________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૩
“સુવર્ણ, રૂપુ, મણિ અને રત્નોથી ભરપૂર નૃત્ય, ગીત અને યુવતીઓથી રમણીય એવા ભુવનમાં પણ જેનું મન લુબ્ધ થયું નહિ તેવા ગૃહસ્થાવાસમાં કેવળી થયેલા કૂર્મપુત્રની અમે સ્તુતિ કરીએ છીએ.”
આ કથા ભવ્યજીવોને કહે છે કે ભોગ બે પ્રકારે ભોગવાય છે. આસક્ત બનીને અને અનાસક્તપણે ભોગ ભોગવાય છે. ભોગમાં લુબ્ધ અને આસક્ત બનવાથી ભોગ જીવને ભરખી જાય છે. અનેક ભવભ્રમણા તેથી થાય છે. આથી અનાસક્તભાવે, ઉદાસીનતાથી ભોગ ભોગવવા જોઈએ.
----
૦૭
સ્તંભ ૧૩મો
મંગલાચરણ ઉત્કૃષ્ટ કાળે પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં ૧૬૦ વિજયમાં ૧૬૦ તીર્થંકરો થાય છે તેમને, પાંચ ભારત અને પાંચ ઐરવત મળી દશ ક્ષેત્રમાં થતી દસ ચોવીશીના ૨૪૦ જિન થાય છે તેમને, ત્રણ કાળની ત્રણ ચોવીશી એમ ગુણવાથી ૭૨૦ જિનેશ્વર થાય છે તેમને, મહાવિદેહ ક્ષેત્રમાં અત્યારે જે ૨૦ તીર્થકરો વિચરે છે તેમને અને ભરતક્ષેત્રની વર્તમાન ચોવીશીના શ્રી ઋષભદેવ વગેરે ૨૪ તીર્થકરોનાં એકસો ને વીસ કલ્યાણક છે તેમને, તેમજ શ્રી વારિષેણ, શ્રી વૃષભાનન, શ્રી ચંદ્રાનન અને શ્રી વર્ધમાન પ્રભુએ ચાર નામવાળી શાશ્વત મૂર્તિઓ ઉર્ધ્વલોક વગેરેમાં શાશ્વતા સિદ્ધાયતનમાં રહેલી છે તેમને હું સ્તવું છું. આ ૧૦૨૪ જિનેશ્વરનો સમૂહ શ્રી શત્રુંજયગિરિ ઉપરના સહગ્નકૂટમાં સ્થાપિત કરેલો છે તે મને જ્ઞાન, સમાધિ અને ઉત્તમ ઉદ્યમ આપો.”
પૂર્વના બાર સ્તંભોમાં સમ્યકત્વ અને બાર વ્રતો વર્ણવેલા છે. તેવા સમકિત અને વ્રતવાળો પુરુષ જિનભક્તિમાં તત્પર હોય છે તેથી એ સંબંધથી આવેલા શ્રી જિનેશ્વર ભક્તિના ફળને હવે કહું છું.
O
૧૮૧
શ્રી દશાર્ણભદ્ર રાજા श्री वीरजगदाधारं, स्तुवंति प्रत्यहं नरः ।
तेऽर्थवादं वितन्वंति, विश्वे दशार्णभद्रवत् ॥ “જગતના આધારરૂપ એવા શ્રી વીરપ્રભુને જે પુરુષો હંમેશા સ્તવે છે તેઓ દશાર્ણભદ્રની જેમ આ વિશ્વમાં પોતાના યશને વિસ્તાર છે.”