________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
૧૩૭
- તેતલિપુત્રે નગર છોડી દીધું અને જંગલમાં જઈ તાલકૂટ વિષ ઘોળ્યું, પણ દેવપ્રભાવથી તેની કોઈ જ અસર ન થઈ. આથી તેતલિપુત્રે આગમાં ઝંપલાવ્યું પણ આગ બૂઝાઈ ગઈ. દરિયામાં ડૂબકી મારી તો ય ડૂબી ન મરાયું. આત્મહત્યાના તમામ પ્રયત્ન તેણે કરી જોયાં, પરંતુ દેવના પ્રતાપથી તે નિષ્ફળ ગયાં.
એક વખત તે કોઈ જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યાં તેની પાછળ હાથી દોડ્યો. હાથીથી બચવા તે દોડ્યો. દોડતા દોડતાં તે એક ખાડામાં પડી ગયો. મૂર્છા આવી ગઈ. ભાનમાં આવતાં સહસા જ તે બોલી ઉઠ્યો: “અરે ઓ ! પોટિલા! તું ક્યાં છે? શું તને મારી આ હાલતની કોઈ જ દયા નથી આવતી? મોત પણ મને સાથ નથી આપતું. હું હવે કોના શરણે જઉં?”
તે સાંભળતાં જ પોટિલા પ્રગટ થઈ અને કહ્યું: “તેતલિપુત્ર! હું તો તારી સાથે જ છું પણ તું મને જુએ છે જ ક્યાં?” અને પછી તેણે દેવલીલાની બધી વાત કરી. તે સાંભળી મંત્રીએ કહ્યું : “ક્ષમા કરો મને દેવ ! અજ્ઞાનથી મને કંઈ ખબર ન પડી. હવે હું પ્રથમ શ્રાવક ધર્મનું પાલન કરીશ અને પછી દીક્ષા લઈશ. પરંતુ તે પહેલાં મારા ઉપર એક ઉપકાર કરો અને મારા ઉપર કનકધ્વજ પ્રસન્ન થાય તેમ કરો.” - દેવતાએ કનકધ્વજને પ્રસન્ન કરાવ્યો. તેતલિપુત્ર શ્રાવકના બાર વ્રતનું પાલન કરવા લાગ્યાં. એક દિવસ તેણે જ્ઞાની ગુરુ ભગવંતને પોતાનો પૂર્વભવ પૂક્યો. ગુરુએ કહ્યું :
તું મહાવિદેહ ક્ષેત્રમાં પુંડરિકીણી નગરીમાં મહાપદ્મ નામે રાજા હતો. ગુરુની પ્રેરક દેશનાથી તે દીક્ષા લીધી. અનુક્રમે તું ચૌદ પૂર્વધારી થયો. પ્રાંતે એક માસનું અનશન કરીને મહાશુક્ર દેવલોકે દેવતા થયો. ત્યાંથી આવીને તું આજે તેતલિપુત્ર થયો.”
પૂર્વભવ સાંભળતાં તેતલિપુત્રને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વભવો જોઈ તેણે તુરત જ ત્યાં ચારિત્ર અંગીકાર કર્યું. ચારિત્રધર્મનું વિશુદ્ધ આરાધન કરતાં કાળક્રમે તે મુક્તિને પામ્યો.
આમ “ઉત્તમ સાધુઓ અનેક યુક્તિઓથી ઉપાસકોને પ્રતિબોધ પમાડે છે. જગતમાં સૂર્યની જેમ કાંતિ જેવો ધર્મોદ્યોત કરનારા પુરુષો પોટિલાની જેમ પ્રશંસા કરવા યોગ્ય છે.
૧૦૮ ધર્મબુદ્ધિવાળા પુરુષે મોહાદિકમાં લોભાવું નહિ यथा न्यायपुरे रत्नचूडो न मुह्यतां गतः ।
मोहादिबंधने तद्वत् धर्मधीनहि लुभ्यते ॥ “રચૂડ ન્યાયપુરમાં મુંઝાયો નહિ તેમ ધર્મબુદ્ધિવાળા પુરુષો મોહાદિકના બંધનમાં લોભાતા નથી.”