________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩
૧૪૩ રચૂડ હવે વધુ સુખી હતો. લાંબા સમય સુધી તેણે અનેક પત્નીઓ સાથે સાંસારિક સુખ ભોગવ્યું. પછી પોતાના પુત્રોને ઘરની જવાબદારી સોંપી રત્નચૂડે દીક્ષા લીધી અને રૂડી રીતે દીક્ષા પાળી સમાધિથી મૃત્યુ પામીને તે સ્વર્ગે ગયો. અનુક્રમે તે મહાનંદપદ (મોક્ષ)ને પામશે.
ભવ્યજીવોએ કેવું જીવન જીવવું જોઈએ તેનો આ કથા નિર્દેશ કરે છે. આ એક રૂપક કથા છે. વાર્તાકારે રત્નચૂડના પાત્રમાં ભવ્યજીવને સમજાવ્યો છે. તેના પિતા રત્નાકરને ગુરુ ગણવાં. સૌભાગ્યમંજરીના વચનો તે સાધર્મિકનાં વચનો સમજવાં. પિતાએ જે મૂળ દ્રવ્ય આપ્યું તે ગુરુદત્ત ચારિત્ર સમજવું. અનીતિપુરે જવાનો નિષેધ કર્યો તે અનીતિમાર્ગે જવાનો નિષેધ સમજવો. વહાણ તે સંયમ છે. સંયમથી ભવસાગર તરી શકાય છે. ભવિતવ્યતાના યોગથી અથવા પ્રમાદથી અનીતિપુરે ગમન તે અનાચારમાં પ્રવૃત્તિ સમજવી. અન્યાયપ્રિય રાજા તે મોહ છે. કરિયાણાને લેનાર ચાર વેપારીઓ ચાર કષાય છે. જીવોને સુમતિ આપનારી પૂર્વે કરેલાં કર્મની પરિણતિ તે યમઘંટા સમજવી. તેના પ્રભાવથી જીવ સર્વ અશુભને પાર કરીને રત્નચૂડ જન્મભૂમિમાં પાછો આવ્યો તેમ જીવ ધર્મમાર્ગમાં પાછો સ્થિર થાય છે, એમ સમજવું.
ભવ્યજીવોએ માનવભવ પામીને અનાચારનું સેવન ન કરવું જોઈએ અને કદાચ અજ્ઞાન કે પ્રમાદથી અનાચાર થઈ જાય તો પુનઃ સદાચારમાં પ્રવૃત્ત થવું જોઈએ.
O
-
૧૦૯
વતોના અલ્પસમયના પાલનથી પણ સુખ જ્ઞાની ભગવંતો અને શાસ્ત્રકારો કહે છે કે આ બાર વ્રતોનું અલ્પ સમય માટે પણ આરાધન કર્યું હોય તો પણ તે સુખદાયી બને છે.
अल्पकालं धृतान्येतद्धृतानि सौख्यदानि हि ।
अतः प्रदेशिवद् ग्राह्याण्येतानि तत्त्वत्तृवेमिः ॥ આ વ્રત અલ્પકાળ સુધી ધર્યા હોય તો પણ સુખને આપનારા થાય છે. આથી પરદેશી રાજાની જેમ તત્ત્વવેત્તાઓએ વ્રત (અવશ્ય) ધારણ કરવાં.”
પરદેશી રાજાની કથા એક સમયે શ્રી મહાવીર પ્રભુ આમલકલ્પ નામના ઉદ્યાનમાં સમોસર્યા. પ્રભુનું આગમન જાણીને નવો જ ઉત્પન્ન થયેલો દેવ સૂર્યાભદેવ આ ઉદ્યાનમાં આવ્યો. આવીને ભવતારક પ્રભુને ભક્તિથી વંદના કરી. પછી વિનમ્રતાથી કહ્યું : “હે ભગવંત! ગૌતમસ્વામી આદિને નાટક દેખાડવાની મને આજ્ઞા આપો.”