________________
૧૫૭
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
___ अन्यतीर्थेषु यद्यात्रा-सहस्त्रैः पुण्यमाप्यते ।
तदेकयात्रया पुण्यं, श@जयगिरौ भवेत् ॥ બીજા તીર્થોની હજારો યાત્રા કરવાથી જેટલું પુણ્ય થાય તેટલું પુણ્ય શ્રી શત્રુંજય તીર્થની એક યાત્રા કરવાથી થાય છે.”
વિસ્તરાર્થઃ- બીજા તીર્થ એટલે નંદીશ્વર વગેરે તીર્થ સમજવા. યાદવવંશી શ્રી અતિમુક્ત કેવળીએ શ્રી કૃષ્ણને પૂજ્ય એવા શ્રી નારદજીને કહ્યું હતું કે –
जंकिंच नामतित्थं, सग्गे पायालि तिरियलोगंमि । - तं सव्वमेव दिटुं, पुंडरिए वंदिए संते ॥
“શ્રી પુંડરિક તીર્થને વાંદવાથી સ્વર્ગ, પાતાળ અને તીછલોકનાં સર્વ તીર્થોની વંદના કરી એમ સમજવું.”
અન્ય મહાપુરુષોએ પણ કહ્યું છે કે “નંદીશ્વર તીર્થની યાત્રાથી જે પુણ્ય થાય છે તેથી બમણું પુણ્ય કુંડળગિરિની યાત્રાથી થાય છે. ત્રણ ગણું પુણ્ય રૂચકદ્વીપની યાત્રાથી અને ચારગણું પુણ્ય ગજદૂતોની યાત્રાથી થાય છે, તેથી બમણું પુણ્ય જંબૂવૃક્ષ પરનાં ચૈત્યોની યાત્રાથી, તેથી છ ગણું પુણ્ય ધાતકીખંડમાં રહેતા ધાતકી વૃક્ષ પરનાં જિનેશ્વરને પૂજવાથી, તેથી બાવીશ ગણું પુણ્ય પુષ્કરવરદ્વીપાઈના જિનબિંબોની પૂજા કરવાથી અને સોગણું પુણ્ય મેરૂપર્વતની ચૂલિકા પર રહેલા જિનેશ્વરની પૂજાથી થાય છે. હજારગણું પુણ્ય સંતગિરિની યાત્રાથી, લાખગણું અંજનગિરિની યાત્રાથી, દશ લાખ ગણું રૈવત અને અષ્ટાપદગિરિની યાત્રાથી અને કરોડગણું પુણ્ય શ્રી શત્રુંજય તીર્થના સ્વાભાવિક સ્પર્શથી થાય છે અને આ સ્પર્શ મન, વચન અને કાયાની શુદ્ધિથી થાય તો અનંતગણું પુણ્ય થાય છે.
આ માનવભવમાં શ્રાવકકુળમાં જન્મ પામનારાઓએ આ મહાતીર્થની અવશ્ય યાત્રા કરવી જોઈએ. કહ્યું છે કે –
क्षेत्रानुभावतो पूज्यैः, मुक्त्यद्रेर्महिमा स्मृतः ।
ध्रुवं भवौघमुक्त्यर्थं, यात्रा कार्या दयाभृतैः ॥ પૂજ્ય પુરુષોએ મુક્તિગિરિનો મહિમા ક્ષેત્રના અનુભાવથી કરેલો છે તેથી દયાળુ પુરુષોએ આ ભવચક્રમાંથી મુક્ત થવાને માટે અવશ્ય યાત્રા કરવી.” આ અંગે કુમારપાળ રાજાનો પ્રબંધ પ્રેરક છે. તે આ પ્રમાણે –
કુમારપાળ રાજાનો પ્રબંધ પાટણમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજની ધર્મવાણીનો પવિત્ર ધોધ વહી રહ્યો