________________
૧૩૫
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩)
निश्चयनय मग्गमुक्खो, ववहारो पुन्नकारणो वुत्तो।
पढमो संवरहेउ, आसवहेउ बीओ भणिओ ॥ “નિશ્ચયનય મોક્ષનો માર્ગ છે અને વ્યવહારનય પુણ્યનું કારણ છે. પહેલો નય સંવરનો હેતુ છે અને બીજો નય આશ્રવનો હેતુ છે.” નિશ્ચયનય જ્ઞાનસત્તા રૂપ હોવાથી મોક્ષમાર્ગ છે અને વ્યવહારનય પુણ્યનો હેતુ હોવાથી તેના વડે શુભ-અશુભ કર્મનો આશ્રવ થાય છે. અશુભ વ્યવહારથી પાપનો આશ્રવ થાય છે.
અહીં શિષ્ય શંકા કરી કહે છે કે “અનંતર ગાથામાં વ્યવહારનય આશ્રવનો હેતુ છે તો અમે તેને આરાધીશું નહિ.”
ગુરુ શિષ્યની શંકાનું સમાધાન કરે છે. “વત્સ ! વ્યવહાર વિના નિશ્ચયનયનું જ્ઞાન થતું નથી, અથવા શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞાનો ભંગ થાય છે.”
આગમમાં કહ્યું છે કે – “જો જિનમતને અંગીકાર કરવા ઈચ્છો તો વ્યવહાર અને નિશ્ચય એ બંને નયને છોડશો નહિ. કારણ કે એક વિના શાસન લોપાય છે અને બીજા વિના ઉચ્ચ ભાવ લોપાય છે.”
વ્યવહારનય છોડવાથી સર્વ નિમિત્ત કારણ નિષ્ફળ થાય છે અને નિમિત્ત કારણ નિષ્ફળ જાય તો ઉપાદાન કારણની સિદ્ધિ શી રીતે થઈ શકે? આથી હે વત્સ ! બંને નય પ્રમાણ કરવા યોગ્ય છે. “નિશ્ચયનયની સાથે વ્યવહારનય પણ પ્રમાણરૂપ છે. નિશ્ચયનય સુવર્ણના અલંકાર જેવો છે અને વ્યવહારનય ઉપધાન અથવા ઝાલણ જેવો છે અને સાંધા મેળવનાર લાખ વગેરે પદાર્થ જેવો છે.
આ પ્રમાણે બાર વ્રતોમાંથી દરેક વ્રત વ્યવહાર અને નિશ્ચય એમ બે પ્રકારે જાણીને શ્રાવકોએ તેનું આરાધન કરવું જોઈએ.
આ સર્વ વિગત મામસર ગ્રંથમાંથી ઉદ્ધરિત કરેલી છે.
૧oo
બળજબરીથી પણ ધર્મ આપવો અગાઉના પ્રકરણમાં જણાવેલ બાર વ્રતો શ્રાવકને બળજબરીથી પણ આપવા જોઈએ. કહ્યું છે કે –
प्रसह्येनाप्यसौ धर्मः श्रावकानां प्रदीयते । यथा पोटिलदेवेन, बोधितस्तेतलेः सुतः ॥