________________
૧૪૬
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩ “હવે રાજન્ ! સંડાસમાં રહેલો ચંડાળ, સભામાં બેસીને નાયકાઓનું ગાયન સાંભળતાં અને પુષ્પમાળા ધારણ કરતા એવા સમયે તને બોલાવે તો શું તું તેની પાસે જાય ખરો?”
રાજાએ કહ્યું: “આચાર્ય મહારાજ ! એવો આનંદ છોડીને તે સમયે તેની પાસે કેવી રીતે જવાય ?”
ગણધર : “તો સભા સદશ સ્વર્ગલોકમાં રહેલા તારી માતા પ્રબળ સુખ ભોગવતા હોય ત્યાં તને અહીં સંડાસ જેવા મનુષ્યલોકમાં મળવા કે સમજાવવા કેવી રીતે આવે ? (૨)
રાજનું ! ભોંયરામાં શંખ વગાડવામાં આવે છે તો તેનો નાદ બહાર પણ સંભળાય છે. પરંતુ તે નાદને નીકળવાનું છિદ્ર જણાતું નથી. તે પ્રમાણે લોઢાની કોઠીમાંના જીવની ગતિ પણ જાણી લેવી. (૩)
લોઢાનો ગોળો અગ્નિમાં મૂકવામાં આવે તો તે અગ્નિમય થઈ જાય છે પણ તેમાં અગ્નિ પ્રવેશનું છિદ્ર જોવામાં આવતું નથી. તેવી રીતે તે ચોરના શરીરમાં કીડાના પ્રવેશ વિષે પણ જાણી લેવું. (૪)
કોમળ બાળક અને કઠણ દેહવાળો યુવાન બાણ છોડે તો અનુક્રમે એ બાણ નજીક અને દૂર પડે છે. તો તે કોમળ અને કઠિન દેહનો ભેદ સમજવો. આ દેહ પૂર્વભવના કર્મ વડે જ પ્રાપ્ત થાય છે.
રાજનું! વાયુથી ભરેલી ધમણ ભારે થતી નથી અને વાયુથી રહિત ધમણ તોલમાં હલકી થતી નથી તેમ ત્રાજવે મૂકેલ ચોરના જીવ સહિત અને જીવ રહિત દેહનું સમજવું. (૬)
હે રાજન્ ! અરણિના કાષ્ઠમાં અગ્નિ રહેલો છે પરંતુ તે કાષ્ઠના ટુકડે-ટુકડા કરી નાંખવામાં આવે તો તે અગ્નિ દેખાતો નથી તેમ આ દેહમાં જીવ રહેલો છે પણ તે દેહના ટુકડે-ટુકડા કરી નાંખવાથી દેખાતો નથી. સર્વજ્ઞ જ તે જીવને જોઈ શકે છે. (૭)
મોટા ઘરમાં મૂકેલો દીપક આખા ઘરમાં પ્રકાશ કરે છે અને નાની હાંડલીમાં મૂકેલો દીપક તેટલામાં જ પ્રકાશ કરે છે. તે પ્રમાણે જીવ પણ નાનું મોટું શરીર પામે છે અને નાનો મોટો થઈને રહે છે. (૮).
પવનથી પાંદડા વગેરે હાલે છે પણ પવન પ્રત્યક્ષ જોવામાં આવતો નથી. તેમ જીવપ્રદેશના યોગે શરીર હાલે છે પણ જીવ પ્રત્યક્ષ જોવામાં આવતો નથી. (૯)
અને રાજ! તું કહે છે કે મૂળ પરંપરાથી ચાલતો આવેલો નાસ્તિક મત કેમ છોડું? પણ રાજનું જે પરંપરાએ ચાલી આવતી અધર્મબુદ્ધિને છોડતો નથી તે લોઢાનો ભાર ઉપાડનાર વેપારીની જેમ વિપત્તિઓનું સ્થાન થાય છે.
કોઈ ચાર મિત્રો દ્રવ્ય કમાવવા માટે દેશાંતર જઈ રહ્યા હતાં. રસ્તામાં પ્રથમ લોઢાની