ-ધૂળ લાગવાથી પુરુષો કર્મરૂપી રજથી રહિત થાય છે. તીર્થમાં પરિભ્રમણ